________________
ઈડરમાં કવિમેલે, ફાર્બસનું સદાવ્રત
૧૮ અનુસરી કવિઓની યોગ્યતા પ્રમાણે તેઓને માનવસ્ત્ર આપી વિદાય કરતા; તે સાથે તેઓને નમ્રતાપૂર્વક કહેતા કે “હું તમને તમારા ગુણ પ્રમાણે “આપી શકતો નથી.”
ફાર્બસને સ્વભાવ દયાળુ અને ધર્મનિષ્ટ હતો. પિતાના આયપતમાંથી ધર્મદાય કહાડવાને આપણું લેકમાં ચાલ છે, તે પ્રથા ફાર્બસે પકડી હતી. તેઓ એક સમયે પ્રવાસ કરતાં દાંતામાં આવી પહોંચ્યા. તહિ એક તીર્થવાસી બ્રાહ્મણ સાંજની વેળાએ આવી યાચતે આખા ગામમાં ફર્યો, પણ અન્ન મળ્યું નહિ, તેથી નિરાશ થઈ એક બાગમાં ગયો. ત્યાં પડ્યો પડ્યો પોકાર કરતો હતો કે “ભલા ભગવાન ! તે શું ધાર્યું છે! આખા “ગામમાં કોઈ દયાળુ દાતા ન મળે! ભર વસ્તીમાં મારે ભુખ્યાં આલેટવા “કાલ! કઈ ઈશ્વરનો લાલ નહિ હોય !” ઈત્યાદિ કહી નિઃશ્વાસ નાંખતે અંતરમાં ઈશ્વરને નિર્દય માનવા લાગ્યો. પણ ઈશ્વરના લાલ નીકળ્યા. ફાર્બસને કાને તેના શબ્દો પડતાં જ તેણે ઈશ્વરને મહિમા દેખાડ્યો. અંતરિક્ષથી ઉત્તરે એમ કવિ દલપતરામને મોકલીને, તે બ્રાહ્મણને પાકું સાકરનું શીધું અપાવ્યું; પછી ત્યાં સદાવ્રત બાંધ્યું. જે કાઈ અનાથ હિન્દુ, મુસલમાન કે પછી ગમે તે આવે તેને ઘી સાકર સાથે પાકું સીધું ફાર્બસના સદાવ્રતમાંથી મળતું. શુભ કાર્યોમાં કાર્બસને બધો પગાર ખરચાતો હતો એટલું જ નહિ પણ ઉલટા વિલાયતથી રૂપીઆ મંગાવવા પડતા, એવા ઉદાર મનથી તે ખરચ કરતા.
| દાંતેથી ફાર્બસ સાહેબ અંબા માતાએ જઈ આમુજી ગયા. આબુજીના શાન્ત, શીતળ અને ઈશ્વરલીલાથી ભરપૂર પર્વતને નિરખી, અમદાવાદ ભણી આવવા સારૂ દાંતામાં પાછા આવ્યા. સાહેબની અમદાવાદ બદલી થઈ તેથી આખો મહીકાંઠે ખેદ પામે. રાજાથી તે રંક સુધી જેને સમાન રીતિએ ફાર્બસના સ્નેહે સુખી કઢ્યા હતા, તે સર્વ તેના વિયોગથી ભારે શકાતુર થયા હતા.
સન ૧૮૫૩ ના જુન માસમાં ફાર્બસ સાહેબ અમદાવાદના ન્યાયાધીશ થયા. ત્યાં પિતાનું કાર્ય કેમલ અને સૂક્ષ્મ દૃષ્ટિથી (પણ જોઈએ તે કરતાં જરા વધારે વિશ્વાસ કાર્યભારીઓ ઉપર રાખી) ચલાવી સર્વને સદાય ન્યાય આપતા એ તે પ્રસિદ્ધ છે.
ગૂર્જરાતના મહિમાને જીર્ણોદ્ધાર કરવાના હેતુથી, પોતે તેનાં અનેક માર્ગેથી સાધન સંપાદન કરતા હતા, તે આપણે જાણ્યામાં ઉપર આવ્યું છે. તે સર્વ સામગ્રી સાથે લઈ તા. ૨૮ મી માર્ચ સન ૧૮૫૪ માં યુરેપ સિધાવ્યા. ગૂર્જરાતથી તેનું તનુ દૂર ચૂરેપ ગયું, પણ તેનું મન ગૂર્જરાતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com