________________
૩૪૦
રાસમાળા
પિતાના ખેાળામાં પોતાના ધણુના મડદાનું માથું મૂકેલું જોવામાં આવે છે, તે સાથે વળી, રણશિગાને કઠોર અવાજ તથા હેમ ભરેલી ઘેલછાની એ કરતાં પણ વધારે કઠેર ચીસે કાનને ખેદ પમાડે છે; તેમ જ ચિતાને ભડકે જુસ્સાથી સળગતે ચાલે છે અને કાળો મેશ જેવો ધુમાડે ઉપર છવાતો દેખાય છે તેથી જાણે આ કમકમાટ ભરેલે દેખાવ આકાશની નજરે પડવાથી સંતાડી રાખવાનો હેતુ હોય એમ લાગે છે.
હિન્દુઓનાં વર્ણનમાં, જમીનના વહિવટ વિષેને વિષય, મુખ્યત્વે કરીને જાણવા જેવો છે. જે પુસ્તકના આધારથી અમે લખિયે છિયે તેઓના બનાવનારાના ધારવામાં બેશક એમ આવેલું કે એ વાત તે આખા જગતને જાણીતી છે; તેથી તેઓનું નિરાળું વર્ણન કરવાની કાંઈ અગત્ય નથી. અહિતહિંથી અનાયાસે અમારા જાણવામાં આવ્યું છે કે ઉપજમાં રાજાને ભાગ હતે; કઈ વેળાએ તે રાજા પિતાના મંત્રિયોની મારફત ઉઘરાવી લેતા હતા અને કેાઈ વેળાએ ગામના અધિપતિ, ખેડુતો પાસેથી દાણુને ભાગ ઉધરાવી લેતા તેની પાસેથી રાજા પિતાને ભાગ લે. દેશમાં “ગ્રામ” અથવા ગામ વસેલાં હતાં અને ત્યાંના રહેવાશી કૌટુંબિક (કણબી), અથવા ખેડુત (કાર્ષક) કહેવાતા; ગામના મુખી, પટકીલ અથવા પટેલ હતા. ખેડુત જેવા હવણ પિતાના કામમાં રોકાયેલા રહે છે તેવા ત્યારે પણ રહેતા હતા. પાક ઉગવા માંડે એટલે કાંટા અથવા થેરિયાની વાડે પિતાનાં ખેતરોને કરતા. અને ત્યાર પછી તે વધારે વધવા માંડે એટલે પંખિયાને ટહેવા મંડી જતા. ખેડુએની બાયડિયે, આજની પેઠે, ખેતર માંહેના ડાંગરના પાકનું રખેવાળું કરતી, પિતાના ગીત વડે સીમને આનંદમય કરી દેતી. વર્ષદ વસતે નહિ તે રાજાને ભાગ આપવામાં વાંધો ઉઠતે અને તે લેવાને ખેડુતોને કેદમાં નાંખ્યા વિના સિદ્ધિ રહેતી નહિ. તેય પણ તેઓ હઠીલાઈ પકડી રહેતા અને લાચાર છોકરાંની પેઠે ધોરણ ૫કડીને પિતાના ઉપર રાજાની દયા ઉપાવતા. આથી કરીને બંને બાજુવાળાઓને રડાકૂટારા થતા અને છેવટે પંચાત કરાવીને છૂટકે કરવામાં આવતો તે હાલમાં કેટલાંક દેશી રાજ્યો છે ત્યાં જે વહિવટ ચાલે છે તેને બરાબર મળતું આવે છે.
દેવસ્થાન અને ધર્મગુરૂઓને મુખ્યત્વે કરીને રાજાના તરફથી ભય આપવામાં આવતી. એ વિષેની ઘણું દાખલા નોંધી રાખવામાં આવેલા છે; જેમકે બ્રાહ્મણને સિદ્ધપુર અને સિહેર આપવામાં આવ્યાં હતાં; અથવા જૈનેને ચાલી ગામ આપવામાં આવ્યું હતું–આવી રીતનું મળેલું દાન, “ગ્રાસ” કહેવાતો હતો અને તે સમયે એ શબ્દ “ધર્મદાન”ને ઠેકાણે વાપરવામાં આવતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com