________________
મિજલશ
પ
એટલું કહી મલેક મુબારક ત્યાંથી ચાલી ગયે. -
જે મલેક મુબારકે ઈઝામુદૌલાની તરફ જોયું હોત તો તે ચોંકી જાત. તેના પર રેશમિશ્ર ચિંતાનાં ચિન્હ અતિ સ્પષ્ટ જણાતાં હતાં. તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે, “આ મનુષ્ય મને મદદ કરે એ આશા નથી. આ સ્વાર્થી માણસ કદિ પિતાને સ્વાર્થ ત્યાગી શકે એ બનવાનું નથી. ખયરુન્નિસાનું કહેવું ખરું હતું. તેને કંઈક ખબર પડી હેવી જોઈએ, જે તે જાણતી હોવી જોઈએ કે, મલેક મુબારક દિલશાદખાનમને ચાહાય છે. મલેક મુબારક ખયરુન્નિસાની સાથે સંબંધ રાખવા માગતા નથી, એની એને પક્કી ખાત્રી થયેલી હોવી જોઈએ. તેથી જ તે મારી પાસે ફરીથી આવી, પિતાને જૂનો પ્રેમ દર્શાવી, તક સાધી લેવા ઇચ્છે છે. એમ વિચાર કરતો ઈશ્ચામુદોલા ત્યાંથી પસાર થયો.
પ્રકરણ ૭મું
મિજલશ - રૌનક મહેલના સુસજજીત પ્રમેદભવનમાં દુધના ફીણ જેવા ગાદિતકિયાપર માણસ જ્યાં ત્યાં પાસ ગોઠવાઈ ગયા હતા. ભીંતને અડોઅડ મધ્ય ભાગમાં મલેક મુબારક, સુલ્તાન કુલિખાં, ઈમુદૌલા, સમશેરજંગ, નૌશિરખાં વગેરે ગોઠવાયા હતા. તેમની પાછળ પંખા નાખનાર વગેરે ખિદમતગાર ઉભા હતા. બીજ માણસ પોતાની સ્થિતિ અને મોભા પ્રમાણે બેસી ગયા હતા. તે વિશાળ ઓરડામાં ઉભા રહેવાને જરા પણ માગ ન હતા એટલી માણસેની ઠઠ જામી હતી. રેશનીના ઝગઝગતા કિરણમાં બે તાંજોરી નાચનારી દાખલ થઈ. જાણે એકાએક વિજળીના ચમકારાથી ચોંકી ઉઠે તેમ સભાજને ચોંકી ઉઠયા. આવનારીઓનું નવપ્રફુટિત ગુલાબની કળી સમાન અનન્ય સૌદર્ય, તેની નાજૂક દેહલતા, તેપર ધારણ કરેલા આછા અલંકાર તરફ સભાજને આશ્ચર્યચક્તિ નયને જોઈ રહ્યા; તે વારાંગનાઓએ લાંબા ઘાઘરા, ને ઝીણું અમ્બર ધારણ કર્યું હતું. તેના સેનેરી વેલબુટાપર દીવાના રહિમને પ્રકાશ વક્રીભવન થઈ ખેલતે હતા. કેશદામની ગુંથેલી લટ નિતંબને સ્પર્શતી સાપણની માફક ડેલતી હતી. સુંદર મુખ, ઉન્નત લલાટ, રેશમી પાંપણો, નાનાક અણિયાળું નાક, સુકોમળ બાહુ, ચંપક સમાન અંગુલિય, સુરૂચાદર્શક વસ્ત્રાલંકાર આદિથી દર્શકવંદ અંજાઈ ગયું.
સારંગીને સૂર નીકળે, તેના સાથે તબલા મંજીરાને સ્વર મિશ્ર થવા લાગ્યો. સમસંજ્ઞાપક અપાંગ ભંગી આરંભી, ગાયિકાએ નૃત્યની શરૂઆત કરી. તેની સુંદર દેહલતાનું ડેલન, કુટિલ કટાક્ષની ભાવવ્યંજના, અંગવિક્ષેપમાં લયબધ દર્શકનું મન આકર્ષવા લાગ્યા તેના પગમાંથી મધૂર ધૂધરીને કર્ણ પ્રિય રણકે તેની સાથે કુત, મધ્ય અને વિલંબિત પગવિક્ષેપ મન પર જાદુઈ અસર કરવા લાગ્યો. શ્રોતાજને પિતાનું ભાન વિસરી “વાહવાહને પકાર કરવા લાગ્યા. હવે તેણીએ નાનક અદાથી ભાવવ્યંજના શરૂ કરી. માથા પર પાણીની ભરેલી મટુકી રાખી, નાચવા લાગી તેના શરીર પરનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com