SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ર૪૯ ધસારે કરે છે. જયસિહે જેમ યશોવર્માને જિતને કીર્તિ મેળવી હતી તેમ કુમારપાળ, બલ્લાલને જિતને કીર્તિ મેળવવા તૈયાર થયો. તેણે પિતાની સેના એકઠી કરી અને માળવાના રાજા ઉપર ચડ્યો તથા લડાઈમાં તેને હરાવીને હાથી ઉપરથી મારી પાડ્યો. ઇતિહાસકર્તાનું આ જે લખવું છે તે આબુ પર્વત ઉપર તેજપાળના દેરાસરમાં એક લેખ છે તે ઉપરથી ખરૂં કરે છે,-તે લેખમાં લખે છે કે અચળેશ્વર અને ચંદ્રાવતીને પરમાર રાજા યશેધવળ નામે હતો “તેણે જાણ્યું એવા અત્યંત દુર્ભેદ્ય સે રાજાના સમૂહને કાષ્ઠ કે પાષાણવત દૂર હઠાવી નાંખીને, તમારે શત્રુ સવાર કાક દંડનાયકની પાસે જઈ પહોંચે. આ વેળાએ કાકે તિરસ્કારપૂર્વક કહ્યું કે, અહા! બે કે ત્રણ અંજલિ મહેરે પ્રતિમાસે વેતન અપાય છે એવા સુભટ! શું તમારું આયુષ્ય બેવડું છે કે ત્રેવડું છે એમ તમે જાણે છે? હજી શું છે ? પ્રતિ દિવસ બબે કે ત્રણ ત્રણ અંજલિનું વેતન આપી રાખેલા સુભટો! મેં તમને હાથ જેડીને વિનવ્યા તે શું મિથ્યા જશે? આ પ્રમાણે લલકારવાથી, વેરી કરતાં અધિક થઈ, તેઓએ યુદ્ધ મચાવ્યું, અને બે નાવ જેવા વ્યુહ રચેલા એવા આપણું સુભટેએ રિપુના નાવાકારી વ્યુહને અર્બનાવ જે કરી નાંખ્યો અને અવન્તિના ઉત્તમ પુરૂષ તથા તેના મહેટા સાહાધ્યતા કરનારા માર્યા ગયા. એટલે ગૂર્જરવાસી બ્રાહ્મણ સેનાની સમક્ષ પાંચ નૃપેએ બલાલને તેના હાથી ઉપરથી નીચે પાડી નાંખ્યો અને કુલીન મહા બ્રાહ્મણ કાક બીજા મહા બ્રાહ્મણથી અલાલને મારવાનો નિષેધ કરાવે તે પહેલાં તો કેટલાક બ્રાહ્મણેએ તેને હણી નાંખે. પછી ગામના અને ફૂટી એટલે કારખાનાંના સૂતારેએ તૈયાર કરેલાં ગાડાં, શ્વાનની પેઠે ત્વરાથી ચાલે એવાં સૂતર કરાવીને અતિશર અને સ્વામિભક્તિવાળા એવા યોદ્ધાઓ સહિત, વાઘ જેવા કુતરાઓ સહિત જેમ શિકારી નીકળે તેમ, દ્ધાઓ સહિત તે નીકળે. આ સમાચાર સાંભળીને કુમારપાળે તને પારિતોષિક આપીને વિદાય કર્યો એટલે તે કકુટની સાથળને હસતે અને મૃગની સાથળનું અનુકરણ કરતે, ફલક જેવી સાથળ વાળે ત્વરાથી ચાલી ગયા. ૨. ઉ. ૧ આબુ ઉપરના વશિષ્ઠના હેમકુંડમાંથી પરમાર ઉત્પન્ન થયે, તેને પૂમરાજ, તેને ધધુક, તેના ધ્રુવભટ આદિ થયા. તેમના વંશમાં સુધન્વા (વિ. સં. પૂ. ૩૦૦) થ, ભર્તુહરિ (વિ. સં. પુ. ૨૦) પછી વીર વિક્રમાદિત્ય ગંધર્વસેન થયું. તેની ૪૦ મી પેટિયે રવપાળજી થયું. તેણે સિંધના નગર કઢામાં રાજ્ય કર્યું (વિ. સં. ૮૬૫). તેનાથી ૧૪મી પઢિયે ત્યાં જ દામાજી થયો. તેના કુંવર જસરાજે નગર ઠઠ્ઠામાંથી આવી ગુજરાતમાં ગબરગઢમાં રાજધાની કરી. તેને કુંવર કેદારસિંહ વિ. સં. ૧૧૨૫ સુધી હતે, તેણે ત્યાંથી તરસંગમામાં ગાદી કરી. તેને કુંવર જસપાલ થયે, અને ત્યાર પછી કાન્હડદેવ પહેલો થયે તેણે અચળેશ્વર ચઢાવતીમાં વિ. સં. ૧૧૩૦માં ગાદી કરી. તેનો કુંવર તંદુરાજ થયો, ત્યાર પછી કાન્હડ દેવ બીજે; પછી વિક્રમસિંહ, રામદેવ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy