________________
૯૮
રોનક મહેલની રાજખટપટ “કયાં?” દિલશાદે પૂછ્યું.
હુસ્નાબાદ તરફ જઇશું ને? દિલશાદે પુંઠ ફેરવી અને કહ્યું, “હું તે વરંગુલ જવાની.”
આ શબ્દો તેના મોંમાંથી બહાર નીકળ્યા ન નીકળ્યા એટલામાં તે ઇઝામુદ્દૌલાના હાથમાંની સુરાહી ધબ લઈને નીચે પડી, અને પાણું સર્વ ઢળી ગયું. ઈકામુદૌલા નીચે વળી તે લેવા ગયો, પણ તેમ કરતાં તેના બદનમાંથી એક મહારબંધ પત્ર નીચે પડ્યું. તેણે ઝટ લઈને તે પાછો લીધો અને તે ત્યાં સેરવી દીધું, અને તે પાણી ભરી લાવવા ગયે.
દિલશાદ પાષાણના પૂતળાની માફક ઉભી રહી. તેણે તે પત્ર દીઠે હતે. તેને લાગ્યું કે, ઈઝામુદૌલાની પરીક્ષામાં હું છેતરાઈ. તેની ખાત્રી થઈ કે, તે એક જાસૂસ છે, ચોર છે, અને તેણે જે કાગળ જે હતો તે અવશ્ય તે જ કાગળ હે જોઈએ.
એટલામાં ઈકામદૌલા પાછો આવ્યા અને બોલ્યો.
શાહજાદી સાહિબા! ચાલે, ઘડે તૈયાર છે.”
દિલશાદ વિચારમાં પડી, પણ તરત જ તેની પાછળ ચાલી. તેણે ચટ પિતાના મનમાં વિચાર કર્યો કે, હવે જે એ પત્ર એની પાસે છે, તો એની સાથે જવામાં લાભ છે. યોગ્ય તક હાથ લાગતાંની સાથે તે પત્રને નાશ કરીશ કે ફરીથી અમ્બાજાનને ચિંતાનું કારણું ન રહે.
'ઈકામુદ્દૌલાએ તેને ઘોડા પર બેસાડી, પછી તે ઘોડા પર સ્વાર થયું. તેણે પૂર્વવત લગામ હાથમાં લીધી, અને ઘોડાને હાંકી મૂક્યો.
રસ્તામાં વાંકીચૂકી ચઢણ હતી. ઝાડ લીલા છમ હતાં. હરિયાળી આંખને ટાઢક આપે એવી હતી. આમ તેઓ રસ્તો કાપવા લાગ્યાં. રસ્તામાં ચઢણ ને ઉતરાણ હતાં, પણ દાટ ઝાડને લીધે છાયા સુખકર હતી. આજુબાજુને દેખાવ મનહર હતો. આમ માર્ગક્રમણ કરતાં એક પશુને ઘુરકાટ કાને આવ્યો. દિલશાદની છાતી ધડકવા લાગી, અને ચહેરા પર ભીતિનાં ચિહ્ન સ્પષ્ટ જણાયાં. ઈઝામુદૌલા સાવધ થયો.
મને લાગે છે કે અહીં આટલામાં વાઘ હે જોઈએ.”
“ના, ના, એવું કંઈ નથી.” દિલશાહને ભય ટાળવા ઇમામુદ્દોલા બોલ્યો, “પછી તે પરમેશ્વર જાણે, જેવી ખુદાની મરજી !”
હાસ્ત” એટલું કહી ઈઝામુદૌલાએ સામે પાર જવાને ઘડાને નદીમાં ઝંપલાવ્યું. તે ચાલાક પ્રાણી સંભાળપૂર્વક નદી ઓળંગી સામે પાર ગયું. ઈક્રામદૌલા ઝડપથી ઘોડાને હાંકવા લાગ્યો. ઘેડે જ છે. ગયા હશે એટલામાં ઝાડીમાંથી ફરી તે અવાજ આવ્યો.
થોડી વારમાં એક ધુરતું રીંછ બાજુએ ચાલ્યું ગયું. એક શિયાળ કીકીઆરી મારતું ઝાડીમાં અદ્રશ્ય થયું. આપણું નાસી છૂટેલાં પ્રવાસીઓ રસ્તે ધીમે ધીમે કાપતાં હતાં, છતાં સવારના પહોરની ટાઢકને લીધે તેમને કંટાળો આવતે નહતો. તેઓ પરસ્પર બોલ્યા વગર આસપાસનું સૃષ્ટિસૌંદર્ય નિરખતાં રસ્તો કાપતાં હતાં. દિલશાદના માથાપરના વાળ છૂટા થયા હતા, અને તેના રેશમ જેવાં ગુંડળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com