________________
અણહિલપુરના રાજયનું પશ્ચાદવલોકન
૩૪૩ ચડાઈ કરવામાં આવતી તેનું નામ “વિજયયાત્રા” કરીને કહેવાતું. કઈ કેઈસમયે તે વિશેષ અગત્યનાં કારણોને લીધે લડાઈ થયેલી છે; જેવી કે ગ્રાહરિપુના ઉપર ધર્મને માટે ચડાઈ કરવાની સલાહ રાજાને આપવામાં આવી હતી; તેમ જ યશોવર્માએ સિદ્ધરાજને ક્રોધે ભરાવાનું કારણ ઉત્પન્ન કર્યું ત્યારે તેના ઉપર તેને કોપ થયે; તે પણ શત્રુવટ થવાની મતલબ તે તેની તે જ જણાય છે; અને શત્રુ પોતાના મહેલમાં લીલું તયાણું ઘાલે છે અને ખંડણી આપવાનું માન્ય કરે છે એટલે જિતનાર તૃપ્ત થાય છે અને શત્રને દેશ સદા કબજે કરી લેવાને તકાસ નથી. એક દેશ ઉપર એક વાર ચડાઈ કરવામાં આવી હોય ને તેના ઉપર પછીથી ચડાઈ કરવામાં આવતી તે કાંઈક મુલકગીરીની જાતની હતી. જિત એટલે એ જ કે ભોંયની વાર્ષિક ઉપજમાંથી ભાગ લેવાન દા બેસાર. આવા દો ફરી ફરીને ઉભે થયેલ રહ્યા વિના રહે નહિ, અને જે પ્રમાણે પોતાના રાજ્યના ખેડુતો પાસેથી એવી
જાતને કર તેમને કેદમાં નાંખીને લેવામાં આવે તે જ પ્રમાણે પારકા દેશના રાજાના પ્રાન ઉપર હુમલા કરીને તેની પાસે કબુલ કરાવવાની અગત્ય પડે.
આ પ્રમાણે જયશિખરીના ઉપર ભૂવડ રાજાના હુમલા થયેલા છે, તે તે વેળાથી થતું આવેલું જણાય છે; અથવા જ્યારથી કલ્યાણના રાજાને પિતાના કરે તે કામને સારૂ ઠરાવેલા અધિકારિયો પાસેથી ઉઘરાવી લેવાને સવળ પડે એટલા માટે ગુજરાત દેશના યુવાન રાજા વનરાજને તેને “સેલભ્રત” ઠરાવ્યો હતો ત્યારથી એમ થયેલું દેખાય છે. ગુજરાત એક ખંડિયા પ્રાન્ત તરીકે ગોદાવરીની દક્ષિણના રાજાઓને સ્વાધીન હતે એવી જે દંતકથા ચાલતી હતી તે ચાવડા વંશની હૈયાતી સુધી ચાલતી હતી, અને છેક સોલંકી . વંશના પહેલા રાજાની વેળાએ તિલિપ દેશના રાજાના સેનાપતિ બાપ ગૂજરાત ઉપર હલ્લે કર્યો ત્યાં સુધી ચાલુ રહી હતી. તેમ જ પછીથી કચ્છ, સોરઠ, ઉત્તર કેકણ, માળવા, ઝાલેર, અને બીજા દેશો ઉપર વનરાજના ક્રમાનુયાયી ઘણાક હુમલા કરીને ફરી વળ્યા છે પણ સદા તેઓને કબજે કરી લીધેલ નથી. કદાપિ મૂળરાજે ગ્રાહરિપુને જિતી લીધું અને લાખાને કલ કર્યો તથાપિ જાડેજા અને યાદવ વંશની સમાપ્તિ તેથી થઈ નથી; કદાપિ જયસિંહે યશોવર્માને જિતી લીધો અને ધાર લઈ લીધું, તેય પણ ત્યાર પછી ઘણાં વર્ષ નહિ થયાં એટલામાં માળવાના અર્જુનદેવે ગૂજરાત ઉચ્છિન્ન કર્યો છે, અને કદાપિ સપાદલક્ષના દેશમાં અણહિલવાડના વાવટા જયવંતપણે ફરકવા લાગ્યા તથાપિ અજમેરના રાજ વનરાજના વંશ સાથે કટ્ટી શત્રુતા રાખી રહ્યા તે છેક મુસલમાન હલ્લે કરનારની આગળ ચૌહાણ અને સેલંકિયા પડ્યા ત્યાં સુધી ચાલુ રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com