________________
અહમદ શાહ પહેલો-મુંબાઈ બેટ ઉપર હલે ૪૫૭ સુલ્તાનના જાહેરનામાની વાત તેના જાણવામાં હતી તેથી તેનું માથું કાપીને સુલ્તાનને રજુ કર્યું. વીસલનગરના જે દેશમાં ડુંગરાઓની માંહે રાવ પુંજાને સંતાઈ રહેવાની ટેવ પડી હતી તે જગ્યા ઉજજડ કરવાને અહમદ શાહે એક ટૂકડી મેકલી.
રાવ પુંજાની પછી તેને કુંવર નારણદાસ ગાદિયે બેઠે. તેને વિષે ફરિશ્તાએ લખ્યું છે કે, ગૂજરાતના ખજાનામાં ત્રણ લાખ રૂપાના તનખાની ખંડણ દર વર્ષે આપવાનું તેણે કબૂલ કર્યું હતું. ઈડરથી સુલ્તાન ગઢવાડાના પરગણા ઉપર ચડ્યો અને બીજે વર્ષે ઇસ. ૧૪૨૮ માં નારણદાસ સાથે થએલી સલાહ તૂટી; “એટલે ઈડર ઉપર તેણે ફરીથી હુમલો કરીને ઈડરવાડાને એક કિલ્લે નવેમ્બરની ૧૪ મી તારીખે છાપો મારીને લીધો અને ત્યાં એક ભવ્ય મસીદ બંધાવી.”
દક્ષિણ માંહેલા બ્રાહ્મણ રાજા સાથે અહમદ શાહને લડાઈ થઈ તેમાં ચાલુ રીત પ્રમાણે તેની જિત થઈ છાણી અને માહીમ તથા મુમ્બા દેવીના બેટ મળીને હાલને મુંબઈ બેટ બને છે તે ગૂજરાતના રાજાએના તાબામાં હતું એવી મને રંજક વાત આ ઠેકાણે જાણવામાં આવે છે. એક ખંડિયે હિન્દુ રાજા જે રાય કહેવાતો હતો તેને સ્વાધીન તે વેળાએ માહીમ હતું, તે રાજાએ પછવાડેથી પોતાની પુત્રી શાહ અહમદના શાહજાદા હેરે પરણાવી હતી. મુસલમાનેએ આ દેશની ઈલાયદી જિત કરી હેય એ લેખ કહિયે જણાતો નથી, તેમ જ, ગુજરાતના સુલ્તાન અથવા તેમના સૂબાઓમાંથી કોઈ આ સમય સુધી ખરેખરા જંપીને નવરા પડ્યા હોય એમ જણાતું નથી. તેમ જ, આ ઈલાયદા અને દૂરના પ્રદેશમાં તેમનું રાજ્ય વિસ્તારવાનું કામ માથે લેવાને શક્તિમાન થાય એવાં પૂરતાં સાધન મળ્યાં હોય એમ પણ જણાતું નથી. પાછળ આપણું જોવામાં આવ્યું છે કે અણહિલવાડના રાજાઓ છેક દક્ષિણ સુધી પોતાની ફેજ લઈ ગયા છે; અને જે ખાનદેશના ઉત્તર ભાગમાં કર્ણ ઘેલ ગૂજરાત ઉપર ચડાઈ થયાં પછી, ઘણી વાર સુધી રહ્યો હતો તે તેઓએ પોતાને સ્વાધીન કરી લીધે એટલું જ નહિ, પણ તેઓએ આખું કેકણ કબજે કરી લીધું છે, અને કેહાપુરના રાજ્યને પણ બહીક દેખાડી છે. આ ઉપરથી એવી કલ્પના થાય છે કે અણહિલવાડના રાજાઓના તાબાના દેશમાં મુંબઈ અને ઉત્તર કેકણ એ એ આવી ગયેલાં હતાં તે વાઘેલા વંશને નાશ થયાથી તેમનું રાજ્ય મુસલમાનોના હાથમાં ગયું ત્યારે તે તેમના હાથમાં ગયાં; એ વાતની સાબીતીને માટે અણહિલવાડના રાજાઓની દરિયાઈ સત્તા ચાલતી હતી તેની થોડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com