________________
રૌનક મહેલની રાજખટપટ “શાહજાદી સાહિબા!” કામુલા બોલ્યો, “આપ શું નૂરમંજલમાં જવારાજ છે?”
“જરૂર” દિલશાદે જવાબ વાળ્યો.
પણ આપ એટલું યાદ રાખજો કે, મલેક મુબારક સાથે આપનાં લગ્ન થયાં નથી, એ સાબીત કરનાર આજ કેઈ ત્યાં નથી.”
“તે શું કાલે ત્યાં કેઈએમ પૂરવાર કરે તેમ હતું ?”
“જી, ઈકામુલાએ જવાબ વાળે, “પણ આજ તે કઈ નથી. આજ કઈ એમ નહિ કહે કે, આપનાં લગ્ન મલેક મુબારક સાથે નથી થયાં. દરેક જણ એ વાત માનશે નહિ. દરેક જણે આપની વિરૂદ્ધ જશે. દરેક જણ એમ જ માને છે કે, આપે રાજીખૂશીથી લગ્ન કર્યા છે. માત્ર એક જ રસ્તો છે, અને તે એ કે આપને રૌનક મહેલમાં ગયા વગર છૂટકે નથી. ત્યાં જઈ આપ એમ કહી શકશે કે, મને ઇકાલા મારી મરજી વિરુદ્ધ બળાત્કારથી લઈ ગયોતે સિવાય બીજો રસ્તો નથી.”
“અને હું એ રસ્તે પત કરું તો?” દિલશાદખાનમે કહ્યું. “આપ તેમ કદાપિ નહિ કરે,” ઈકામુદ્દોલાએ જવાબ આપે.
આપ અસત્ય બોલવાનાં નથી, અને આપ મલેક મુબારકને આશ્રય લેવાનાં નથી.”
ખરી વાત, પણ અહીં રહીને હું શું કરવાની છું?” તે આપ વરંગુલમાં જઈ શું કરવાનાં છે?” કામુદીલાએ પૂછ્યું.
“વરંગુલમાં એક જરૂરી કામ કરવાનું છે. અબ્બાજાને એક ખતપર દક્ત કરી આપ્યા છે. એ પત્ર પર દસ્કત કરી આપ્યા ત્યારે તેઓ શુદ્ધિમાં ન હતા. તેમને નિશે કરાવી દગાબાજીથી તે પર સહી કરાવવામાં આવી હતી. આ પત્ર મેળવવાને માટે હું મલેક મુબારક જોડે શાદી કરવા તૈયાર થઈ. તેણે તે પત્ર અને વસ્લની રાત્રે આપવા કબૂલ કર્યું હતું, પરંતુ તે પત્ર તે કઈ ચોરી ગયું છે, એમ મને કાલે જ ખબર પડી, અને સાથે એ પણ જાણ્યું કે એ પત્ર મારી સાથે લગ્ન થયા પૂર્વે જ ખોવાઈ ગયા હતા, છતાં એ વાત તેણે મને જણાવી નહિ અને મલેક બારકે મને જાણી જોઈને ઠગી. આ પત્ર કોઈના હાથમાં જરૂર ગયો હવે જોઈએ. તે કાગળની અંદરની બીના એવી તો હાનિકારક છે કે તે કાગળ કેઈના હાથમાં રહેવા દેવો એ સારું નથી. એ કાગળ જેના હાથમાં હશે તે સુલ્તાન કુલિખાના નાશના સાધન તરીકે વાપરશે. આ કાગળને માટે મારે વરંગુલ જવું પડશે. પણ હા, હું ભુલી, મને એમ જણાવવામાં આવ્યું છે કે એ કાગળ આપની પાસે છે?”
“આપને એ વાત તેણે જણાવી? મલેક મુબારકે?” દિલશાદે જવાબમાં ડોકું ધુણાવ્યું.
તે એ તદન ખૂટી વાત છે. એ પત્ર મારી પાસે નથી. આપ એ પત્ર મેળવવાને જેટલાં ઉત્સુક છો તેટલો જ હું તે પ્રાપ્ત કરવાને માટે ઉત્સુક છું. એ પત્ર લાવનાર હું જ હતો, અને તે પત્ર પાછો પોંચાડવાનું કામ પણ મેં જ પત કર્યું હતું, પણ અત્યારે હવે વરંગુલ જવું એ મારા હિતને માટે સારું નથી, અને જે મારો ચાલશે તે આપ પણ વદંગલ પાછો નહિ ફરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com