________________
૧૦૬
રીનક મહેલની રાજખટપટ “નિશુમુદિન ચિશ્તી! ખેલે, ખુદાની ખાતર જલદી દરવાજો ખેલા.” - ઇઝામુદૌલાએ દરવાજાની આડ કાઢી નાંખી, અને હાથમાં તરવાર લઈ ઉભો રહ્યો કે વખતે કંઈ દગો હોય તે ઝટ તરવાર ઉગામાય. બારણું ઉઘાડતાંની વાર એક જાડાશે ફકીર ઝટ લઈને અંદર દાખલ થયો. ઇકામુદ્દીલાએ બારણું પુન: બંધ કરી દીધું, અને તરવારને ધ્યાનમાં નાંખી, અને હસ્યો.
પાક પરવરદિગાર!” ઇઝામુદૌલાએ કહ્યું, “મેં જાણ્યું કે કાં તે સિપાઈઓ છે, વા કેઈ લુટારૂછુટારૂ છે. પણ ખુદાના શુકાના છે કે, આપ નીકળ્યા. મૌલાના! આટલી રાતે અને આવા વિકટ સ્થાનમાં આપની મુલાકાતને લાભ મળશે, એવી મને સ્વને પણ કલ્પના ન હતી. વાર પણ મૌલાને! આપ ભલે આવ્યા. આ સુરાહીમાં જરા શિરાઝ છે તે પીઓ. અને આ ડાં ફળ છે તે આગ. જરા તાપણુ પાસે બેસી ટાઢ ખંખેરી નાખે.”
શુકે ખુદા!” એટલું કહી મૌલાનાએ સુરાહી પર હાથ નાંખ્યો, અને એક ધંટડામાં સાફ કરી દીધી. પછી તાપણું આગળ જઈ લાકડાં ખરી, કુકીને ભડકો કર્યો. તેના ચહેરા પર ખુમારી આવી. ડેળા મટમટાવી મૌલાનાએ કહ્યું,
હજરત! મને સ્વપને પણ ખ્યાલ ન હતું કે, હું ફરીથી આટલા જલદીથી આપને મળીશ. પણ ખયર ! ખુદાતાલાની રહમને પાર નથી. આજ મેં ખુદાની બંદગી ગુજારી હતી કે, મને કેાઈ રફિક મળી જાય તે ઠીક ને જરા દુખ્તરે અંગુર મળે તે સારું. ખુદાની મહેર છે કે બને ચીજો મળી.” એટલામાં આ ફરતા ફકીરની નજર દિલશાદ પર પડી. ઝટ ઉભા થઈ સાઈ સાહબ બોલ્યા,
“માફ કરજો શાહજાદી સાહિબા ! મેં આપને જોયાં નહિ. પણ ખરેખર આપ અહીં જ હોવાં જોઈએ, એમાં નવાઈ શી છે?”
“હું અહીં હેવી જોઈએ?” નમ્ર રષદર્શકસ્વરે દિલશાદ બેલી:-“શા માટે મૌલાના! આપનું એમ ધારવું થયું ?”
ફકીરના ચહેરા પર હાસ્યછટા ખેલવા લાગી, અને તેની આંખમાં મલકાટ થનથન કરવા લાગ્યો, તેણે કહ્યું,
“જ્યારે હું વરંગુલથી નીકળ્યો ત્યારે આપ નાસી ગયાં, એ સમાચાર ગામમાં ઘેરે ઘેર પ્રસરી રહ્યા હતા. કેઈ કહેતું કે, હજરત ઈઝામુદ્દોલા શહાવતપરસ્ત આદમી છે, અને તે આપને આપની મરજી વિરૂદ્ધ બળજોરીથી ઉપાડી ગયો છે. પણ મને તે બરાબર ખબર હતી, અને બીજા કેટલાક એમ ધારે છે કે, આપ રાજીખુશીથી ઈઝામુદ્દૌલા સાથે નાસી ગયાં છે; એટલા માટે કે, આપ મલેક મુબારકના હાથમાંથી બચી જાઓ. ગમે તેમ, પણ જે થયું છે તે ઠીક થયું છે, અને હું આપને મુબારકબાદી આપું છું.” | દિલશાદની આંખની કીકીએ વક્ર થઈ.
“આપની મુબારકબાદીની મને અગત્ય નથી, મૌલાના!” દિલશાદે મરડાટમાં કહ્યું, “આપ તેને આપની પાસે રહેવા દ્યો, અને મને કહ્યું કે આપ કોણ છે?”
* દુખશે અંગુર=દ્રાક્ષની દુહિતા અર્થાત કે શરાબ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com