________________
ફાર્બસજીવનચરિત્ર. સંબંધિ પુસ્તકને પિતાની પાસે સંગ્રહ કર્યો હતો. તેમાં પ્રબંધચિંતામણિ, ભોજપ્રબંધ, દ્વયાશ્રય, પૃથુરાજરાસ, કુમારપાલરાસ, રત્નમાલા, પ્રવીણસાગર, જગદેવ પરમાર, બાબીવિલાસ, શ્રીપાલરાસ, કેસરરાસ, હમીરપ્રબંધ, આદિ મુખ્ય છે. તેઓને સમજી લઈ તેનો રસમાલામાં સારે ઉપયોગ કર્યો છે.
અમુક જીર્ણ અને છિન્નભિન્ન થઈ ગયેલાં સ્થાન, અથવા રીતિભાતિ સાહેબના જોવામાં આવતાં કે તત્કાલ એક કવિના જેટલી કલ્પનાઓ તેઓના મનમાં ઉત્પન્ન થતી, અને ભારે ઉત્કંઠાથી તેનું પૂર્વનું માહાસ્ય શોધી કહાડવા પ્રયત્ન કરતા. શિલ્પકલામાં પોતે પ્રથમ અભ્યાસ કરેલો તેથી પ્રવીણ હતા. કોઈ પણ દેશના પૂર્વેના મહિમાને તત્કાલ દર્શાવનાર શિલ્પકલા જેવાં અન્ય સૂચક ચિહ એાછાં છે.
- આ નિરન્તર ભ્રમતી પૃથિવીની પેઠે તે ઉપર આવેલા ખંડે અને દેશો પણ અનેકને અધીન થાય છે. જેમ પૃથ્વી રાત્રિને અધીન થઈ અબ્ધ. કારને વશ થાય છે, અને દિનને અધીન થઈ પ્રકાશને વશ થાય છે, તેમ દેશે પણ કોઈ વાર પ્રારંજક રાજ્યકર્તાને હસ્તગત થઈ રક્ષાઈ સુખી થાય છે, અને કોઈ વાર પ્રજાભંજક રાજ્યકર્તાને હસ્તગત થઈ ભક્ષાઈ દુઃખી થાય છે. તે રાજ્યકર્તાનું દેશીય હેવું કે પરદેશીય હોવું, સ્વધર્મી હાવું કે વિધર્મી દેવું, એ રક્ષકશક્ષક થવામાં વાસ્તવિક નિમિત્ત નથી હોતું. મુખ્ય આધાર રાજ્યકર્તાના જ્ઞાન, સુસ્વભાવ અને દૂરદષ્ટિ ઉપર રહે છે. જે રાજ્યકર્તા પ્રજાભંજક હોય છે, તે અને સ્વાર્થભંજક અને શત્રરંજક થાય છે. આ દેશમાં અનેક રાજ્યકર્તા થયા છે. પ્રખ્યાત મુસલમીન મહારાજ અકબર વિધમાં હતા તે પણ તેના સમયમાં આ દેશ શ્રીમાન, વર્ધમાન અને સમૃદ્ધિમાન હતો. આપણું હાલના બ્રિટિશ રાજ્યના વારામાં પાછો તેવો થાય છે. સારા રાજ્યકર્તાનાં રાજ્ય અધિક સુસ્થાયિ અને ચિરંજીવ પણ થાય છે. પરંતુ મધ્યના અન્ધકારકોલના રાજ્યકર્તા તેવા ન હોવાથી, આ દેશને અને તેઓને ઉભયને ભારે હાનિ થઈ છે. નાશ કરે એમાં જ કીર્તિ છે, એવું સમજેલા અવિચારી કેટલાક રાજ્યકર્તાઓ જેમાંના ખલીફ ઓમર સંબંધમાં યુરોપીઅન ઐતિહાસિક લખે છે કે,–તેણે ટાલામીનું પુસ્તકાલય બાળી મૂકી અખિલ જગતના ઈતિહાસને ભારે હાનિ કરી છે. અને અનેક વિદ્યાકલાને નાશ કર્યો છે, તે અજી ૧૨૪૦ વર્ષે પણ આપણે વિસારી મૂકાત નથી, તેવા રાજ્યકર્તાઓએ આ ભરતખંડનું પણું ઓછું સત્યાનાશ વાળ્યું નથી. મધ્યકાલના અંધકારના ત્રાસદાયક ઝપાટામાંથી મરણું તુલ્ય થઈ વંચી ગયેલાં કેઈ કાઈ વિશીર્ણ લે અને ખંડિત ચિને પણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com