________________
જન્મદિન
કેમ ન જાણે? નમીને ઇલ્મ જેને હાંસિલ હોય, તેનાથી શું શું હોય છે? તેઓ કની તે ભવિષ્ય એક ક્લિાબના પાનાની માફક વાંચી શકે છે.”
ખરે, તેમ ન હોય તે, આપણું આશકના નામની એમને કયાંથી ખબર પડે ?” .
પણ જેજે, કાલે તાવીજ લેતાં ચૂક્તી ના. ને ભૂલી ગઈ તે તારું નસીબ kયું જ સમજજે.”
કાલે સવારે માલાનાની સેવા કરી, ખુશ કરી તાવીજ માગી લઇશ.”
એમ વાતો કરતી પિતાના ઓરડામાં જઈ તે બન્ને જણીઓ સુઈ ગઈ. તેઓ રાતના નિદ્રામાં મધુર સ્વમ જેવા લાગી. એ સ્વમમાં પિતે એક રાજ-વૈભવની માલિક છે, દાસદાસીઓ સેવામાં હાજર છે, ઘેર હાથીઓ ખુલે છે, બાંદીએ સેવા ઉઠાવે છે, એવાં અનેક સ્વમાં જેવા લાગી.
આણી તરફ સૈયદ નિદ્રાના ઝેકમાં લપાઈ, આ દુનિયા કે પરદુનિયાની ચિંતા ત્યાગી આરામથી વિસ્મૃતિમાં પડ્યા. આમ તે ભવ્ય વિશાળ મહેલના દરેક ભાગમાં સર્વ જણ શય્યામાં પડી નિદ્રાને સ્વાધીન થયા હતા, તે વખતે મહેલમાં માત્ર એક જ જણ જાગતું હતું, અને તે દિલશાદખાનામ. આજ તેના મનમાં અનેક પ્રકારની ચિંતા થતી હતી. બહાર પહેરેગીર પાહરે ફરતા હતા; ચેકીને ઘટે વાગતો હતો. તે સિવાય સઘળે નિઃસ્તબ્ધતા વ્યાપી હતી.
0@ 18 પ્રકરણ ૬ હું
જન્મદિન આ રૌનક મહેલમાં ભારે ધામધુમ છે. આજ મલેક મુબારકને જન્મદિવસ છે, અને તેની ખુશાલીમાં તેણે ઘણું માણસેને આમંત્રણ મેકલી આપ્યાં છે. આજ રાત્રે નાચની બેઠકમાં ગાનની લહરીઓ ઉડવાની છે. શરાબની રેલમછેલ થવાની છે. આ સર્વેની તૈયારી અત્યારથી જ થવા માંડી છે. મહેલના જે ભાગમાં મિજલસ થવાની છે, તેને સાફસુફ કરવામાં આવ્યો છે. જમીન પર પગ અંદર સરી જાય તેવા મુલાયમ ગાલીચા પાથરવામાં આવ્યા છે. તેપર મૂલ્યવાન ગાદી તકિયા યથાસ્થાને ગેઠવવામાં આવ્યા છે. ભતા પર નયનરંજક વસ્તુઓ અને હથિયારે ગોઠવીને ટાંગ્યાં છે. હાંડીઓ, ગુમર અને દિવાલગીરીમાં રેશનીને માટે ગોઠવણ થઈ ગઈ છે.
આજના આ અપૂર્વ જલસામાં કોણ કોણ આવવાના હતા ? સુસ્તાન કુલિખાં, રહેમતખાં, ચંગેજખાં, સરદારે, અરે જંગ વગેરે નામાંક્તિ ઉમરા, મહેકમાના માણસે વિગેરે આવનાર હતા. જેઓ ગાનપ્રિય હતા પણ આમંત્રણ મળ્યાં નહતાં, તેઓ પણ કોઈ ઓળખીતા પાળખીતાની સિફારસથી આવનાર હતા. કારણ કે આજ તાંજોરની નાચનારીઓ અને ઇરાનની ગાનારીઓનાં ગાન અને નાચની અપૂર્વ સેવા હતી. આ ઉપરાંત આજ બેગમમહેલમાંથી પણ કેટલીક સ્ત્રીઓ આવનારી હતી. તેમને સાંભળવાને માટે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ આવનારમાં આપણું પૂર્વ પરિચિતા દિલશાદખાનમ હતી. કેણ જાણે શાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com