________________
મરચાં આરામ
૧૦૫
તે પત્ર ગમે તેની પાસે હાય પણ જ્યાં સૂધી તેને નાશ ન દાય ત્યાં સુધી ભય ટળે નહિ, એની એને ખાત્રી હતી. તે પત્રની ખાતર મલેક સુખારક સાથે લગ્ન કરવા પ્રસ્તુત થઈ હતી, અને તે પત્રની ખાતર જ ઇકામુદ્દૌલાની સાથે જવાને તૈયાર થઈ હતી, તે અત્યારે જ તે પત્ર શા માટે ન ચેરી લેવા એમ તેના મનમાં થઈ આવ્યું.
આ વિચાર આવતાંની વાર તે એકદમ ખેઠી થઈ, અને હળવેથી પગને અવાજ ન થાય તેમ તે ઇકામુદ્દૌલા સુતા હતા તે એરડી આગળ આવી. હળવેથી બારણું ખાલી અંદર દાખલ થઈ. એરડીમાં અંધારું હતું. ઇક્રામુદ્દૌલા બિછાનાપર પડ્યો ઉંધી ગયા હતા. તેણે એક હાથપર માથાને ટેકવ્યું હતું, અને બીજો હાથ છાતીપર હતા. પેાતાની હમેશની સહચરી તરવાર નીચે પાસે જ પડી હતી. માત્ર તેને શ્વાસેાશ્વાસ સંભળાતા હતેા; આ સિવાય નીરવતા હતી. દિલશાદ વાંકી વળી, પણ તે પત્ર કાઢવાની હિમ્મત તેને થઈ નહિ. છેલ્લી ઘડીએ તેણે હિમ્મત ખાઈ દીધી. તેને લાગ્યું કે, જો કદાચ તે જાગે તેા? તેનો હાથ અડતાં જ તે ચોંકી ઉઠે તે? તે શું? તે તરત જ મનસુખા કળી જાય, અને ફ્રીથી તે પત્ર મેળવવાની સંધિ કદાપિ પણ આવે નહિ. વળી તે મારે માટે કેવી કલ્પના કરે? આવે વિચાર આવતાં તેણે પત્ર લેવાના વિચાર માંડી વાળ્યું, અને જે પ્રમાણે આવી હતી તે પ્રમાણે ધીમે પગલે પાછી ફરી, અને જતાં જતાં બારણું હતું તેમ બંધ કરી દીધું.
તે આવી ખાટલાપર પડી અને શરીરપર શાલ ઓઢી લીધી; પણ તેને નિદ્રા આવી નહિ. તે આમતેમ પાસાં ખદલવા લાગી. એટલામાં કાઈ બારણું ઠાકતું હોય ઍવા તેને ભાસ થયા. તરત જ તેણે કાન માંડ્યાં. આ વખતે તેને સ્પષ્ટ સમજાયું કે, કાઈ બારણું ઠોકે છે. તેની છાતીમાં ધ્રાસ્કા પડ્યો. તેનું હૈયું જોરથી ધડકવા લાગ્યું. તેણે છાતીપર હાથ દઈ દીધા. ફ્રીથી કાઇએ બારણું ધબકાવ્યું. તરત જ તે સફાળી ઉઠી ખેડી થઈ, ઇકામુદ્દૌલા જે એરડીમાં સુતા હતા ત્યાં ચાલી ગઈ, અને એકદમ મોટેથી ખેાલી,
“હજરત ! હજરત ! કાઈ બારણું ઠોકે છે. જાગે. જાગેા.” ઇક્રામુદ્દોલા એકદમ બેઠા થયેા, ઝટ તરવાર લીધી અને ખેલ્યા,
શું છે? શાહનદી સાહિબા! એમાં ગભરાવાનું શું છે?” એમ કહી તે એરડીમાંથી નીકળી શાહજાદીવાળી જગામાં આવ્યા; ત્યાં સળગતાં લાકડાંને સંકાર્યો અને જરા અજવાળું કર્યું; પછી બારણાં આગળ આવ્યા, એટલામાં ફરીથી કાઇએ બારણું હકયું.
“કાણુ છે?” ગંભીર અને નિડર સ્વરે ઇકામુદ્દૌલાએ પૂછ્યું. “ખુદાની ખાતર દરવાજે ખાલે,” જવાખ મળ્યા.
“પણ આપ કાણુ છે. તે જણાવશે। ?” ઇક્રામુદ્દોલાએ ફરીથી પૂછ્યું.
“ખુદાના અંદો, એક ગરીબ કીર.’
ઇક્રામુદ્દોલાને તે ખેાલનારના સ્વર પૂર્વે સાંભળ્યા હાય એમ લાગ્યું. તેણે ફરીથી પૂછ્યું,
“આપનું ઈસ્મ શરિફ્ ?'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com