________________
કુમારપાળ
૨૮૧
ઃઃ
આવું સાંભળીને કુમારપાળે ઘેર જઈને હેમચંદ્રને તેડું મેાકલ્યું તે એક મુખ્ય બ્રાહ્મણને પણ એટલાબ્યા. તેવામાં જ હેમાચાર્યના શિષ્ય અપાસરે જઈ મ્હોંચ્યા અને ધણા શરમીંદગેા તથા શાકાતુર થઈ ગયા. તે ઉપરથી આચાર્યે પૂછ્યું કે શું થયું છે? ત્યારે જે નીપજ્યું હતું તે તેને કહી સંભળાવ્યું. એટલે આચાર્યે કહ્યું: “કાંઈ ચિંતા કરીશ નહિ.” એવી વાત થાય છે એટલામાં તેા રાજાનું તેડું આવી મ્હોંચ્યું ને હેમાચાર્ય તેની સાથે દરબારમાં ગયા. કુમારપાળે પૂછ્યું કે આજે શી તિથિ થઈ ? બ્રાહ્મણે કહ્યું કે આજે તે। અમાસ થઈ; પણ હેમચંદ્રે કહ્યું કે પૂનમ થઈ. બ્રાહ્મણીએ કહ્યું: “એના નિર્ણય રાત પડશે ત્યારે થશે જે પૂનમ હશે તે આખા ચંદ્ર દેખાશે તે અમે સર્વે “બ્રાહ્મણેા આ રાજ્ય છેડીને જઈશું; પણ જો ચંદ્ર ઉગે નહિ તે જતિયાને “ક્ડાડી મૂકવા” હેમચંદ્રે આ ઠરાવ માન્ય કો ને અપાસરે ગયા. તેને એક જોગણી પ્રસન્ન થઇ હતી તેની સાધના કરી. એટલે તેણે એવું આવરણ કરી દીધું કે ખરેખરા પૂર્વમાં ચંદ્ર ઉગ્યા છે એમ સર્વને લાગ્યું. આવેા બનાવ બન્યા તેથી બ્રાહ્મણેા હાલ્યા એવું રી ચૂકયું ને તેઓએ રાજ્ય છેાડીને જવું એમ હશું.
૧
ભાટાની વાતથી અણહિલવાડ ભણી શંકરાચાર્યનું મન ખેંચાયું હતું; તે આ પ્રસંગે સિદ્ધપુર આવી વ્હોંચ્યા. બ્રાહ્મણ્ણાએ જાણ્યું કે સવારમાં તે આપણે રાજ્ય છેડીને નીકળી જવાનું છે એટલે રતાવાઈ તેમને પાટણ તેડાવ્યા. સવારમાં કુમારપાળે બ્રાહ્મણાને ખેાલાવ્યા અને આજ્ઞા કરી કે રાજ્ય છેડીને જાએા. શંકરસ્વામી આગળ આવીને ખેાલ્યાઃ “કાઈને રાજ્ય છેડી, મ્હાડી મૂકવાની શી અગત્ય છે? આજે નવ ધડી જતાં સમુદ્ર પેતાની મર્યાદા છેડીને આખા દેશ ઉપર ફરી વળશે” આવું સાંભળીને રાજાએ હેમાચાર્યને
૧ કુમારપાળ પ્રબંધમાં એમ છે કે, રાજાએ હેમચંદ્ર સૂરિને પૂછ્યું કે આજે કઈ તિથિ થઈ, ઉત્તરમાં સૂરિ અમાસને બદલે પૂનમ છે એમ એલી ગયા. આવું સાંભળી દેખાધિયે હાસ્યમાં કહ્યું કે જ્યારે સર આમ ખેાલે છે ત્યારે લેાકાના સભાગ્યથી આજે પૂર્ણિમા જ થશે. સૂરિએ કહ્યું કે રાત્રે બધું જણાઈ ન્હેશે. પછી તેણે આ ચમત્કારની ખાતરી કરવા માટે એક ઘડીમાં એક યેાજન (ચાર ઞાઉ) ચાલે એવી સાંઢણી ઉપર સવાર કરીને પૂર્વ દિશા ભણી માણસે મેલ્યાં. કહે છે કે હેમાચાર્યે પૂર્વે શ્રી સિદ્ધચક્ર મંત્ર જે તેને દેવતાએ આપેલા હતા તેના ઉત્તમ પ્રયાગ કરો. તેથી પૂર્વ દિશામાં સંધ્યાકાળે ચંદ્રના ઉડ્ડય થયા તે પરાઢિયે પશ્ચિમ દિશામાં અસ્ત પામ્યા. આ ચમત્કાર જોવાને મેક્રલેલા માણસાએ પણ આવીને વૃત્તાન્ત નિવેદન કરચો તેથી સર્વને આશ્ચર્ય લાગ્યું. ૨. ઉ.
૨ આદિ શંકરાચાર્યે નહિ પણ તેમના પરંપરાગત શિષ્ય દેખાધાચાર્ય. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com