________________
છતાં, ધર્મપર શ્રદ્ધા હોવાથી પ્રકટપણે તે તેમનું અપમાન કરતા નહિ, તેથી તેણે આ કવેળાએ પણ મુલાકાત આપવા ન પાડી નહિ.
આવનાર માણસ શરીરે સ્થૂલ હતું, પણ તેને શીરના હલનચલનમાં એક પ્રકારની કૃતિ હતી. મોંહ ગોળમટોળ, આંખે ઝીણી, નાક અણીદાર હતું. તેની મુદ્રાપરથી તે મશ્કરે અને ખટપટી હોય એમ જણાતું હતું. તેના દેખાવપરથી તે ઈચ્છમીજાજી અને નશાખોર હોય એમ ભાસ થતો હતો. તેણે શરીર, પર ફિરકે નાંખ્યા હતા; દાઢી લાંબી હતી. આવતાંની વાર તેણે જમીનપર ગુકીને તસ્લીમ કરી.
મૌલાના ! આપ અત્યારે ક્યાંથી પધારે છો? મેં આપને આગળ કદિ જોયા હોય એમ સાંભરતું નથી. આપ ક્યાંથી પધારે છે ?”
“જી, ઉત્તરમાંથી. શાહી સરહદપરના કાફિરના મુલ્કમાંથી આવું છું. ત્યાં રહી પાક ઇસ્લામને ફેલા કરું છું, હુજુર! આજકાલ ત્યાં કંઈ અફવા ચાલી રહી છે. એવું કહેવાય છે કે, ત્યાંના હિંદુ રાજા અને જમીનદારે થોડા વખતમાં બંડ ઉઠાવનાર છે. જો કે દીનને ફેલાવે કરવામાં મને ઝાઝે યશ મળ્યો નથી, છતાં ત્યાં રહી બેઠે બેઠે શત્રુની હકીકત મેળવવામાં અને તેઓ શું કરવા ધારે છે તે જાણવાને ભાગ્યશાળી નીવડ્યો છું. એવું કહેવાય છે કે, વિજયનગરના રાયના કહેવાથી આ તરફના કેટલાક જમીનદારે બંડ ઉઠાવવાને તૈયાર થયા છે. શાહી ફોજને નીચે યુદ્ધમાં રેકી આ તરફ બખેડે કરો, એ એમની મુરાદ છે, અને આ કામમાં કેટલાક અમીરઉંમરાની પણ મદદ છે. હજરત ! આ બીના કેવી અફસજનક છે, તે આપજ જોઈ શકશે.”
“મૌલાના!” વિનયપૂર્વક કુલિખાએ જવાબ આપે, “આપ બરાબર યોગ્ય વખતે આવી પહોંચ્યા છે. આપની હકીક્તથી ખરેખર ઘણે લાભ થશે, એમ હું ધારું છું. આજ અત્યારે મને વધારે વાતચીત કરવાની ફુરસદ નથી. કાલે ફુરસદ મળતાં આપની સાથે ખુલાસાવાર વાતચીત કરીશ. આજ રાત પણ ઘણી થઈ છે. બારક!” પિતાના મુહરીર તરફ વળી કહ્યું, “જે આ રૂદ્ધાપર મહેર કરી છે. તેને બરાબર સંભાળીને સંકમાં રાખજે, જે કંઈ આડાઅવળો મુકાય નહિ. સમજ્યો? સંભાળીને રાખજે, અને ચાવી પેલા ગેખમાં મૂકજે. આજ આ દહાડે કામ કર્યા કર્યું છે, તેને પણ થાક લાગ્યો હશે, જા, સુઈ રહે; લાવ, નહિ તે રહેવા દે; હું જ તે કરી લઈશ.”
મૌલાના! આપને માટે ઇતેજામ કરું છું. આ બાજુના ખંડમાં આપને રહેવાની શેઠવણ છે; ત્યાં આરામ કરજે, હું ભેજનપાનને બંદેબસ્ત કરું છું. હમણુંજ નેકરે આવી સર્વ જોઇતી તૈયારી કરી આપશે. આપને જે જોઈએ, તેની વરદી આપજે. કઈ પણ રીતે તકલીફ ભોગવતા ના, સમજ્યા ?”
એટલું કહી સુલ્તાન કલિખાં પોતાના મુહરિનો હાથ પકડી બહાર ગયા અને તેઓ ત્યાંથી ચાલી ગયે.
સૈયદ એક્લા તે ઓરડામાં ચારે તરફ નજર કરવા લાગ્યા, અને મગજના કાગળ પર તેને નકશો ઉતારી લેવા લાગ્યા, અને તેમ કરતાં કોઇ જુએ નહિ એની સંભાળ લેવા લાગ્યા. પોતાનું કામ પૂરું થયા બાદ તે ધીમેથી ગજલ ગણગણવા લાગે. એટલામાં બે બાંદીઓ ત્યાંથી પસાર થઇ, બાજુની ઓરડીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com