________________
કપટી હિંદ
૧૩
વાની આવશ્યકતા છે. બ્રાહ્મણ સુલ્તાન મહંમદ બીજને માનીને તે વખતે કાસિમ અરિ હતો. તેણે શાહને એમ ભંભેર્યું હતું, અને તે વાસ્તવિક પણ હતું, કે પ્રાંતના સુબાપાએ મન્સબદાર રહેવાને લીધે તેમની સત્તામાં અઘટિત વધારો થતા હતા, અને તેઓ સ્વતંત્ર થવાનો પ્રયાસ કરતા હતા. આથી સાગર, હુસ્નાબાદ, અને ફલબર્ગના સુબા દસ્તુર દિનાર પાસે જે મન્સબદાર હતા, તેને શાહે પાયતખ્તમાં આવવા ફરમાન કર્યું. આથી દસ્તુર હિનાને માઠું લાગ્યું, અને અજીજ ઉલમુલ્ક દખણની સાથે તેણે બંડ ઉઠાવવાનો પ્રયત્ન આરંભ્યો. આ બંડમાં સુલ્તાન કુલીખાં સામેલ થાય તે પોતાને પણ સબળ થાય અને વિજય મળે, એ ઇચ્છાએ ઇશ્ચામુદોલાને તેણે વરંગુલ મેકલ્યો હતો.
પણ શું એ સબુતપર સુલ્તાન કુલીખાં આપણી વાત માનશે ?” તે શું તેઓ આપણું પુરાવાને નાપાયાદાર લખશે ?”
ના, તેઓ આપણું પુરાવાને નાપાયાદાર લેખશે નહિ. તેઓ આપણું આ બાબતનું કથન વિશ્વાસથી માનશે, પણ સલ્તનતની સામે થવા, શાહની સાથે દગાબાજી કરવા, તેઓ કદિ પણ સંમત થશે નહિ. તેઓ શાહ સામે બંડ ઉઠાવનારાને મદદ કરે, એ બનવા જોગ નથી. શા માટે તેઓ એમ કરે ? શાહની મહેકબાનીને આફતાબ તેમના પર ચમકે છે.”
હારે વાલા! આપનું કહેવું રાસ્ત છે; પણ વજીરે આજમ કાસિમ મરિદ જે કાવાદાવા રમી રહ્યો છે, તે તેમના ધ્યાનની બહાર છે? જીજ-ઉલ-મુક અને દસ્તુર દિનારને આ બંડ ઉઠાવવાને શા માટે પ્રવૃત્ત થવું પડ્યું, શું તે તેઓ જાણતા નથી ? આજ એમને વારે તે કાલ સુલ્તાન કુલીખાને વારે. શું તેઓ એમ માને છે કે, તેમની હાકેમ?રી હમેશને માટે કાયમ રહેશે ? કદિ નહિ. આજ આ બે હાકેમ નરમ પડ્યા કે બાદ તેમની વારી પણ આવી પહોંચી સમજજે, પાયતામાં એમને માટે પણ વાતે ચાલી રહી છે.”
શી વાત ચાલી રહી છે?”
“એ જ કે ચેડા વખતમાં શાહી ફરમાનથી તેઓને પાયતખ્ત બોલાવવામાં આવશે. કાસિમ અદિખાએ એ પુરાવો આ છે કે, સુલ્તાન અલીખાં બંડ ઉઠાવનાર છે, માટે તેમને ત્યાં બોલાવી તેમની તર્કદારી લઈ લેવી.”
આ પ્રમાણે આપણે પ્રવાસી અને મલિક મુબારકખાં વાત કરતા હતા, એટલામાં એક નેકરે બારણું ધીમેથી ઠેકયું. અંદર આવવાની આજ્ઞા મળતાં તેણે શિર ઝુકાવી કહ્યું કે
“હજરત સુલ્તાન કુલીખાં તશરીફ ફરમાવે છે.”
મલેક મુબારકે તે નેકરને ત્યાંથી રવાના કર્યો અને તરત જ કામુદોલા ઉભો થયો અને બારણુમાંથી સરી ગયો, અને દ્વાર બંધ કર્યું. તે આગળ વધે, એટલામાં તેણે વસ્ત્રોને સડસડાટ સાંભળ્યો. તેણે પાછાં ફરી જોયું તે ખયવિસા!
હજરત! એમ નહિ, આમ પધારે ચાલે હું આપને રસ્તે બતાવું.” એટલું બોલી બયરવિસા આગળ ચાલી; જરા આગળ વધી એક Íત આગળ ઉભી રહી; વાંકા વળી જાણે કંઈ કરામત કરતી હોય તેમ તે ભીતિના એક ભાગને તેણે દાળ્યું. ભીંતમાં માર્ગ જણાયો. ઈઝામુદૌલાને હાથ પકડી અંદર તેને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com