________________
૧૩૪
રૌતક મહેલની રાજખટપઢ
માહ કરી ધરાઈ નથી, પણ તારા જેવીને જાનથી મારવામાં ફાયદે શે ? મેત તે આ દુનિયાના દુ:ખના અંત છે, હજી તારે માતની ધણી વાર છે. હજી તારે ઘણું જોવાનું છે. જો, તારા પાપને બદલેા કેમ મળે છે તે જે; તને બળતી આગમાં ફેંકું, તારા શરીરના ટુકડેટુકડા કરી કુતરાઓને ફેંકું, તારા શરીરની ખાલ ઉતારી નાખું, તને જીવતી કબરમાં દાટું તે પાપ લાગે એમ નથી. એ બંદાત ! બેવફા આરત! તારે માટે મેં શું નથી કર્યું ? તારા પડતા ખેલને મેં ઝીલી લીધા, તેં કહ્યું તે કર્યું. છતાં તું મને દગા દઈ ભાગી ગઈ ! તને પવિત્ર પ્રેમની પૂતળી જાણી સ્વીકારી, ને આ બદલા! આ નાચતા! એ પાપીછા—”
જેમ કાઈ લાહીનું તરસ્યું પ્રાણી તલપ મારવા પહેલાં વિકરાળ આંખ્યાથી . શિકારના સામું જોઇ રહે તેમ ખયન્નિસા સામું નાસિર જોઈ રહ્યો. ખયવિસા નીચું જોઈ બેસી રહી. નાસિરે ફરીથી તેને હાથ પકડ્યો, અને કહ્યું,
“કેમ, તને ખબર નહેાતી કે, આ નાસિર કદિ પણ તારા કડો મુકશે નહિ? જહનમમાંથી પણ તને ધસડી આણરો. જ્યારે તારા આશકના ગળામાં હાથ નાંખી ખેસતી હતી, ત્યારે તને મારા ખ્યાલ આવતા હતા કે ? અહીં તારા ઠાઠમાઠમાં મને કોઈ દહાડા સંભારતી હતી કે? કેમ ખેલતી નથી? ખટ્ટકાર! તારી જીભ શું ઉંડી ઉતરી ગઈ છે?'
ખયતિસા ડુસ્કાં ભરવા લાગી.
- - જોઉં છું કે હવે તને ચહાનારમાંના કયા આવી તારા પ્રાણ બચાવે છે? જોઉં છું કે કાણુ તને મારા પંજામાંથી છેડાવે છે? ક્યા આરાકેન્દ્ર તારી વારે આવે છે? મલેક સુખારક કે કાઈ ખીએ ? મલેક સુત્રારકને તે હું પ્રાણ લઇશ. તારા છૂટકા થયા, કે પછી તેને વારે, સમજી ?”
નાસિરખાં પુન: ખડખડાટ હસ્યા. લૂટારુઓએ સળગાવેલા ઝુંપડાંના પ્રકાશમાં તે શયતાનની ખલા જેવા દેખાતા હતા. ગીધના જેવી તીક્ષ્ણ કારી દૃષ્ટિ ફેરવી તેણે કહ્યું,
“કેમ ખેલતી નથી? મારા કહેવાને શા માટે જવાબ આપતી નથી? કેમ કહેતી નથી, હું શા માટે મરી ગયા નહિ ? હું અં ?
“શું ખોટું ? ” ખયરુન્નિસાએ કહ્યું, “મને કહેવામાં આવ્યું હતું કે, આપ જન્નતશીત થયા છે.”
((
‘હું અં’” દાંત કચકચાવી આંખાની પુતળી નચાવતા નાસિર ખેલ્યા, “અને તે તે ખરી માની, નહિ વારુ? તને ખબર નહેાતી કે, એક વાર કદાચ મહિતમાં ગયા હોત તે ત્યાંથી પણ વેર લેવાને પાછા ફર્યાં હાત. તું સમજી કે, તારા છૂટકારા થઈ ગયા. તેં એમ માની લીધું કે, એક ખલા દૂર થઈ અને તારા માર્ગમાં આડખીલી હતી તે ટળી ગઈ, નહિ વારુ? તું ઘણુંએ મને મરવા ઇચ્છે, પણ મેાત રસ્તામાં પડ્યું નથી. જો તને મરવું ગમતું નથી, તેા મને પણ શા માટે તેમ કરવું ગમે ? તું એમ નહિ સમજતી કે, તારી હકીકત હું જાણતા નથી. મારા પણ જાસૂસે છે. તારાં કામની રજેરજ હકીકત હું જાણું છું. તારી આ પાક આંખેાએ અને મુહબ્બતે શાં શાં કામ કર્યાં છે તે બધાં મારે હૈયે લખેલાં છે, તે, કે સલેક સુખારકના પણ શા હાલ કરું છું? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com