________________
૫૨૪
રાસમાળા
ત્યાર પછી દિવાળીની લગભગ રાવ ઈડરથી નીકળ્યા. તેવામાં જોધપુરને રાજપુત્ર અમરસિહ મૃગયા રમવાને નીકળે હતિ, તેણે એક વરાહને (સુવરને) ઘાયલ કર્યો તે દોડતો દોડતો વીકાનેરના રાજ્યમાં જઈ પહોંચ્યા, ત્યાંના રાજાએ તેને મારી નાંખે. તે ઉપરથી અમરસિંહ ક્રોધાયમાન થયો અને બોલ્યો કે જેણે મારા ઘાયલ કરેલા વરાહને માર્યો છે તેને હું મારી નાંખ્યા વિના છોડનાર નથી. આ નિશ્ચય કરીને તે વીકાનેર ઉપર ચડવાને તૈયાર થયો. એ વાત દિલ્હી પાદશાહના સાંભળવામાં આવી. એટલે તેણે કજિયાનું સમાધાન કરાવવાને સારૂ શાહજાદાને મોકલ્યો. તે અને વીરમદેવ રસ્તામાં મળ્યા. શાહજાદાએ પોતાના ભાઈનું વૈર લેવાને ધાર્યું. પણ એટલામાં તે તેને અમરસિંહને કાગળ પહોંચે, તેમાં લખ્યું હતું કે, “જે તમારે મારી સામે લડવાની મરજી હોય તે હું તૈયાર છું.” આ પ્રમાણે લખવાનું કારણ એવું કે તેના વિચારમાં એવું આવ્યું કે એ વીકાનેરની મદદ આવ્યો છે. આ ઉપરથી રાવને કાંઈ હરકત કયા વિના તેને વીકાનેર મદદ જવાની અગત્ય પડી. ત્યાં બન્ને બાજુવાળાઓને લડાઈ ચાલતી હતી, તેવામાં, રાવ રામપુર આવ્યો. જ્યારે તે ત્રીસ માઈલને છેટે આવી પહોંચે ત્યારે પિતાના આવવા વિષેના સમાચાર તેણે કહાવી મોકલ્યા. હવે રામપુરનો દસેંદી ચારણ કઈ એક વેળા ઈડર ગયો હશે ત્યારે ત્યાં તેનું જોઈએ એવું સન્માન થયું નહિ હોય, તેની મનમાં આંટી રાખીને જ્યારે રાવના આવવા વિષેની વાત તેણે જાણું ત્યારે પેલા અરણું પાડાને રાવના આવવાના રસ્તામાં છૂટે મૂકો, અને તેને સબબ એવો ગોઠવ્યું કે રામપુરમાં ઘણું નુકશાન કરે છે માટે છોડી મૂક્યો છે. રાવે તેને આવતે જે, ત્યારે તેણે ધાર્યું કે મને મળવાને મારા આવવા ઉપર એને છૂટે મૂકો હશે, તે ઉપરથી તેણે તેને ઠાર કર્યો. પણ મનમાં જાણ્યું કે “મારી મશ્કરી કરવાના મનસુબાથી “આમ કર્યું હશે.” તે ઉપરથી તેને ઘણે ક્રોધ ચડ્યો અને ધારયું કે, “જે “મેં એને મારી નાંખ્ય હેત નહિ તો મારી લાજ જાત.” આ ઉપરથી કધાયમાન થઈને બે માઈલ ઉપર એક ગામ હતું ત્યાં રાતની રાત મેલાણ કરયું. જ્યારે રામપુરના રાજાના જાણવામાં એ વાત આવી ત્યારે તે વીરમદેવને મળવાને ગયો, અને તેની ક્ષમા માગીને સમજાવી આપ્યો કે, “એ “પાડાને કાંઈ મેં છૂટે મૂકો નહ.” ઘેર આવીને જ્યારે તપાસ કર્યો ત્યારે જાણવામાં આવ્યું કે ચારણે તેને છૂટો મૂકયો હતો, અને આ કારણને લીધે તેણે ઘણે ઠપકે દીધે.
ત્યાર પછી રાવ ત્યાં એક મહિને રહ્યા, અને પાછા જવાની વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com