________________
४८४
રાસમાળા
પ્રકરણ ૭. મુઝફફર બી -સિકંદર-મહમૂદ બીજે-બહાદૂરશાહમહમૂદ લતીફખાન, અમદાવાદના રાજવંશની
સમાપ્તિ-અકબર પાદશાહ. મહમૂદ બેગડાની પછી તેને શાહજાદો મુઝફર બીજે ગાદિયે બેઠે, એના રાજ્યના પ્રારંભમાં માળવાના સુલ્તાન ભણીથી, એને આશ્રય માગવાને માટે આતુરતાથી વિનતિ કરવામાં આવી. સુલ્તાને કહ્યું કે મારે હિન્દુ પ્રધાન મેદનીરાય છે તે એટલે બધે સત્તાવાન થઈ પડ્યો છે કે હું તે માત્ર નામનો જ પાદશાહ છું; પણ કશો અધિકાર મારી પાસે નથી, તેથી, પાખંડીપણાની સત્તા મારા રાજ્યમાં ઝડપથી ચાલવા માંડી છે. મુઝફફરના મનમાં ખરા ધર્મની આસ્થાને લીધે લાગણી ઉશકેરાઈ આવતાં તરત જ ભેજના દેશ (માળવા) ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી, અને અણહિલવાડ પાટણના સૂબેદાર એનુલ મુકને અમદાવાદ આવી રહેવાને આજ્ઞા કરી. ઈડર રાઠોડ રાજા રાવ ભીમ જે રાવ ભાણુને પુત્ર થાય, અને જેણે પોતાના ભત્રીજા રાયમલજીની ગાદી છીનવી લીધી હતી એવું આગળ લખવામાં આવ્યું છે, તેણે સૂબેદારની ગેરહાજરીને સારે સમય સાધી લઈને સાભ્રમતી નદી સુધી આસપાસને દેશ લૂંટ્યો અને ઉજજડ કરી નાંખે. એનુલ મુલક આ સમાચાર સાંભળીને મોડાસે ચડી આવે, ત્યાં આગળ રાવ ભીમે તેના ઉપર હલ્લે કરીને તેને હરાવ્યો અને તેના એક નામીચા અધિકારીને અને બસે માણસેને ઠાર કર્યાં. મુઝફફર શાહ આવા સમાચાર સાંભળીને પિતાના રાજ્યમાં તરત જ પાછો આવ્યો, અને મેડાએ મેલાણ કરીને ત્યાંથી આખો ઈડરવાડે ઉજડ કરી નાંખ્યો. રાવ ભીમ પિતાની મેળે ડુંગરામાં સંતાઈ પેઠે; પણ ઈડરના કિલ્લેદાર મુસલમાનના જ લખવા પ્રમાણે માત્ર દશ રજપૂત હતા, તેઓએ શત્રુઓની સામે આગ્રહપૂર્વક જગ્યાનું રક્ષણ કર્યું, તેય પણ ઈડર તે લેવાયું ત્યાંનાં દેવાલય, મહેલ અને ઉદ્યાનગૃહો પાયમાલ કરી નાંખ્યાં, અને ત્યાંના શુરવીર રક્ષકેને કલ કર્યા. તેવામાં રાવે મદન ગોપાલ નામના એક બ્રાહ્મણને પોતાના વકીલ તરીકે શાહની પાસે મેકલીને કહેવરાવ્યું કે, એનુલ મુલ્ક વગર કારણે જુલ્મ કર્યો, એટલા
૧ એનું નામ ખલીલ ખાન હતું, તે ઈ. સ. ૧૪૭૦માં એપ્રિલ મહિનાની ૧૦ મી તારીખે જન્મ્યા હતા. તે પોતાની ૪૧ વર્ષની ઉમ્મરે સુલ્તાન મુઝફફરનું નામ ધારણ કરીને ગાડિયે બેઠે. મિરાતે અહમદીમાં ૨૭ મે વર્ષે ગાદિયે બેઠાનું લખ્યું છે તે ભૂલ છે. કેમકે ઇ. સ. ૧૫૧૧ માં ગાદિયે બેઠે છે. અને ૧૫૨૬ સુધી રાજ કર્યું છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com