________________
ફાર્બસ અને એક ભાટ
૧૭ વિચારવાનેને, આર્ય લોકોની ગતકીર્તિ અને મહિમાનાં અનુમાન કરાવવાને પરિપૂર્ણ લાગ્યાં છે. કુલીન કરનલ ટાડ અને ફાર્બસના ગ્રન્થ વાંચ્ચેથી પૂર્વોક્ત લેખની સત્યતા સહસા ધ્યાનમાં આવશે. ફાર્બસ સાહેબે સિદ્ધપુર, અણહિલપુર, પાલીટાણું, આબુ આદિ સ્થળેએ સ્વતઃ જઈને ત્યાંનાં ભવ્ય ખંડેરે, કીર્તિસ્તંભો, દેવાલય, જલાશો આદિ નિરખી જયાં હતાં. પોતે ચિત્રકલામાં પણ પ્રવીણ હતા. તેમણે પિતાને હાથે કેટલાંક ચમત્કારિક સ્થાનનાં ચિત્ર આલેખી લઈને રાસમાલામાં મૂકેલાં છે.
તેઓ એવાં રમણીય સ્થળે જોવા જતા ત્યાં કોઈનું મન દુઃખાવતા નહિ. પિતાનાં “બૂટ’ કહાડી જ્યાં સુધી જવાને બાધ ન હોય ત્યાં સુધી જ જતા. અને તે પણ સામાની આજ્ઞા લઈને. જે જે સ્થળ જતા તેના સંબંધિની જે દંતકથા ચાલતી હોય તેની, અને કઇ તેનું માહાસ્ય લખાયેલું હોય તે તેની પૃચ્છા કરતા, અને તેમાંથી ઉપયોગને સાર કહાડતા. સાહેબને સ્વભાવ હાસ્યવિનોદી પણ હતો. એક સમયે પંચાસરા પાર્શ્વનાથમાં વનરાજની મૂર્તિ જેવા પિતે ગયા હતા. ત્યાં એક હીરજી નામે ઘરડો ભાટ સાહેબની કીર્તિ સાંભળી એક પુસ્તક લઈ ભેટ કરવા આવ્યા, અને બોલ્યો કે, “એક વાર
ગાયકવાડને અમારા વૃદ્ધ એક જુનું સરસ પુસ્તક દેખાયું હતું, તેથી સરકારે “ખુશી થઈ એક ગામ બખશીશ આપ્યું છે. તે અંગ્રેજ તો મોટો રાજા
છે, માટે અમને એથી કંઈ વધારે આશા છે.” સાહેબને આ વાત સાંભળી બહુ હસવું આવ્યું. પછી કવિ દલપત્તરામને કહ્યું કે “હનુમાન નાટકની પેલી વાર્તા એ બારેટને તમે સંભળાવે. તે આ હતી:-“એક સમયે નાટકમાં “હનુમાનને વશ આવે. તેને એક માણસે કહ્યું કે “હનુમાન બાપજી! “તમે મને બાયડી મેળવી આપો તો હું તમને તૈલ સિંદૂર ચડાવું.” હનુમાને “ઉત્તર આપ્યું કે–તને પરણાવવા મારી પાસે સ્ત્રી હોય તે હું જ કુંવારે - “હા” સાહેબે પેલા બારેટને કહ્યું કે,–“ભાઈ! તમને ગામ આપવાની મારી “શકિત હતી તે હું જ ચાકરી શા વાસ્તે કરત?” એ પુસ્તકાદિના સંગ્રહ સંબંધમાં એક વૃત લક્ષમાં રાખવાનું છે કે સાહેબ તેમાં જે વ્યય કરતા હતા તે પાજિત સ્વધનમાંથી જ કરતા હતા.
પ્રવાસમાં પગે ચાલવાને સાહેબને અનુરાગ હતો. પાસે નકશે, નાણુની કથળી, પીસ્તલ અને લાકડી રાખતા. માર્ગમાં ભાત ભાતના વિવિધ વાટેમાર્ગુઓ મળે તેની સાથે, એક સાધારણ મનુષ્યની પેઠે, વાર્તા કરતા, અને તેઓને સર્વ સમાચાર પૂછી લેતા; તેથી તેઓની રીતિભાતિ, તેઓના અંતરના અનેક મનેભાવ, તેઓની ધારણાઓ, તેઓનાં દુઃખસુખની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com