________________
૪૪
રૌનક મહેલની રાજખટપટ
ખયરુન્નિસા તરફ તેને સદભાવ નહતો. તે ભાગ્યે જ રૌનક મહેલમાં જતી હતી. એકાદ બેવાર કામ પ્રસંગે આવી હતી, પણ તે વખતે પણ ખયરુન્નિસા સાથે ઝાઝી વાતચીત કરતી નહિ. આજ તેણે મલેક મુબારકને મળવાનો નિશ્ચય કર્યો હતો, અને તેણે પિતાના પિતાની ખાદેશને મંજૂર કરી તેની સાથે લગ્નમાં જોડાવા નક્કી કર્યું હતું. પણ આથી ખયરુન્નિસાનું શું થશે? જ્યારે આ વાત તેના જાણવામાં આવશે ત્યારે તે શું નહિ કરે ?
દિલશાદખાનમે, મુબારકની ખાનગી મુલાકાત લઈ, તેની સાથે વાતચીત કરી લેવાને, તે કાગળ પાછો લઈ ચેસ ગોઠવણ કરવાનું ઠરાવ કર્યો હતો. સુલ્તાન કલિખાને તેના આ નિશ્ચયની ખબર નહતી, અને જ્યારે તેઓએ આજની મિજલસમાં જવાની વાત કરી ત્યારે દિલશાદખાનને પણ પોતાના પિતાને જણુવ્યું કે, તે પણ પોતાની બાંદી સાથે જલસામાં જવાની છે.
મિજલસ જામવાને થોડી વાર હતી; ત્યાર પહેલાં આજ ખયરુન્નિસા ટાપટીપથી શણાગરાઈ હતી. તેણે હમામખાનામાં સુગંધી દ્રવ્ય મેળવી અંગભંજન કીધું હતું; સ્નાન બાદ બદનને સ્વચ્છ કરી, તેના મહાપરની ચામડી સાફ કરી, ભવાં
અને રેશમી પાંપણો સમારી હતી. તેના લચ્છાદાર રેશમી બાલને વિન્યસ્ત કરી -- સમાર્યા હતા, અને તેપર હીનાને અર્ક લગાવ્યો હતોમધ્ય ભાગમાં સેંથી પાડી તેપર હીરાની દામણી બાંધી હતી; નાકમાં નથ અને કાનમાં હીરાનાં ઝુમણું ધારણ કર્યા હતાં; ગળામાં મોતી અને નીલમની માળા હતી; તેણે જરીને ઈજાર, બદિયન અને નીલ સાડી ધારણ કરી હતી; તેના ઘૂંઘટમાંથી તેનું મેંહ અપૂર્વ શોભા આપતું હતું. જાણે આકાશની મેઘમાળામાંથી ચંદ્ર એકાએક ઝળકી ઉઠે, તેમ તેનું મેં જણાતું હતું. તે રમણીનું બદન આજે અપૂર્વ શોભા ધારણ કરી રહ્યું હતું. નવ પ્રકુટિત ગુલાબની કળી સમાન તે લાગતી, અને જેનારના મનને સૌંદર્યની ભભકમાં આંજી નાંખતી હતી. તે ઉભી ઉભી આયનામાં પિતાની દેહલતાને નીરખતી હતી. એવામાં ચાંદ ત્યાં દાખલ થઈ, અને બોલી:
બી સાહિબા ! હુન્નર પધારે છે.”
તે રમણએ પિતાની નજર ફેરવી, અને જોયું તો ઇઝામુદૌલા નેતાની વાર તેના મુખ પર સ્મિત હાસ્ય ખેલવા લાગ્યું.
આજ ઈક્કામુદોલાએ પણ કાળજીપૂર્વક પોશાક ધારણ કર્યો હતે. માથે બંધબેસ્તો પાઘ, શરીરપર ઝીણું અંગરખું અને ઇજાર હતી; કમરમાંથી વાંકી તરવાર લટકી રહી હતી. તેના ચાલવાની છટા એર હતી. તેનામાં એક એવી મનમેહક છટા હતી કે, સામાના મનપર વિલક્ષણ છાપ પાડતી હતી રણસંગ્રામમાં જે ચપળતા અને પૂર્તિ તેનામાં આવતી, તેવી જ ચપળતા અને સંસ્કૃતિ એશગાહમાં પણ જણાતી હતી.
ખયરુન્નિસા જોઈ રહી, પળભર તેના સામું જોઈ રહી. તેનું યૌવન, તેને ઉત્સાહ, તેની વિરચિત છટા, તેની ચાલવાની મેહક છટાએ તેનાં મન પર છાપ પાડી. પુનઃ તેને ભૂત કાળનું સ્મરણ થયું. વળી તેને યાદ આવ્યું કે, રાજ્યમાં આજકાલ જે બાજી ખેલાય છે, તેમાં આના પાસા સવળા પડવાના છે. કદાચ ભવિષ્યમાં તૈલંગણુની હાકેમી એના નસીબમાં આવે, અને પ્રારબ્ધ પ્રબળ હોય તે સ્વતંત્ર રાજ્ય પણ જમાવે. તેણે જોયું કે, “સુલ્તાન કુલિખાની પડતી આવવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com