________________
અણહિલપુરના રાજ્યનું પાદવલોકન
૩૪૧ જ્યારે મૂળરાજે અણહિલવાડમાં ત્રિપુરુષપ્રાસાદ નામનું મહાદેવનું દેવલ બાંધ્યું હતું ત્યારે તે જેના સ્વાધીનમાં કર્યું હતું તેને “ગ્રાસ” બાંધી આપ્યો હતો, અને કુમારપાળના રાજ્યમાં ઉદયનના પુત્ર વાગભટ્ટે પાલીતાણુની પાસે વાહડપુર આગળ જૈન ચિત્ય બંધાવીને તેનું નામ, રાજાના પિતાને નામે, ત્રિભુવનપાલ વિહાર કરીને રાખ્યું હતું તે ચિત્યના માણસોને ખાવાને માટે ભોય આપી હતી તે પણ “ગ્રાસ” કહેવાતો હતો. ભેજ રાજાના દરબારમાં માઘ કવિ થઈ ગયો તે એક બ્રાહ્મણની દરિદ્રતા વિષે લખતાં કહે છે કે “ગ્રાસ આપવાનું વિસરી જવાથી ગૃહસ્થને સૂર્ય અસ્ત પામે છે.” આ કાર્ય “શાસન” કહેવાય છે.
રાજકુટુંબના ભાયાતને પણ ભોંય આપવામાં આવતી. જેમકે, દેથલી અને વાધેલ. કુમારપાળ વિષે પણ એવું કહ્યું છે કે, “તે વેળાએ દાતારને અધિરાય–સોલંકી રાજાએ આલિંગ નામના કુંભારને સાતસે ગામને લેખ કરી આપ્યો હતો. તેને પિતાના કુળને લીધે શરમ આવી તેથી તેના કુળના, આજે પણ “સગા” એવું નામ રાખી રહ્યા છે. આવું છતાં પણ આ તુષ્ટિદાન વિષે કાંઈ પત્તો હાથ લાગતું નથી. એક વાઘેલના દષ્ટાંત વિના યુદ્ધમાં સેવા બજાવ્યા વિષેનું વંશપરંપરાનું તુષ્ટિદાન કેાઈને આપવામાં આવ્યું નથી એ પણ એક જાણવા જેવું છે. ઘણાખરા ગૂજરાતના કિલ્લાઓમાં પટાવના ભણથી અંતરાય નડ્યા વિના રાજા ભણુનાં થાણાં મૂકવામાં આવતાં; અને સર્વ રજપૂત જાતિવાળા, જેઓ માંહેલા મુખ્ય પુરૂષો પછવાડેથી હેટા જમિનદાર અને હાનકડા રાજા થઈ પડેલા છે તેમાંથી કેઈને પણ અણહિલવાડના રાજાએ જમીનની બક્ષીસ કરી હોય એવું તેમના પોતાના જ વર્ણન કરનારાઓના લેખમાંથી પણ નીકળતું નથી. પણ માત્ર એક ઝાલા રજપૂતોને આ વાત લાગુ નથી. તેઓને ગુજરાતના છેલ્લા રાજા બીજા કર્ણ પાસેથી જમીન મળી હતી એવો દાવો તેઓ કરે છે. મુકુટધારી રાજાએ મૂળરાજના દરબારમાં હતા એવું આપણું જોવામાં આવ્યું; અને મંડળેશ્વર અથવા પ્રાન્તના અધિપતિયો વિષે પણ બીજે ઠેકાણે લખવામાં આવેલું છે. કુમારપાળના બનેવી કહાનદેવને એવું પદ
૧ સિદ્ધરાજના પિતા કર્ણ સોલંકી (૧૦૭૨–૧૦૯૪) પાસેથી ગામ ૧૮૦૦ મળ્યાં હતાં, બીજા કર્ણ પાસેથી નહિ. આ વિષેનો વધારે પૂરા એ છે કે, પૃથ્વીરાજની સેનામાં ઝાલા હતા. એમ ઘણે પ્રસંગે લખાયેલું જોવામાં આવે છે. બીજા કર્ણને સમય ઇ. સ. ૧૨૯૬-૧૩૦૪ છે. રાસે તે પહેલાં ઈ. સ. ૧૧૯૩ માં લખાય એટલે તે પહેલાં ઝાલા હોવા જોઈએ. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com