________________
૧૪
રોનક મહેલની રાજખટપટ
લઈ ગઈ. તે દાલાનમાં સાદી સેતરંજી હતી અને બાજઠ હતા. તે રમણી બાજ પર બેઠી, અને ખીન્નને પાસે હડસેલી ઇકામુદૌલાને તેપર બેસવા કહ્યું. “નૂ, હજરત ! અહીંથી આપ સર્વ કંઈ લેઈ રાકશે, એટલું જ નહિ, પણ આપ દરેક શબ્દ અહીંથી દેખાયા જણાયા વગર સાંભળી શકશે.” એટલું કહી તેણે એક નાના ગાખ તરફ આંગળી કરી. ઇકામુદ્દૌલાએ નીચે નજર ફેંકી ને તરત જ તે પાળે વળ્યા.
“સમ્ર, સાહિબે આલમ! આમ આ તરફ જરા નિગાહ કરે.. જૂઓ, નીચે બધું સ્પષ્ટ દેખાય છે કે નહિ ?”
ઇકામુદ્દૌલા નીચે નજર કરવા લાગ્યા. તે રમણી તેના સ્કંધને સ્પર્શી; તેના હાથ હાથમાં લઈ ઉભી રહી.
જે સ્થળે તે ઉભાં હતાં ત્યાં અંધારું હતું; પણ નીચે દિવાનખાનામાં મકાશ હતા. અંદર આવતાંની વાર તે રમણીએ દ્વાર હતું તેમ બંધ કરી દીધું હતું. તેઓ એકાંતમાં હતાં, તે કોઈ જાણતું નહતું. તેએ નીચે ોઈ શકતાં હતાં. તેમને કાઈ જોઈ શકતું નહતું. તે રમણીએ પેાતાનું મસ્તક તે પુરુષના સ્કંધપર સ્થાપ્યું અને ખાલી:
“અહા, જાઓ, સુલતાન કુલીખાં. આ તેએ આવ્યા.”
ઇકામુદ્દૌલાએ દૃષ્ટિપાત કરતાં એક સરદારને યા. તેણે માથાપર પાગ ધારણ કર્યો હતા; પગનાં ઘુંટણ સુધી શુભ્ર નમે। પહેર્યો હતા, તેના ચેહેરા ભવ્ય અને લલાટ ઉન્નત, અને કરચલીવાળું હતું; આંખા ઝીણી અને પલકારા મારતી હતી; તેની શરીરયષ્ટિ ઉચ્ચ અને બળવાન ભાસતી હતી. વયના પ્રમાણમાં તેના અંગમાં શક્તિ અને ચપળતા વિશેષ જણાતી હતી. તેના ચેહેરામાં એક પ્રકારની રાજાને ઉચિત ભવ્યતા અને પ્રતાપ જણાતા હતા. તેની એક નજર પડતાં જ સામા આદમીના મનમાં કંઇક ભય અને આંજી નાંખે એવા પ્રતાપ દૃગેાચર થતા હતા. સુલ્તાન કુલીખાં જો કે રાજનીતિમાં ઘણા તેજસ્વી અને કુટિલ હતા, છતાં એક સૈનિકના લક્ષણ તેનામાં પહેલી નજરે સ્પષ્ટ બહાર પડતાં જણાંતાં હતાં.
આ વૃદ્ધ વીરના ઓજસ એવા હતા કે, ભલભલા તેના નામથી કાંપતા હતા, તેની દુશ્મનાવટથી ડરતા હતા, અને તેને પેાતાના પક્ષમાં ભેળવી લેવા મથતા હતા. તેની સ્વામિભક્તિ હજી સુધી અડગ હતી. જે કે રાજના કાવાદાવાએ ઘણી વાર તેને કઠિન પ્રસંગમાં આણી મૂકયા હતા, પરંતુ તે પેાતાના બુદ્ધિમભાવથી ટુરમનના દાવમાંથી છટકી ગયા હતા અને પેાતાના ગૌરવને જાળવી રહ્યો હતા.
“ખાનુસાહિમા, બસ્સ, કૃપા કરો. હું મારા કમરામાં જઇશ, મેં જોઈ લીધું.મારી જિજ્ઞાસા તૃપ્ત થઈ છે.”
“હજરત! આમ ઉતાવળા ન થાઆ. જરા બેસે, જુએ; આ ખાનગી દાલાનની અહીં કાઇને ખબર નથી. અકસ્માત્ આ દાલાનની મને ખબર પડી ગઈ. મલેક સુખારખાં પણ આ બીના જાણતા નથી. હજરત કાઇ વાર ગુફ્તગુ સાંભળવી, એ આપણા હકને લાભક્તાઁ થઈ પડે છે અને જ્યારે ખુદ સુલ્તાન કુલીખાં જેવા હાકમે ખાનગી મસલત ચલાવે છે ત્યારે એમાં કંઈ ભેદ હાય છે. આપ કોઈ પણ નતની રાંકા રાખતા ના. આ છૂપા ઓરડામાંથી કોઈ આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com