________________
૪૫૬
રાસમાળા
સલાહ થઈ એટલે, ગુજરાતના પાદશાહને પિતાની પાસેના રાજાઓ ઉપર વૈર વાળવાને લાગ ફાવ્યો. તેણે ઈડરને કબજે કરી લીધો, અને ચાંપાનેર ઉપર ચડાઈ કરીને દર વર્ષે ખંડણું આપવાનું રાવળની પાસે કબૂલ કરાવ્યું. ત્યાર પછી, તે પોતાના દેશની સરહદ નક્કી કરવાને પાછા વળે, અને હુલ્લડી લોકેાને વિખેરી નાંખ્યા, તથા હિન્દુનાં દેવાલ તોડી પાડીને તે ઠેકાણે મસીદો કરી. વળી ત્યાં કિલ્લા બાંધીને કિલ્લેદાર રાખ્યા; તેમાં બારિયા અને શિવપુરનાં પ્રગણામાં જીડ શહરને કિલ્લો પણ હતા. પછીથી પર્વતમાં કિલ્લો બાંધીને દાહોદ નામે વ્યાપારી શહર વસાવ્યું. ત્યાર પછી, અલાઉદ્દીન ખિલજીની વતી અલપખાન રાજ્ય કરતો હતો તેના હુકમથી ઈ. સ. ૧૩૦૪માં કરી(ખેડા અથવા કડી)ને કિલ્લે બંધાવ્યો હતે તેની મરામત કરાવીને તેનું નામ સુલ્તાનાબાદ પાડ્યું.
ત્યાર પછી માળવા સાથે ઘણા દિવસ સુધી લડાઈ ચાલી, તેમાં અહમદ શાહ રેકાય. આ લડાઈથી તેની ફેજને એટલો બધો ધક્કો લાગ્યો કે, કેટલાંક વર્ષ સુધી પારકા દેશ ઉપર હલ્લો કરવાને તેનાથી બન્યું નહિ, તેય પણ એકંદરે તેની જિત થઈ. ઈ. સ. ૧૪૨૬ માં તે ઈડર પાછું લેવાને ચડ્યો, પણ તે શહર ટકાવી રાખવાને પિતાની શક્તિ નથી એવી તેની ખાતરી થઈ માટે, અને તે કિલો તેને તાબે થયો ન હતો તે ઉપરથી, આ પ્રસંગે રાવના દેશ ઉપર દાબ બેસાડવાના વિચારથી, હાથમતી નદીના કિનારા ઉપર અને ઈડરગઢની ઉપર ઝોકી ૨હેલા ડુંગરાના શિખર ઉપરથી દેખાઈ આવે એવો વિશાળ અને સુંદર કિલ્લો બાંધવાનો પ્રારંભ કર્યો. અને તેનું નામ અહમદનગર પાડ્યું. વળી દંતકથા એવી છે કે તેણે સાદરાને કિલે બાંધ્યો, તે તેની રાજધાની અને અહમદનગરની વચ્ચે અર્ધા રસ્તા ઉપર એક મજબૂત જગ્યાએ સાભ્રમતીને કિનારે ઉંડી કંદરાઓથી રક્ષાયલે છે. તે સમયે ઈડરમાં રાવ જે રાજ્ય કરતા હતા તેણે અહમદનગર ઉપર રાત્રે હલાં કરીને, અને મુસલમાનોના તાબાના દેશમાં ઉપદ્રવ કરવા માંડીને શાહના કામમાં વિધ્ર પાંડ્યું, તે ઉપરથી, તેનું માથું કાપી લાવનારને ઈનામ આપવાનું ઠરાવ્યું. એક પ્રસંગે તેણે અહમદનગર ઉપર હુમલો કર્યો, એવામાં, મુસલમાની અશ્વારોએ તેને પાછો નસાડી મૂકીને તેની પછવાડે દોડ કરી. તે ઘોડે દેડાવીને ઈડર ભણી નાઠે, પણ એક કાતરની બાજુએ ત્વરાથી જતા હતા તેવામાં તેને ઘડે ભડકવાથી ઘોડા સહિત તે કાતરમાં ધસી પડ્યો, અને તે ઘડા નીચે આવી પડ્યો તેથી મરણ પામ્યો. બીજે દિવસે એક કઠિયારો લાકડાં કાપવાને ગયો હતો તેણે કાતરમાં રાવજીનું મુડદું જોયું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com