________________
ખયરુન્નિસા પાસે છે ? થઈ રહ્યું, હવે કંઈ આશા નથી. હવે અબ્બાજાનનું આવી બન્યું; વરંગુલનું પણ આવી બન્યું. હવે તે પત્ર પાછે હાથમાં આવે એ બનવાજોગ નથી. અહા! અબ્બા, અબ્બા! શું થશે?”
તેણે ઇઝામુદૌલાને હાથ પકડ્યો અને કહેવા લાગી, “હજરત! આપને કદાચ એ ખબર નહિ હોય છે, જે વખતે અમ્બાજાને તે પત્ર પર દત કર્યા, તે વખતે તેઓ બરાબર શુદ્ધિમાં ન હતા. તેમને મલેક મુબારકે શરાબમાં કંઈ કેફી ચીજ આપી હતી, અને નશો ઘણો જલદ હતે. અબ્બાજાનની સહી કરાવી લેવા માટે મલેક મુબારકે કાવતરું રચ્યું હતું. અબ્બાજાનની મુરાદ કેવી છેતેઓ કેવા રાજ્યભક્ત અને વફાદાર છે, તે સારી જહાનમાં રેશન છે. પણ જે વખતે તેઓ મલેક મુબારકને ત્યાં ગયા હતા, તે પહેલાં એક શાહી ખત આવ્યો હતો. તેની અસર તેમના મનપર તાજી હતી. એ અસર અને તેના પર નશાની ચીજ એ બને એ મગજને ઉશ્કેરી નાખ્યું. તેમણે ધુનમાં ને ધુનમાં તેનાપર સહી કરી આપી. જે તેઓ શુદ્ધિમાં હોત તો કદિ પણ તેનાપર સહીત કર્યા ન હતા. એ કાગળ મેળવવાની ખાતર હું મારી જાત વેચવાને તત્પર થઈ. પ્રભુ! પ્રભુ! હજરત! હું આટલી હકીકત જાણ્યા પછી, ખરી વાત આપના ધ્યાનમાં આવ્યા પછી, હું એમ પૂછું છું કે, જે એ પત્ર આપની પાસે આવે તે આપ તેને અબ્બાજાનની વિરૂદ્ધમાં વાપરશે? આપ તે પત્રને લાભ લેશે? આપ શું અબ્બાજાનને સલ્તનત સામે કાવતરામાં સામેલ કરવા પ્રયત્ન કરશે, કે આપ તે પત્ર શાહના હાથમાં જાય તેમ કરશો ખરા ? બેલો, બેલે, ખરું કહે.”
ઇકામુદૌલા ગુપચૂપ તેના સામું જોઈ રહ્યો. તેણે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહિ,
“બેલે, બેલે હજરત! ખરું કહો દિલશાદ ફરીથી આજીજી કરતી હોય તેવા સ્વરે બોલી.
ગમે તે પ્રકારે તે પત્રપર સહી મેળવવાને માટે હું અહીં આવ્યા હતા. મારે ઉદ્દેશ તે પત્રને લઈ જવાને હતો.”
દિલશાદને ચેહર ઉતરી ગયો. તેણે ગરદન નીચી ઝુકાવી દીધી, અને તેની આંખમાંથી આંસુની ધાર ટપકવા લાગી.
શાહજાદી સાહિબા!” ઇઝામુદૌલા બોલે, “એ, તે પત્ર મારી પાસે નથી. અત્યારે તે તે ખયરુન્નિસાના હાથમાં છે, અને જે પળે હું આપને મારી સાથે લેતો આવ્યો તે પળથી તે મને ધિક્કારવા લાગી હશે. હવે મેં એને જન્મની વેરણ બનાવી છે. આપના અબ્બાજાનને જે કંઈ નુક્સાન પહોંચવાને સંભવ હોય તે તેના તરફથી છે, તે પછી મારું વચન આપવું શા કામનું છે ? એટલું ખરું કે જે તે પત્ર મારા હાથમાં હોત, વા મલેક મુબારકની પાસે હોત તે જેટલું જોખમ હતું, તેના કરતાં સગણું જોખમ એ પત્ર ખયરુન્નિસાની પાસે રહેવામાં છે. એ ખરી વાત છે, કે એ પત્ર મેળવી સહુ પોતપોતાનું કામ કાઢી લેવા માગતા હતા. મારે કંઈ ન દો જ ઉદેશ હતો. મલેક સુબારકને વળી અન્ય હેતુ હતુંપરંતુ ખયરુન્નિસાને નથી હજરત સુલ્તાન કલિખાંની પરવા કે નથી તેને બીજી કઈ વાતની દરકાર. તે માત્ર તમારે નાશ કરવાને અબ્બાજાનને શૂળીને લાકડે ચઢાવતાં પણ પાછી અટકશે નહિ. જે તમને હાનિ પહોંચે એમ હશે, તે પોતાને જાન શયતાનને વેચવા પ્રસ્તુત થશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com