________________
રૌનક મહેલની રાજખટપટ જઈ ભજન સામગ્રી રાખવા લાગી. સયદ સાહેબ બાંડી આંખે આ સર્વ જેવા લાગ્યા; એટલામાં તેને કાને ધીમે અવાજ આવ્યો:
“ઝુલ્ફન! સૈયદ સાહબ કેવા જાડાભપિાળા જેવા છે!”
ચુપ રહે અલી ગાંડી ! એ તો પર છે. છે, પીરની દવાથી તે આપણું ભલું થાય. કહે છે કે, એ તો અહીં બાજુના મુલકમાં દીનને ફેલા કરતા હતા.”
હું, સેઝન ! શાને ફેલાવે ?”
શાને શે ? વળી દીનને, બીજ શાને હોય ? કહે છે કે ઘણા માણસે તેમની મિત્રત માનતા હતા. તેઓ પાણી મંત્રી આપે છે, તાવીજ બનાવે છે, અને છુમંતર કરે છે !”
એ તાવીજથી શું થાય? તેઓ કેવું તાવીજ બનાવી આપે છે? કે રમલ જાણે છે?”
રમલબમલ જાણે છે કે નહિ તે ખબર નથી. પણ બા ! એમ સાંભળ્યું છે કે, તેઓ વાંઝણીને છોકરાં આપે છે. તે તાવીજ કની તે ઘણું કામમાં આવે છે. એથી કરીને કહે છે કે માણસ વશ થાય”
ત્યારે બન્યું, તારે એક એવું તાવીજ માગી લેવું હતું કની? જમાલમિયાં પછી તારા હાથમાં રમકડું જ બની જશે જે.”
“જા, જા, રાંડ ઘેલી ! એ લવારે શાન કરે છે? જીભડીને બહુ સળવળાટ થયો છે કે શું?”
ના, બાપુ સેઝન ! તું તે વાતવાતમાં ગુસ્સે થાય છે જે વાર, પણ એ પીર સાહેબે તને કંઈ કહ્યું કે ?”
કહે શું? હું આવતી હતી કની તે વારે ધીમે રહી પાછળથી માથાપર ટપલી મારી. હું તો જાણે છળી પડી હોઉની તેમ ચીસ પાડવા જતી હતી. એટલામાં હોઠે આંગળી મૂકી, મને ચૂપ રહેવા ઇશારત કરી, અને કહ્યું કે, “તું તે બેહે સ્તની
હૂર છે.”
પછી?” ઝુલ્ફને આતુરતાથી પૂછયું, અને મનમાં હસવા લાગી. “પછી મારી પાસે ખયરાત માગી. શી ખયરાત માગી હશે, કહે જોઈએ?”
મને શી ખબર? આપણે બા, ગરીબ બાંદીએ. આપણે ક્યાંથી ખયરાત કરીએ ?'
“અલી ! પૈસાની ખયરાત નહિ; કંઈ બીજી જ માગી” સેઝને કહ્યું.
હું! અલી ! એવી શી ચીજ તારી પાસે છે કે તું ખયરાત કરે ? હાં, હાં, તું તો સ્વર્ગની હર છેને ?”
“મને કહે કે, એકબે બેસાની ખયરાત કર, હુસ્નની દેવી! એમ કહી મને ચુમી લેવા જતે હત–”
“હું! શું કહે છે? તે તેને ચુમી લેવા દીધી કે ? અલી બુટ્ટા આદમ ચુમી લે, એ તને ગમે ખરું કે ?”
ન, વળી ડિસ્કારી કરે છે કે! હું વાતજ નહિ કરું.”
“ના, ના, નહિ કરું, પણ હું સેઝન ! પછી એણે શું કર્યું? જે જે, આજ તે ચુમી માગે છે, પણ કાલે તને ફેસલાવી ન જાય! પણ અલી, એ તે કોઈ પીર છે કે, કોઈ ઇશ્કને દલાલ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com