________________
૩૪૨
રાસમાળા
આપેલું છે. અને જ્યારે ઉદયન મંત્રી સોરઠના સાઊસર ઉપર ચડ્યો છે ત્યારે વઢવાણુ આવીને તે “મંડળેશ્વર” એકઠા કરે છે એવું લખેલું છે. આ પુરૂષો પ્રાન્તના અધિપતિ હતા એમ જણાય છે; આ વિના બીજા મંડલિક રાજાઓ વિષે લખવામાં આવેલું છે, તેઓના દેશ અગર જે અણહિલવાડના રાજાના સ્વાધીનમાં હતા તે પણ ગુજરાતના પટામાં તેઓની ગણના કરવામાં આવી નથી. આબુ અને ગિરનારના અધિપતિ, કાકણને રાજા મલ્લિકાર્જુન, અને બીજાઓની ગણના આ વર્ગમાં થાય છે.
સામંત અથવા લડાઈના સરદારેને ઘણું કરીને ખજાનામાંથી પગાર મળતે, અને પછવાડેથી દિલ્હીના મેગલ પાદશાહ થયા તેઓની રીત પ્રમાણે જેટલા માણસો ઉપર તેઓ સરદારી બજાવતા તે પ્રમાણે તેઓની પદવી ગણવામાં આવતી. સિદ્ધરાજે પિતાના એક ચાકરને “સો અશ્વારનું સામંતપદ” આપ્યું હતું, અને જ્યારે કુમારપાળ, આન્ન રાજા ઉપર ચડ્યો ત્યારે, એવું લખેલું છે કે, “તેની સેનામાં વીસ અને ત્રીસ માણસના ઉપરિયે મહાભટ્ટ, “અને એક હજાર માણસના ઉપરિયા ભટ્ટરાજ હતા.” એથી મોટા અધિપતિ “છત્રપતિ” અને “કંકાપતિ” કહેવાતા; એટલે તેઓને છત્ર અને કે જે રાજચિહ કહેવાય છે તેને ઉપયોગ કરવાની આજ્ઞા આપવામાં આવતી હતી. સ્વતંત્રપણે અધિપતિપણું ધારણ કરનારા અને ઉંચી પદવીવાળા સરદારેમાંથી ઘણું, જ્ઞાતિ વાણિયા હતા એ પણ એક જાણવા જેવી વાત છે; જેવી કે વનરાજને સોબતી જામ્બ; અને તેને વંશજ સજજન; જયસિંહનો ભૂત્ય મુજાલ; ઉદયન અને તેના પુત્ર; અને બીજા. જેઓ કોઈ પ્રસંગે ચાકરી કરવાને આવતા અને જેઓ નોકરે નહિ પણ ઘણું કરીને સહકારી ગણાતા એવા-કલ્યાણના રાજાઓ, અને રાઠેડ સિજી એ હતા. રજપૂત અને પાળા, એવાં બે નામ જુદાં લખવામાં આવેલાં છે તે ઉપરથી એમ જણાય છે કે રજપૂત એ અશ્વારને ઠેકાણે હશે.
રાજાની મુખ્ય મતલબ એવી જણાય છે કે પારકી ચડાઈયોથી અને દેશ માંહેલા બખેડાથી પ્રજાનું રક્ષણ કરવું; આસપાસનાં સંસ્થાનેને પોતાનાં ખંડિયાં કરી દઈને પોતાના રાજ્યનો વિસ્તાર કરે; અને દાખલો લેવા જોગ વિક્રમાદિત્ય રાજાએ “આસપાસના દેશમાં ચોગરદમ ફરીવળીને રાજમંડળને “તાબેર કરી દીધું.” તેની રીત પ્રમાણે વર્તણુંક ચલાવવી. યુદ્ધને માટે
૧ મૂળરાજ અને ચાહરિપુની લડાઈમાં કચ્છના લાખા ફુલાણીને મારનાર સિયાજી હતું એમ આગળ લખાઈ ગયું છે તેથી આ ઠેકાણે એને સહકારી ગયે છે. પરંતુ તે વેળાએ સિયાજી થયું ન હતું પણ ઈ. સ. ૧૨૧૨ માં થયો છે.
૨ પ્રબંધચિન્તામણિ. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com