________________
અરણ્યમાં આરામ
૧૦૧
જી, ના, આપની મહેરખાનીથી સહીસલામત છું,” ઇંક્રામુદ્દોલાએ જવાખ
આપ્યા.
“મારી મહેરખાનીથી, છી:” દિલશાદ ખેાલી; એમ કહેાને આપની મહેરખાનીથી હું આજ બચી ગઈ છું.”
“માણસની શું તાકાત છે કે કોઇને ખચાવે?” ઇકામુદ્દૌલાએ કહ્યું, “પણ શાહજાદી સાહિબા! અહીં બહુ વાર થાભવું એ સારું નથી. આપણે જરા આગળ -વધી કંઇક આરામ કરીશું.”
“વાર, તા જેવી આપની મરજી.”
એટલું કહી બંને જણે તે ઘેાડાપર ખેસી આગળ પ્રવાસ ચાલુ કર્યો. રસ્તામાં પછી કંઈ વિશ્ર્વ તેમને નડ્યું નહિ.
-83233243
પ્રકરણ ૧૪ મું અરણ્યમાં આરામ
અહીં પર્વતમય પ્રદેશમાં કાઈ આરામ લેવાનું સ્થળ જણાતું હતું નહિ. પવન સુસવાટાભેર વાતા હતા, અને જે ઘેાડાપર તેઓ મુશીબતને વટાવી આગળ વધતાં હતાં, તે પણ થાક્યા જેવા જણાતા હતા.
“આપણે કંઈ વિશ્રાંતિ લેવા જેવું સ્થળ આવે તે ત્યાં જરા આરામ લઇએ,” ઇકામુદ્દોલા ખાલ્યા.
“હા, પરંતુ અહીં કંઈ તેવું સ્થળ નજરે પડતું નથી.” “હમણાં આપણે કાઇક ગામડાની પાસે આવી લાગીશું.”
“ઠીક, જોઇએ,” દિલશાદ લાગણીરહિત સ્વરે ખાલી. આમ તે વાતચીત કરતાં માર્ગક્રમણ કરવા લાગ્યાં. ધાડો સંભાળપૂર્વક ધીમે ધીમે ડગલાં ભરતા હતા. અંતે તેએ એક ચઢાણ ઉતર્યા કે એક નદીના કિનારા પાસે આવી લાગ્યાં. અહીં કંઇક ઝુપડાં નજરે પડયાં. ઇકામુદ્દૌલા ઘેાડાપરથી ઉતરી જોઈ આવ્યા, તા ઝુપડામાં કાઇની વસ્તી જણાઈ નહિ. તેને લાગ્યું કે કેાઈ ભટકતી જાતના લેાકેાનું રહેઠાણ હેાવું જોઇએ, ને તે ત્યાંથી ચાલ્યા ગયા હેાવા જોઇએ. તે તરત જ દિલશાદ હતી ત્યાં પાશ કર્યો અને ખેલ્યા,
“આપણે ત્યારે અહીં જરા આરામ લઇશું?”
“હા, મારાથી તેા હવે એક ડગલું આગળ વધાય એમ લાગતું નથી.” “વારુ, તેા આપણે અહીં આરામ લઇશું.” ઇંક્રામુદ્દોલાએ જવાબ આપ્યા. એટલું કહી તેઓ તે ઝુપડાં આગળ આવ્યાં. દિલશાદને બહાર ઉભા રહેવાનું કહી, તે અંદર ગયા અને જોયું તે તે ખાલી હતું. ખૂણામાં એક ભાંગેલા ખાટલા પડેલા હતા. માટીનાં વાસણા આમતેમ પડેલાં હતાં, અને બીજી વસ્તુએ આમતેમ અસ્તવ્યસ્ત પડી હતી. ઝુંપડાની પાછળ ઢોર બાંધવાને વાડા હતેા. અહીં સુકું ઘાસ ખાત્રુએ પડેલું હતું, અને એક તરફ અહીં કાઇના કપાયલે હાથ અને જમીનપર સુકાઈ ગયેલા કાળા રાતા લેાહીના ધાખાં હતાં. ઇક્રામુદ્દીલા સમજ્યા કે, અહીં મારામારી અને ખળાત્કાર થયા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com