________________
૧૪
રૌનક મહેલની રાજખટપટ કાનનમાં અપૂર્વ ભાવ કુસુમ વિકસાવતે હતો. તેનું હૃદય પ્રેમથી થડકી ઉઠતું હતું. કેણ જાણે આજ તેના મનમાં શરદુ નદીના પ્રવાહ પેઠે પ્રેમને પ્રવાહ પ્રબળ અને પ્રમત્ત વેગથી વહેતા હતા; તે બંધનરૂપી કાંઠાના કકડા કરતે ફેલા ધાવતો હતો. મન્મથ તેના મેહન સ્પર્શથી શરીરમાં અપૂર્વ તનમનાટ જાગૃત કરતો હતો. આ પૂર્વે તેણે આવા ભાવ કદિ અનુભવ્યા ન હતા. અહા ! આજ કંઈ નવીન અપૂર્વતા તે તેનામાં જોતી હતી. તેનો આત્મા તેના આત્માને જઈ જેરથી આલિંગ હતો. તે અપૂર્વ મધુર માદક્તા અનુભવતી હતી. તે મનમાં, બહાર અને આસપાસ કામુદીલાની મૂત્તિ દેખાતી હતી.
ઈઝામુદ્દૌલા અસ્તવ્યસ્ત કપડામાં ઉઘાડે માથે સ્થિર દષ્ટિથી ઇનાયતખાંની તરફ જોઈ રહ્યો હતો. તેને શાંત વીરચિત દેખાવ જેનારના મનમાં માન લાગણી જગૃત કરતો હતો. તેની લઢણમાં અને દેખાવમાં એક પ્રકારની એવી ભવ્યતા ભાસતી હતી કે જેને અપમાન, ભવ્સના સ્પર્શ કરતાં ન હતાં. તે શાંત ચિત્તથી, નિડરતાથી ઉભે હતે. વધસ્તંભ પર જવાની તૈયારી વખતે પણ તેના દિલમાં જરા પણ ચિંતા થશે નહિ તેમ તે દેખાતો હતે.
“હજરત ! આપનું ઇસ્મ મુબારક!” ઈનાયતખાંએ પૂછયું. “આ કમતરીનને ઈઝામુદ્દોલા કહે છે,” તેણે જવાબ આપ્યો.
વ્યવસાય!” ઈનાયતખાએ પૂછ્યું. “વ્યવસાય! સિપહાલારી, શાહની સેવા, બીજો શે ?”
આપને વરંગુલમાં આવવાનું પ્રયોજન?”
“પ્રજન! સલ્તનતના કામે અહીં આવ્યો હતો. વકીલ ઉલ-સલ્તનતના કરમાનથી કંઈ રાજકીય કામકાજને માટે આવવું થયું હતું.”
જાસૂસી કરવા?” ઇનાયતખાંએ પૂછયું. “જી, ના. હું મારા આકાને હુકમ બજાવવા આવ્યો હતો.” કેની સાથે આપને કામ હતું?” “બેહજાદ-ઉલ-મુલ્ક હજરત સુલ્તાન કલિખાં સાથે ?” “આ શું ખરી વાત છે?” ઇનાયતખાંએ સુલતાન કુલિખા તરફ દષ્ટિ ફેરવી કહ્યું સુલ્તાન કલિખાએ છેકે ધુણાવ્યું અને કહ્યું,
“એ સાચી વાત છે. હજરતનું અહીં આવાગમન કંઈ શાહી ફરમાનને લીધે હતું
“હજરત !” ઇનાયતખાંએ સુલ્તાન લિખાં તરફ જોઈ કહ્યું, “તો આપ આ સિપહાલાર વિરુદ્ધ શું કહેવા માગે છે તે જણાવો.” સુલ્તાન કુલિનાએ પિતાને જણાવવાનું હતું તે જણાવ્યું.
“આપને આ તહોમતની વિરુદ્ધ આપના બચાવમાં કંઈ કહેવું છે?” ઈનાયતખાએ ઇઝામુદ્દૌલા પ્રતિ દષ્ટિ ફેરવી પૂછ્યું.
“કંઈ જ નહિ” ઈઝામુદૌલાએ લાગણરહિત સ્વરે સ્પષ્ટ જવાબ આપે; “આ તહોમતમાંથી જેણે મારે ટકારે કર્યો હેત; શાહજાદી સાહિબાની શાદી થઈ નથી, એમ પૂરવાર કર્યું હતું, જેના એક બેલથી આ સર્વ તેફાન સરી ગયું હોત, તે માણસ અત્યારે હયાત નથી. હું નિર્દોષ છું, એટલું જ મારું કથન છે, અને એ કથન એ જ મારે પૂરાવો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com