________________
મુઝફર બીજો-ઈડરવાડા ઉપર ચડાઈ ૪૫ માટે આપણી વચ્ચે લડાઈ ઉઠવાનું કારણ થયું; પણ તેને માટે હું ઘણો દિલગીર છું. તે સાથે તેણે સો ઘોડા અને બે લાખ ટકા ભેટ મોકલ્યા. મુઝફફર શાહે વિચાર્યું કે માળવાની ચડાઈ બંધ પડી છે તેથી રાવના દેષ ઉપર આંખઆડાકાન કરીને મોકલેલી ભેટને સ્વીકાર કરવો એ યોગ્ય છે. તે પછી માળવા ઉપર ચડાઈ કરવાના કામમાં રાવની ખંડણીને ઉપયોગ કરતા માળવા ઉપર ચાલ્યો. ઈડરને રાવ ભીમ ત્યાર પછી મરણ પામ્યો એટલે તેને કુંવર ભારમલ તેની પછવાડે ગાદિયે બેઠે; પણ ચિડના સંગ રાણની પુત્રી સૂરજમલના કુંવર રાયમલજી બહેરે પરણાવી હતી અને તે હવે પાકી ઉમરે થયે હતો તેથી રાણા સંગે ભારમલને તરત જ ગાદી ઉપરથી ઉઠાડી મૂકે. ભારમલે ઈ. સ. ૧૫૧૫ માં મુઝફફર શાહની ભણું પોતાના વકીલ, આશ્રય માગવાને મોકલ્યા અને સંગ રાણે વચ્ચે પડ્યો તેથી પાદશાહ નારાજ થયો, અને પિતાની આજ્ઞાથી રાવ ભીમ ઈડરમાં રાજ્ય કરતે હતો એ વાત નક્કી કરી બતાવાને લાગ મળ્યો; તેથી રાજી થઈને ઈડર ઉપર જ મોકલવાને નિશ્ચય કર્યો. નિજામુલ મુલ્ક તેને સરદાર હતો તે આજ્ઞા પ્રમાણે ચડ્યો, અને ભારમલને ફરીથી ગાદિયે બેસાડ્યો. પણ ડુંગરામાં રાયમલછની પછવાડે પડતાં તેની સાથે લડાઈ થઈ તેમાં તે હાસ્ય અને ઘણે નાશ થયો. નિજામુલ મુકને આજ્ઞા કરેલી તે ઉપરાંત તેણે પગલું ભર્યું તેટલા માટે પાદશાહે તેને ઘણે ઠપકે દઈને રાજધાનીમાં પાછો બેલા, પણ ત્યાં તે આવી પહોંચ્યો એટલે તેને અહમદનગરને સૂબો ઠરાવ્યું. ઈ. સ. ૧૫૧૭ માં રાયમલજિયે ફરીને ઈડરવાડામાં દેખા દીધી, તેની સામે થવાને એક ઘેડેશ્વારની ટુકડી આપીને જહીર-ઉલ-મુલ્ક અથવા હિન્દુઓની કથામાં જેને જેરખાન કહે છે તેને મોકલ્યા; પણ બસ સાત માણસને મારીને તેને હરાવ્યું. તે ઉપરથી મલેક નુસરત-ઉલ-મુલ્કને વિસનગર ઉપર મોકલ્યો અને શાહે પિતાના હુકમમાં જે દેશને બંડખોરેનું સ્થાન અને સ્વધર્મભ્રષ્ટ થયેલા લોકનું રહેઠાણુ કરીને લખ્યું છે તે બધાએ દેશ લુંટવાની ને ઉજજડ કરવાની તેને આજ્ઞા કરી.
મુઝફ્ફર શાહનાં ત્યાર પછીનાં બીજાં બે વર્ષો તો માળવાના સુલ્તાનને તેની ગાદી ઉપર ફરીને સ્થાપવામાં પ્રતિષ્ઠાપૂર્વક ગુજયાં. રજપૂતને તેણે એક
૧ ટીટાઈ અને રીટાડાની વાવમાં આ રાજા વિષેના બે લેખ છે. પહેલી વાવ સંવત ૧૫૬૬(ઇ. સ. ૧૫૧૦)માં શ્રી મહારાય શ્રી શ્રી શ્રી ભીમ અને કુંવર શ્રી ભારમલની આજ્ઞાથી બંધાવી છે. બીજી સંવત ૧૫૯૯ માં (ઈ. સ. ૧૫૪૩) જ્યારે મહારાજા રાવશ્રી ભારમલ જયવંતપણે રાજ્ય ચલાવતા હતા તે વેળાએ બંધાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com