________________
રાવ વીરમદેવ
૫૨૫
કરવા લાગ્યા, ત્યારે રાણું બોલીઃ “મારા બાપના મરણ પછી બુદીન રાવ મારા ભાઈને હાને જાણીને તેનાં કેટલાંક પ્રગણું દબાવી પડ્યો છે. આપ “અહિં પધાર્યા છો તે કૃપા કરીને તે એને પાછાં અપાવો.” આ ઉપરથી વીરમદેવે બુંદીના રાવને લખ્યું કે, “પ્રગણું પાછાં આપો, નહિતર લડવાને તૈયાર “થાઓ, અને સીમાડા ઉપર આવે.” તે ઉપરથી બન્ને રાવ સીમાડા ઉપર મળ્યા ને ત્યાં લડાઈ થઈ તેમાં બન્ને બાજુનાં ઘણાં માણસ માણ્યાં ગયાં. તથાપિ પ્રગણું પાછાં જતી લીધાં અને રાવ પાછા રામપુર આવીને રાણીને પિતાની સાથે ઈડર લઈ ચાલ્યો. ત્યાર પછી તેણે સાયાજી ગઢવીને એક હાથી અને લાખ પસાવનું દાન કર્યું.
થોડે દિવસે, પછી, વીરમદેવ ગંગાજીની યાત્રા કરવા સારૂ નીકળ્યો; ત્યાં સેરમઘાટ સ્નાન કરીને પાછો વળે. હવે તેની એકરમાઈ બહેન (રાયસિંહની સગી બહેન) જે જયપુર પરશું હતી તેણે રાવના આવ્યાના સમાચાર જાણ્યા. એટલે કુંવર, તેનો પ્રધાન, અને બીજાઓને સામા તેડવા મોકલીને તેને આગ્રહથી જયપુર બેલાવી આ. રાવે જાણ્યું કે એ પિતાના ભાઈનું વેર લેવાને મને ઝેર દેશે, તેથી, ખાવાપીવામાં ઘણું સાવચેતી રાખતો હતો. તેણે ઘેર જવાને આજ્ઞા માગી ત્યારે ઝેર દીધેલો પિષક બક્ષીસ કર્યો. જ્યારે તે ચાલતો ચાલતે ભલેડે ઈડરવાડાની સરહદમાં આવ્યો એટલે તેને કશો ભય રહ્યો નહિ ત્યારે પેલો બહેનને પોષાક પહેર્યો કે તત્કાળ આખે શરીરે ઝેર વ્યાપી ગયું અને એક ઘડીમાં મુડદુ થઈને પડ્યો. તેને ભીલડાના દરવાજા આગળની ટેકરી ઉપર અગ્નિસંસ્કાર કર્યો. એ સમાચાર ઈડર રાણિયાના સાંભળવામાં આવ્યા ત્યારે તેઓ તેની પછવાડે સતી થઈ.
વીરમદેવને પુત્ર હતા નહિ. પણ રાવ નારણદાસના બાકી રહેલા પુત્ર–ગોપાલદાસ, કેશવદાસ, સામલદાસ, કલ્યાણમલ, અને પ્રતાપસિંહ જીવતા હતા. કેશવદાસ અને સામળદાસને સબળવાડ અને હાથિયા વસઈ ને ગ્રાસ મળે. પ્રતાપસિહનું મોસાળ તરસંગમે હતું, તેથી, તે ઘણેખરે ત્યાં રહેતા હતા. ત્યાં તેણે એક પ્રસંગે રાણાને કાંઈ નુકસાન કર્યું તે ઉપરથી તેણે તેને મારી નાંખે, એ પણ એક કારણ હતું. તે ઉપરથી રાવ કલ્યાણમલજી જ્યારે ગાદિયે બેઠા ત્યાર પછી તરસંગમાં માર્યું હતું.
વીરમદેવનું મરણ થતાં પહેલાં ગોપાળદાસ અને કલ્યાણમલ દ્વારકા યાત્રા કરવા સારૂ સાથે ગયા હતા, તે સમયે તેઓ ત્યાં શ્રીકૃષ્ણની પૂજા કરતા હતા તેવામાં, તેમના કપાળનું રૂપાનું તિલક કલ્યાણમલના ખોળામાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat