________________
૧૦૦
નક મહેલની રાજખટપટ - મૂકી એક ડગલું પણ આગળ ખસીરા નહિ. મારી ખાતર હું આપની અંદગીને જોખમમાં નહિ નાંખવા દઉં.”
“અલહદુલિલાહ!” ઈઝામુદ્દલા બે, અને તેણે નજર કરી તે એક ચિત્તાને વાંકા વળી કુદવાની તૈયારીમાં છે. ઇઝામુદૌલાએ ઝટ લઈને ઘોડાના પાછલા ભાગ પર તરવારની મૂઠવતી પ્રહાર કર્યો. તે તેજી જોડે જેસમાં નાસવા લાગ્યો. દિલશાદના ચહેરા પરથી લેહી ઉડી ગયું. તે ઘોડાને થોભાવવા યત્ન કરવા લાગી, પણ તેનું કંઈ વળ્યું નહિ. તેણે પાછળ નજર કરી તો જોયું કે, એક ચિત્તો ઈઝામુદ્દૌલાની ગરદન પર તલ.
ઈક્કામુદૌલા ઝટ વિજળીને વેગે વાંકે સરી ગયે, અને તરવારનો સપાટો એવા જોરથી ફેરવ્યો કે તે ઘાતકી પશુનું પેટ લગભગ કપાઈ ગયું અને ચિચિયારી પાડતું શબવત જમીન પર પડ્યું.
મરતા પશુની ભયંકર ગર્જનાથી બીજા બે ચિત્તા તેની વહારે તેના પર ધસી આવ્યા. એક તે તેની પાછળ થઈ ભાગે, પણ બીજાને આ ભક્ષ ઠીક છે એમ લાગવાથી તે તેના પર તૂટયો. ઈઝામુદ્દોલાએ એવી ચપળતાથી તરવાર ફેરવી કે તે ચિત્તાનું શિર શરીરથી છૂટું થઈ જમીન પર પડ્યું. આ બનાવ બને નહિ બન્ય એટલામાં તેણે તમંચાને અવાજ સાંભળે, અને તેની સાથે ભયની કિકિયારી તેને કાને આવી. ઈઝામુદ્દોલા હરણના વેગે દેડવા માંડ્યું. ઈશ્વરકૃપાથી તે એન વખતે જઈ પહોંચ્યા. ઘોડે પાછલા પગ પર ઉભો થયો હતો. દિલશાદ ઘોડાને વળગી પડી હતી, અને તે તમંચાથી ઘવાયેલું પશુ મરણિયું થઈ બમણું જેશથી તલપવાની અણી પર હતું. દિલશાદના એક ગોળી બહારથી તે પશુ સહેજ ઘવાયું હતું, પણ તે બીજે બહાર કરવાને અસમર્થ હતી. ઈઝામુદ્દોલાએ આવેશમાં તરવાર જમીન પર ફેંકી દીધી અને તે પશુનું ગળું બે હાથે પકડ્યું, અને ઘોડાપર તલપતા અટકાવ્યું.
શાહજાદી સાહિબા! આ૫ની કટારી, કટારી કાઢે. જલદી! જલદી! !” દિલશાદ ઘોડા પરથી ઝટ કુદી નીચે પડી, અને જોતજોતામાં તેણે કટારીથી તે પશુનું હૈયું ચીરી નાંખ્યું, પણ તરત જ તે બહેશ થઈ પડી.
અહા! શું રમણી હૃદયની વિચિત્રતા! કેવા પરસ્પર વિરોધી ભાવ! કુસુમ સદશ કેમળતા અને વજની કઠોરતા એક જ સ્થળે વસે, એ દેવની કેવી વિચિત્ર લીલા! ભયાનક પ્રસંગ જોતાં જ તે વજ સમાન હૈયું કરતી ભયની સામે થઈ પરંતુ ભય જતાં ને રક્તપાત જોતાં જ તેની આંખમાં તમ્મર આવી, અને તે જમીન પર પડી.
ઇકામુદૌલા તરત જ પાણી લેવા દો. પાસે વહેતા એક વહેળિયામાંથી ઠંડું પાણી લઈ આવ્યા અને તેના મોં પર છાંટયું. શીતળ હવાથી અને પાણીથી તેણે થોડી વારે પોતાની આંખે ઉધાડી, અને બેબાકળી નજર આસપાસ ફેંકી.
“શાહજાદી સાહિબા! આપને કંઈ ઇજાતિ થઈ નથી ને?” ઇમામુદ્દોલાએ પૂછ્યું.
શુકે ખુદા!” દિલશાદે જવાબ વાળે, “જી, ના. કંઈ ન થઈ નથી. આપને તે કંઈ થયું નથી ને ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com