________________
૧૧૬ રોનક મહેલની રાજખટપટ .
દિલશાદ ભયચક્તિ દૃષ્ટિએ કામુદ્દોલાના સામું જોઈ રહી અને બોલી,
“હું જાણું છું, જાણું છું. પણ હજરત! અખજાનને બચાવી લેવાની કે પણ તદબીર નથી ?
છે,” મંદ સ્વરે કામુદ્દોલા બેલ્યો; “પણ તે બર આવે કે નહિ, એ જરા શક પડતું છે.”
આશાના અંકુર દિલશાદના દિલમાં ફુટવા લાગ્યા. તે ઉતાવળમાં બોલી - “શી છે? એવી તદબીર શી છે?”
“શાહજાદી સાહિબા !” છેકામુદ્દૌલાએ જવાબ આપ્યો, “જે રાત્રીએ હું નૂર મહેલમાંથી છૂટયો તે રાત્રે ફરીથી રૌનક મહેલમાં પગ ન દીધું હોત, આપને હું સાથે ન લાવ્યો હોત, તે ખયરુન્નિસા, જેણે મારા છૂટકારાને માટે એટલી ગોઠવણ કરી હતી તે, મારી સાથે આવવા રાજી હતી, એટલું જ નહિ પણ તે પત્ર મને સ્વાધીન કરવા તેણે મને વચન સુદ્ધાં આપ્યું હતું. પણ તેની એક શરત હતી.” દિલશાદ અધિરાઇથી તેના સામું જોઈ રહી.
શરત એ હતી કે, મારે તેની સાથે લગ્ન કરવાં,” ઈક્રોમુદ્દોલાએ હળવેથી ઉમેર્યું, અને એટલું કહી તે દરની તરફ જોઈ રહ્યો.
“પણ શું તે તમને ચહાતી હતી? તમારા પ્રતિ તેને પ્રેમ હતો?” દિલશાદે પૂછયું.
તે પોતાની રીતિએ પ્રેમ કરતી હતી,” લાગણીરહિત મુદ્રાએ કામુલા બો; “હજી પણ કદાચ તે મને ચહાતી હોય. અને જે તેમ હશે તે હું તે પત્ર તેની પાસેથી મેળવી શકીશ; પણ જે પ્રેમને બદલે તેના મનમાં વેર વ્યાખ્યું હશે તે, તેપણું હું પ્રયત્ન કરી જોઇશ. જુઓ, આ નસીમાબાદ તે આ રહ્યું હું ત્યાં આપને રાખી જઉં છું. જેઉં છું, શું થાય છે તે. જે ફાવીશ તે ઠીક છે, આપને પાછો મળીશ; નહિ તે સંદેશો તે જરર પહોંચડાવીશ.”
ઇકામદૌલા સ્થિર દષ્ટિથી તેના સામું જોઈ રહ્યો. દિલશાદની આંખો પણ તેના અંતરમાં પ્રવેશ કરવા મથતી હતી. * “તો શું આપ સરત પાળવા જાઓ છે? આપ ખયરુન્નિસા પાસે જાઓ છો?” તેણે ડોકું ધુણાવ્યું.
કામુલા દિલશાદને હાથ પિતાના હાથમાં લઈ ચાલ્ય, અને કહ્યું, “હું તમને નસીમાબાદમાં રાખી આવું.”
દિલશાદ બોલ્યા ચાલ્યા વગર તેની સાથે ચાલવા લાગી. તે જાણે નશામાં કે સ્વમમાં હોય તેમ જણાતી હતી. તે ઉંઘમાં ચાલતી હોય તેમ શન્યમુખ્ય ચેહેરે તેની સાથે ડગલું ખેડતી હતી. રસ્તે વચ્ચે વચ્ચે અણુધડ પત્યરા નડતા હતા, પણ આનું તેને લવલેશ ભાન ન હતું. તે મનમાં વિચાર કરતી હતી કે, કામુદોલા છોડીને ચાલી જાય છે. તે વરંગુલ તરફ વળશે. રસ્તામાં તેના દુમને તેને પ્રાણ લેવાને તલપી રહ્યા છે, અને ખયરુન્નિસાનું શું? ઈકામુદોલા કદાચ પરણવાની હા કહેશે, તે પણ તે માનશે ખરી? અને નહિ માન્યું, તે પછી ઈઝામુદ્દોલાના શા હાલ થશે કદાચ મલેક મુબારના માણસને તે સ્વાધીન કરે તે તે જરૂર
ઇઝામુદૌલાનું આવી જ બન્યું. પછી તેને બચવાને કોઈ પણ રસ્તો નથી.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com