________________
ફાર્બસજીવનચરિત્ર જ હતું. ત્યાં રહીને પણ ગૂર્જરાતની જ સેવા કયાં કરી. “રાસમાળા નામે સુંદર પુસ્તક ત્યાં રચ્યું. “ઈસ્ટ ઈન્ડિયા કંપની ની “કેર્ટ આવ ડીરેકટર્સને સ્વાધીન આ દેશને લગતાં લેખ-પત્ર હતાં, તે અતિ શ્રમ વેઠી વાંચી તેમને આ દેશને લગતે સાર કહાડી, રાસમાળાનું પુસ્તક પરિપૂર્ણ કર્યું. તે સન ૧૮૫૬ માં બે ભાગમાં લંડનમાં રિચર્ડસન બ્રધર્સના મુદ્રાયંત્રાલયમાં સુંદર મુદ્રાંકિત કરાવી સચિત્ર પ્રસિદ્ધ કર્યું. એ પુસ્તકના ઉપર વિલાયતનાં પત્રાએ અને હિન્દુસ્તાનનાં પત્રએ* તથા બીજા કેટલાક સંભાવિત વિદ્વાન પુરુષોએ બહુ સારા અભિપ્રાય આપ્યા છે. સ્થળસંકેચને લીધે તેને અત્ર સમાવેશ કરી શકાતો નથી. અને તેમ કરવાનું આવશ્યક પણ જણાતું નથી, કારણ કે જે સારું જ છે, તેને સંમતિની આવશ્યકતા બહુ રહેતી નથી. એક કવિ કહે છે કે –
કવિતા ને કસ્તૂરી તે સાક્ષી વિના સિદ્ધ થાય.” એ સત્ય છે. રાસમાળા વાંચેથી તેના ગુણો રસજ્ઞોને તત્કાળ જણાશે જ. રાસમાળામાં પોતાની બન્ને પ્રકારની કલમથી (ચિત્રની અને લેખનની) ગૂર્જરાત ઉપર પ્રકાશ નાંખે છે. ટાડની પેઠે તેઓએ ગૂર્જરાષ્ટ્રના પ્રાચીન કાળને મહિમાભરેલ ઉત્કર્ષ, અને અર્વાચીન કાળની તેની પતિતા દશા. એ ઉભયને વિલક્ષણ વિરોધ જોતાં, તેઓના મનમાં અનુકંપા પ્રકટ થઈ તેથી રસાÁ હદયે, તેણે કઈ કઈ પ્રસંગે જે ગૂર્જરાતના ગુણ ગાઈ તેને જીર્ણોદ્ધાર કર્યો છે, તે અખિલ ગુર્જરાતી મંડળને ઉપકારી કરવાને પરિપૂર્ણ છે.
સ્વદેશના નિબંધ સ્વચ્છ અને શીતળ વાતાવરણમાં પણું ત્રણ વર્ષ રાસમાળાની રચના રચવામાં સફળ કરી પાછા સન ૧૮૫૬ ના નવેંબર માસમાં આ દેશમાં પધાયા. તા. ૧૦ મી જાન્યુઆરી સન ૧૮૫૭ માં સુરતના ન્યાયાધીશ થયા, અને એક માસની અંદર પાછા સરકારની પ્રતિનિધિ (એજન્ટ) થયા. ફાર્બસની તીવ્ર બુદ્ધિ અને ન્યાય કરવામાં તેને વિવેક જોઈ સરકારને તેના ઉપર એવો વિશ્વાસ આવી ગયો હતો કે, કઈ પણ કઠિન કાર્ય હોય તો તે ફાર્બસને સ્વાધીન કરવામાં આવતું. સન ૧૮૫૭ ના મે માસમાં ભરૂચના મુસલમીન અને પારસીઓ વચ્ચે જે મહોટ કલહ થયે હતા, તેમાંના અપરાધીઓને નિર્ણય કરવા મિ. ફાર્બસને નિયોજ્યા. તે કાર્ય
* Overland Mail. The Athenæum. The Daily News. The Saturday Review. The Calcutta Review. &c.
+ The Director of Public Instruction. Sir. H. M. Lawrence, K. C. B. Dr. Wilson. Lord Elphinstone &c,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com