________________
૨૮૨
રાસમાળા
ખેલાવીને પૂછ્યું: “સંન્યાસિયે પ્રલય થવાનું ભવિષ્ય વધ્યું છે તે પ્રમાણે થશે કે ‘નહિ ?”’ હેમાચાર્યે કહ્યું: “એમ બનનાર નથી.” એમ કહી જૈનમતને અભિપ્રાય કહી બતાવ્યા કે, “જગત્ત્ને ઉત્પન્ન કર્યું નથી તે તે નાશ પામવાનું નથી.” શંકરસ્વામી ખેલ્યાઃ “લડી માંડા ને શું થાય છે તે જુવેા.” ઘડી માંડીને ત્રણ જણ પાસે બેઠા. જ્યારે નવમી ધડી થવા આવી ત્યારે તેઓ મહેલને ઉપલે મેડે ચડ્યા અને પશ્ચિમ ભણીની ખારીમાંથી જોયું તે દરિયાનાં માજાં ઝડપથી ધશી આવતાં દેખાયાં. નગરનાં સર્વ લેાક મૂડી મુવાં ત્યાં સુધી ઉપરાઉપરી મેાાં આવવા લાગ્યાં. રાજા અને બન્ને ધર્માચાર્ય તેમ તેમ ઉંચા ઉંચા જવા લાગ્યા. પણ પાણી તે તેમના ઉપર ચડી આવવા લાગ્યું. છેવટે તેઓ છેલ્લામાં છેલ્લે સાતમે માળે ગયા, તે નીચે જોયું તે આખું નગર, ઉંચામાં ઊંચાં ઝાડ, દેવાલયનાં શિખર એ સર્વ પાણીમાં ખૂડી ગયાં ને સર્વ ઠેકાણે કશું નહિ પણ જળજળમય થઈ ગયું. કુમારપાળે ગભરાઈને શંકરસ્વામી ભણી જોઈને પૂછ્યું: “ઉગરવાના કાઈ “ઉપાય છે ?” તેમણે કહ્યું: “પશ્ચિમ દિશામાંથી એક હાડી આવશે તે આ “આરી આગળ થઈને જશે. તેમાં જે કૂદી પડશે તે ઉગરશે.” ત્રણે જણ કેડેટ બાંધીને હાડીમાં કૂદી પડવાને તૈયાર થઈ રહ્યા. તરત જ આધે એક હાડી જણાઈ; તે પાસે આવવા લાગી, ત્યારે શંકરસ્વામિયે રાજાનેા હાથ ઝાલીને કહ્યું: “આપણે એક બીજાને હાડીમાં ઉતારવાને આશ્રય આપવે જોઇયે.” પછી તે હાડી ખારી આગળ આવી પ્હોંચી. એટલે રાજાએ તેમાં કૂદી પડવાને યત્ન કરવા માંડ્યો, પણ સ્વામિયે તેને પાછા ખેંચી રાખ્યા. પરંતુ હેમાચાર્ય તે જીવ ખચાવવાને એકદમ ખારિયેથી તે હાડીમાં કૂદી પડ્યા. દરિયા ને હાડી એ સર્વ કામિક હતું તેથી તે નીચે સબંદી ઉપર પડ્યા તે તેના ભેંચા નીકળી ગયા. પછી જૈન ધર્મ પાળનારાઓને કત્લ કરવાનું કામ ચાલ્યું; અને કુમારપાળ શંકરસ્વામીના શિષ્ય થયા.
અમે આ પ્રસંગ સંબંધી હવે જેન લેખકાની વાત લખિયે છિયે, તેમાં બ્રાહ્મણાના આચાર્ય વિષે મુખ્યત્વે કરીને કથન આવે છે. એ વાત કાઈ જેવા તેવા પાસેથી મળેલી નથી પણ જૈન ધર્મની એક પુનમિયા શાખાના શ્રીપૂજ નામે ઉમેદચંદ∞ અથવા ઉમેદપ્રભાર કરીને પાટણમાં છે તેમની પાસેથી મળેલી છે.
સૂરિ હે છે કે ટ્રુડિયા જોગી, હેમાચાર્યને શાસ્ત્રવાદ કરીને જિત
૧ અમાસને પૂનમ હેનાર શિષ્યાના જે શિષ્ય થયા તે પૂનમિયા ગચ્છના હેવાયા. ૨. ઉ.
૨ શ્રીશંકરસ્વામી, હાથમાં દંડ ગ્રહણ કરે છે તેથી તે ઠંડી ફહેવાય છે તેને બદલે ધિકાર બતાવા તેમને કંડિયા જોગી કહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com