________________
યાચના
પ૭
તે બાંદી સલામ કરી ત્યાંથી ચાલી ગઈ; દિલશાદખાનમને શેધી કાઢી અને તેને મલેક મુબારકનો સંદેશો જણ. દિલશાદખાન ત્યાં જવા તૈયાર થઈ. બાંદી તે ઓરડા બતાવી ત્યાંથી દૂર સરી ગઈ.
પ્રકરણ ૮ મું
યાચના મંદ પગલે દિલશાદખાનમ તે ઓરડામાં દાખલ થઈ.
મલેક મુબારક તરત જ ઉભો થયો અને સ્મિત મુખે જરા આગળ વધી બેલ્યો:–“પધારે, ખાનમ! બેસે આ ગાદીપર.”
એવા વિનયની શી જરૂર છે?”
કેમ વિનયની જરૂર નથી ? તે શાની જરૂર છે. શાહજાદી સાહિબા ! આપની પ્રતિ અવિનય થાય ખરે કે?”
થાય કે નહિ તે દી વાત છે, પણ હું ધારું છું કે આપ જેવા સહસ્થને હાથે તો નહિ જ થાય.”
દિલશાદ ગાદી પર બેઠી. મલેક મુબારક સામે બેઠે.
દિલશાદખાનામે પૂછયું –“મારી બાંદી ગઈ તો નથી ને? મારી સાથેના માણસે અહીં છે ને ? વારુ, અહીં કોઈ આપણી વાતચીત સાંભળે એમ તે નથી ને ?”
આપ બેફિકર રહે, મેં સઘળી વાતને બબસ્ત કર્યો છે. આપ કશાની ચિંતા કરતા ના. મેં સાંભળ્યું છે કે, આપને કંઈ મારી પાસે માગવાનું છે, શાહજાદી સાહિબા !”
“હા, મારે આપની પાસે કંઈ અરજ ગુજારવાની છે.” “આ ગુલામ આપની ખિદમતમાં હાજર છે.”
“હજરત! આપ ગુલામ હેત તે ઘણું જ સારું, કારણ કે તેમ હોત તે હું આપનાપર હુકમ બજાવત, પણ અત્યારે તે માટે આપની પાસે અરજ ગુજારવાની છે.” હસતાં હસતાં દિલશાદખાનમ બોલી.
આપના દિદારના દર્શન કર્યા ત્યારથી હું આપને સદાને માટે ગુલામ થઈ રહ્યો છું કે આપની આજ્ઞા ઉઠાવવા તૈયાર છું, અને આપને રાજી કરવા એ મારા અંતઃકરણની ઇચ્છા છે.”
“એમ, આપ ખરું કહે છે? જે જે ફરતા ને?” હસતાં હસતાં મજાકની બે દિલશાદ બેલી.
મલેક મુબારક સમજે કે વખતે તે શબ્દજાળથી બાંધી લેશે; માટે વાત ઉડાવવા કહ્યું – “પણ હું નથી ધારો કે આપ કંઈ અઘટિત આજ્ઞા કરે, વા જે ન થાય એવી માંગણી કરે.”
“પણ થાય, એવી હોય તે ?”
થાય એવી છે કે નહિ, તે કહ્યા પહેલાં શી રીતે ખબર પડે? આપ તેને થાય એવી લખતાં છે, પણ કદાચ તે બને તેવી ન હોય તો?”
તે એમ કહે કે, મારી આજ્ઞા પ્રમાણે વર્તવા કે કોને મારી માગણી મનાર કરવા આપ તૈયાર નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com