________________
રૌનક મહેલની રાજખટપટ દિલશાદખાનમ પ્લાન વદને ઇઝામુદલાની સામે જોઈ રહી. દિલશાદખાનમ કંઈક વિલક્ષણ પ્રસંગે ઇઝામુદૌલાના સેજ પરિચયમાં આવી હતી, અને ત્યાર પછી એ બનેને ભાગ્યે જ મળવું થયું હતું છતાં તે ઈઝામુદોલાના ગુણથી અજ્ઞાત ન હતી. રાજકુંવરી એક વખતે મ્યાનમાં બેસી આવતી હતી, ને સામેથી ગાંડે હાથી આવતો હતો. તેણે મ્યાને જમીન પર પછાડ્યો, અને એક ભાઈને ઉંચકી ઉચે ઉછાજે; બીજા ભાઈ નાસી ગયા, અને જે વિદ્યત્વરાથી ઇઝામુદૌલાએ આવીને તેને બચાવી ન હોત તો તેના પણ પ્રાણને ચમઢારમાં મેક્લી આપત.
દિલશાદખાન મને એ પુરાણ બનાવની સ્મૃતિ થઈ આવી. તેના સામું જોતાં તેને એમ લાગ્યું કે, આ મનુષ્યનું હૃદય કંઈ જુદા પ્રકારનું છે. તેની સામે જોતાં તેને અંતરાત્મા બહાર નીકળી જાણે તેને ભેટવા જતો હોય એમ તેને થયું. ઈકામુ દૌલાની આંખ જાણે તેને અંતરની વાત કહેતી હોય એમ જણાઈ. અહા! માણસના નયનમાં કંઈક અગમ્ય ભાવસૂચક્તા એવી હોય છે કે વાણથી પણ તે વ્યક્ત થઈ શક્તી નથી. એવા માણસને જોતાં જ, જાણે હજાર વર્ષનું ઓળખાણ હોય એમ આપણને લાગે છે. આપણે આત્મા તેના આત્મા સાથે 2થી વિચારની આપલે કરે છે. દિલશાદખાનને પણ અત્યારે આવી સ્થિતિ હતી. તેને એમ થઈ આવતું હતું કે, મારા હૃદયના ઉભરા આની આગળ ખાલી કર; એની સહાનુભૂતિ મેળવું. શાથી એમ થઈ આવ્યું ? તે ઈશ્વર જાણે પણ તેના મનમાં એવી પ્રબળ લાગણી થઈ આવી.
કંઈક વિચારમાં હોય તેમ તે બેલી નહિ; કે ચાલી નહિ. તે ચુપ ઉભી રહી. તે મંત્રમુગ્ધ મનુષ્યની માફક તેના સામું જોઈ રહી.
બાનુ! આપ મલેક મુબારકને ચાહે છે?” ધીમેથી ઇઝામુદૌલાએ પૂછ્યું.
હું? છી: મારા ખરા જીગરથી તેને ધિક્કાર છું” મંદ સ્વરે દિલશાદખાનને જવાબ આપે.
છતાં આપ અહીં તેને પ્રેમની આશા આપવા આવ્યાં છો ! આપ તેની સાથે નકાહ કરવા તૈયાર છે એમ જણાવવાને માટે જ અહીં આવ્યાં છે, એ ખરી વાત?”
દિલશાદખાનમ એકાએક ચોંકી ઉઠી; તેને શરીરે જાણે કેમ્પ થતું હોય એમ લાગ્યું. તે ક્ષણભર ઈઝામુદૌલાના સામું ટીકીને જોઈ રહી અને બોલી – “હા, તેમ કર્યા વગર છૂટકો નથી; મારી મરજીથી કે રાજીખૂશીથી નહિ.”
“બાનુ! જે આ ગુલામથી આપની કંઈ પણ સેવા બજાવી શકાય તેમ હેય તે તેની તરવાર, તેનું બળ અને તેની જીંદગી આપની સેવા માટે તૈયાર છે.”
તેની ખાત્રી થઈ કે, આ શબ્દ તેને છગરની ઉંડાણમાંથી બહાર પડ્યા છે. તે ગળગળા સ્વરે બોલી કે -
“હું આપને એહશાન માનું છું. આપને માટે–
આહ ! બીબી આપ અહીં છે?” એમ બોલતી ગુફન દાખલ થઈ. એહસાન અને વિશ્વાસસૂચક દૃષ્ટિપાત ફેંકી દિલશાદખાનમ ત્યાંથી ચાલી ગઈ.
સંગીતના સૂર પુનઃ શરુ થયા. સભાજને પુન: યથાસ્થાને ગોઠવાઈ ગયા. મિજલસમાં બહાર જામી; કારણ કે સભાજનેના શરીરમાં શરાબે જોશ હતે. ગાનારીઓ પણ બાહારમાં આવી હતી, અને તેઓ ઈરાનની હતી અને સભાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com