________________
૪૯૬
રાસમાળા
બે વાર હરાવ્યા, મંડુ ગઢ ઉપર હલ્લે કરીને તેને કજો કરી લીધે, અને રાણો સંગ તેનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરતો હતો તેને નાશી જવાની જરૂર પાડી. મુઝફફર શાહ સુલ્તાન મહમૂદને એસિંગણ કરીને પોતાની રાજધાની તરફ પાછા વળ્યો હતો ત્યાં તે આવી પહોંચ્યો નહિ. એટલામાં તેને એવા સમાચાર મળ્યા કે, ઈડરના રાયમલજિયે વિસનગરના ડુંગરામાંથી નીકળી જઈને પાટણ પરગણું ઉજ્જડ કરી નાંખ્યું છે, અને ગિલવાડાનું શહેર લૂંટી લીધું છે. રાયમલજીને છેવટે, મલેક નુસરત-ઉલ-મૂલ્ક જે ઈડર આગળ હતો તેણે પાછો ફહાડી મૂક્યો. પાદશાહે રાયમલજીને પકડવાનો નિશ્ચય કર્યો, તે જાતે વિસલનગર ઉપર ચડ્યો અને દેશ ઉજજડ કરી નાંખે. પરંતુ પિતાની મતલબ તેનાથી પાર પાડી શકાઈ નહિ. પછી તરત જ રાયમલજી રોગથી મરણ પામ્યો એટલે તેના વારસ તરીકે ભારમલ નિષ્કટક રાજ્ય ચલાવવા લાગ્યા.
આ વેળાએ એવા સમાચાર સાંભળવામાં આવ્યા કે, માળવાના સુલ્તાન મહમૂદે ગુજરાતની ફોજના આશ્રયથી મેદનીરાય અને રાણસિંહની એકઠી મળેલી સેના ઉપર હુમલો કરવાની હિંમત ચલાવી તેમાં તેણે હાર ખાધી અને (જખી થઈને) કેદ પકડાયો. પછી તરત જ નુસરત-ઉલ-મુલ્કને ઈડરના કારભાર ઉપરથી ખસેડીને મુબારિઝ-ઉલ-મુલ્કને તેની જગ્યાએ કરાવ્યું હતો તેના મોં આગળ કઈયે આવીને રાણા સંગના શુરવીરપણે વિષે વખાણ કરવા માંડ્યાં. મુબારિઝનાથી તે સહન થઈ શકયું નહિ, એટલે કિલ્લાને દરવાજે એક કૂતરે બંધાવીને તેનું રાણુને નામે નામ પાડીને તે પ્રમાણે બેલાવાની તેણે આજ્ઞા કરી. આ પ્રમાણે રાણું સંગનું અપમાન કર્યું, તે વાત તેના સાંભળવામાં આવી; એટલે તે એવો ધાયમાન થયો કે, ઈડર ઉપર હુમલો કરવાને ઈરાદે તે તરત જ નીકળી પડ્યો; અને શિરેાઈ સુધીને દેશ ખુલ્લી રીતે લૂંટી લીધો. તે વાગડ આગળ આવ્યું એટલે ત્યાને રાજ તેને મળી ગ, તેને સાથે લઈને તે ડુંગરપુર ભણું ચાલ્ય; ત્યારે ઈડરના સૂબાને નવી ફેજ મંગાવવાની અગત્ય લાગી; પણ દરબારમાં તેના પ્રતિપક્ષી હતા તેઓએ તે મોકલવા દીધી નહિ, અને ઉલટું પાદશાહને સમજાવ્યું કે મુબારિઝે અયોગ્ય રીતે રાણાનું અપમાન કર્યું અને હજુ સુધી એના ઉપર હલ્લો તે થયો નથી એટલામાં તે હિંમત હારી જઈને આશ્રય માગે છે. આ પ્રમાણે આધાર મળે નહિ એટલે મુરિઝ ઉલ મુલ્કને ઈડર છોડી જવાની જરૂર પડી અને ત્યાંથી નીકળીને અહમદનગરના કિલ્લામાં જાતે રહ્યો. બીજે દિવસે સંગ રાણે રઠેડના રાજધાની નગરનો કન્સે કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com