________________
પર૩ •
રાવ વિરમદેવ જાતે ચારણને ઘેર ગયા, અને બહુ મૂલ આપીને તે ઘડે ઘેર લઈ આવ્યા. છ મહિના રાતબ દીધા પછી, તેણે તે જ ચારણને બેલા, અને (આવો મામલે જેઈ સર્વે ચકિત થઈને જોવા લાગ્યા) તેને પેલે ઘોડે આપી દીધો.
જ્યારે રાવને આ વાતની જાણ થઈ ત્યારે તે પિંડે પેથાપુર આવ્યો, અને બહુ સારું કહ્યું, એવું પોતાના સસરાને કહીને રાણુને પોતાની સાથે ઘેર તેડી લાવ્યા.
પછી ચારણે રાવને કહ્યું કે ચોમાસામાં ઘોડાને સાચવવા રાખે. પણ રાવે કહ્યું કે મારે સરદાર માલજી ડાભી બહાર બ્રહ્મખેડમાં કામગિરી ઉપર છે તેને સાચવવાને ઘેડે આપે. તે ઉપરથી ચારણે ઠાકર માલજીને ઘોડે આપ્યો. ત્યાર પછી, તરત જ, તરસંગમાને રાણે વાઘ ખેડ સુધી ઉપદ્રવ કરવા લાગ્યો, અને ડાભી એ જ ઘોડા ઉપર ચડીને લડાઈયે નીકળી પડ્યો. તેમાં તે જિત પામ્યા, અને ઢેર પાછાં વાળ્યાં પણ ઘોડે ઘાયલ થયો; કેમકે વાધવા ગામની પાસે માદાવરી ડગર છે તેના ઉપર ઉપદ્રવ કરનારા ચડી ગયા હતા, અને પેલો ઘોડે ડુંગરા ઉપર અર્ધા રસ્તા સુધી કુદી ગયો હતો તેની નિશાનિયા આજે પણ છે. એ જગ્યા ઘણુ કોલી છે, અને ઘોડાથી ચડી શકાય એવી નથી. ત્યાર પછી ધોડો ઘાયલ થયા હતા તેથી તે મરણ પામ્યો. તે ઉપરથી ચારણે થોડીક કવિતા કરેલી છે. આ રાણે વાઘ ઘણો શૂરવીર હતું, અને તે કહેતો હતો કે;
હું રાણે વાઘ, મારો હરણાવ સુધી ભાગ.” એટલે નદી હરણાવ, જે સતલાસણ પાસે ભાટિયાના ભાણપુર આગળ સાભ્રમતીને મળે છે, તેના ઉપર રાણે પોતાની સરહદ તરીકે દા કરતે હતો.
- ત્યાર પછી બીજી દસરા આવી, ત્યારે રાણુએ પિતાને હાથે ચોગાનિયે પાડો માર્યો. તે દિવસે રાણુ ચદ્રાવતીજીને મહેલ જવાને વારે હતે ત્યાં જઈને રાણુને કહ્યું કે, “આજે મેં એક ઘણું મહટા પાડાને માર્યો.” ત્યારે રાણું બોલીઃ “પાડા તે જુદી જાતના હોય છે, એ કાંઈ પાડે કહેવાય “નહિ.” આવું સાંભળીને રાવ ઘણો ગુસ્સે થયા, અને બેઃ “જ્યારે તમે
મને બીજી જાતને પાડે બતાવો ત્યારે તમે ઈડર પાછાં આવજે, ત્યાં સુધી, “પિયર જઈને રહે.” એમ કહીને તે ઉડ્યો એટલે રાણિયે તેને કહ્યું કે, “આવતી દીવાળિયે રામપુર પધારવાનું વચન આપો.” રાવ તે પ્રમાણે વચન આપીને ચાલતે થયે, અને સવાર થઈ એટલે રાણું પિતાને પિયર ગયાં, અને જબરામાં જબરે એક અરણે પાડે શોધાવીને તેને ખૂબ ખવરાવા માંડ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com