________________
મહદય
૧૧૩
ખરું કહો છો, શાહજાદી સાહિબા!” “કામુદ્દોલાએ જવાબ આપ્યો; “પણું આપણે જે સ્થાને ઉભાં છીએ તેના જેવી એકાંત જગા તે ભાગ્યે જ હશે. ચાલે, આપણે આ તરફ આ ખડકની બાજુમાં બેસીએ. હું ત્યાં આ પત્યરા ગઠવું કે આપણુ સર્વની નજર આડમાં આવીશું.”
તેઓ બને જરા આગળ ચાલ્યાં. અહીં એક અણુધડ શિલાની છાટપર તેઓ બેઠાં. ઇઝામુદ્દૌલાએ પિતાનાં કપડાં કાઢયાં, શસ્ત્ર બાજુએ રાખ્યાં, અને પત્થર અહતહથી એકઠા કરવા લાગ્યો. દિલશાદનું હૈયું ધડકધડક થવા લાગ્યું. તેના મનમાં વિચાર આવ્યો કે, લાગ ઠીક છે, લાવને કાગળ લઈ લઉં. તરત જ તેણે ઈઝામુદ્દલાના કપડામાં હાથ નાખે, અને જોતજોતામાં કાગળ બહાર કાઢો. તેનું અંત:કરણ કુદવા લાગ્યું-કરવું? આ કાગળ લઈ અહીંથી નાસી જઉં? અહીં કંઈ પત્થર નીચે સંતાડું? અને પછી પાછા ફરતાં તે લઈ આકાને આપું તે? ના, ના, એમ કરવામાં શું ફાયદો? વળી કદાચ પકડાઈ જાઉ તો? કદિ એ કાગળ પાછો ગુટવી લે તો? લાવને ફાડીને ચીરેચીરા કરી ફેંકી દઉં. આવો લાગ ફરીથી ક્યાં મળવાનું છે? આમ વિચાર આવતાં તેણે તે પત્રને નાશ કરવાનો નિશ્ચય કર્યો. રખેને ઈમુદ્દોલા આવી પહોંચે, ને તેને હાથમાં કાગળ જઈને સંશય પામે, તે બીકે ઝડપથી તેણે તે પત્રના ચીરેધીરે કરી નાખ્યા, અને જરા આઘે સરી દૂર ફેંકી દીધા.
ઈકામુલા પત્થર એકઠા કરી ગઠવવા લાગ્યા, અને તેમ કરી રહ્યા બાદ દિલશાદના સામું જોયું. તેની આંખોમાં તરલ તેજ ચમકતું હતું. તેના વિજય પ્રમત્ત ચેહેરા પર આનંદની છટા રમતી હતી. તેના અંતરનો આનંદ ઉભરાઈ બહાર નીકળતા જણાતા હતા. તેના શરીરનું પ્રત્યેક અવયવ હર્ષના કે ઉત્સાહના તરંગથી કમ્પી ઉઠતું હતું. તેના કેશની લટે હવામાં ફરફર થતી હતી. તેની મુદ્રા તેના ઉત્સાહને દર્શાવતી હતી. અત્યારે તેના દેખાવમાં અવર્ય આનંદ અને મને હરતા ભાસતી હતી. કામદેલા આશ્ચર્યમગ્ન મુદ્રાએ તેના સામું જોઈ રહ્યો.
દિલશાદ એક ગર્વમિશ્ર વિજોન્મત્ત દૃષ્ટિ કામુદ્દોલાપર રેપી બોલી, “હજરત! હું ફાવી.”
ઈઝામુદ્દોલાએ તીક્ષ્ણ દષ્ટિ તેની સામે ફેંકી, અને શાંત, ગંભીર અને વિકાર રહિત મુદ્રાએ કહ્યું,
“આપ ફાવ્યાં! શામાં ફાવવાનું શું હતું, શાહજાદી સાહિબા
“જેને માટે હું આપની સાથે આવી હતી તે કામમાં દિલશાદે પ્રત્યુત્તર આપ્યો.
આપ શાને માટે મારી સાથે આવ્યાં હતાં? મને તે કંઈ ખબર નથી કે, આપ કઈ કામને માટે મારી સાથે આવ્યાં હ!” આશ્ચર્યવ્યંજક સ્વરે કામુદૌલા બા.
“આપને જે ખબર હતી તે હું ફાવત શાની ?” પણ ફાવવાનું શું છે, તે તે જરા કહેશે?” ઇઝામુદ્દલા વ્યથિત મને બોલ્યો. “શામાં મારા કામમાં. મને જે પત્ર જોઈતો હતો તે પત્ર મળી ગયે.” “ક પત્ર?” બેબાકળી મુદ્રાએ ઇકાલાએ પૂછયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com