________________
૨૪૮
રાસમાળા
અને કૃષ્ણ એવા જે બે સામતે મોકલ્યા હતા તેઓ તે રાજાને મળી ગયા છે અને તે ગૂજરાત પ્રાન્તમાં આવી પહોંચ્યો છે તથા અણહિલપુર ઉપર બ્રહ્મવર્ચસ્ એટલે બ્રહ્મતેજની સ્તુતિ કરી છે તેને ધિક્કાર છે, તથા તેમણે તમારા રાજવર્ચસ એટલે ક્ષત્રીવટની અને હસ્તીવર્ચસ એટલે હાથીના બળની પ્રશંસા કરી છે તેને પણ ધિકાર છે. તે નૃપો! તમેએ પલ્યવર્ચસવવર્મ એટલે સાદડીના જેવાં તમે તમારું શરીર જે બખ્તર પહેરવાં છે તેને પણ ધિક્કાર છે કે તમારાં દેખતાં છતાં ઘરમાં બારીથી પેસે તેમ શત્રુઓ પસતા જાય છે, તે આપણું પ્રત્યક્ષ, આપણું સમક્ષ, આપણી જાણે ગેરહાજરી હોય તેમ, આપણી સેનાને પાણી નીકળી ગયો છતાં તમે નાસે છે, તે આપણા સ્વામિયે તમને શા માટે પોષ્યા છે? આ પ્રમાણે કાકે પ્રત્યેકને લલકાયા, એટલે પોતાના પ્રતિવર્મ ઉપર આદર લાવી અધ્યાજિકર્મ એટલે યુદ્ધ મચાવવાને તમર થઈ ગયા અને જેઓ ઉપનદિ, ઉપગિરિ, અંતર્ગદ, અંતરિ, એમ ભરાઈ પેઠા હતા અને જેઓ આગ્રહાયણમાં એટલે માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાને દિવસે આકાશમાં વાદળાં હોવાથી જેમ તારા પ્લાન દેખાય તેમ પ્લાન દેખાતા હતા એવા પોતાના ભટાને પાછા બોલાવ્યા. ઉપપર્ણમાસ એટલે ચૌદશે અને શુદિ કે વદિ પક્ષની એકમે સમુદ્ર જેમ ગર્જના કરે તેમ તે બલિષ્ટ નૃપે ગર્જના કરતા શત્રુઓ ઉપર તૂટી પડ્યા. અને દંડનેતા કાક પણ અહે! આ રણભૂમિ છે તે તો પંચનદ તીર્થ અથવા સહ ગેહાવરનું તીર્થ જેમ સ્વર્ગે પહોંચાડવાનો હેતુ છે તેવા પ્રકારની છે એમ કહેતા, પૂર્ણમાસીના ચન્દ્ર જેવી કાન્તિ ધરાવત, તેમનામાં ભેગે ભળી ગયો. તે દંપતિ પરદુ ઋતુમાં જેમ શશી શેલે અને વ્યાધ એટલે શિકારી જેમ કૂતરાંઓના ટોળામાં વિટળાચલો શેભે, તેમ સેનામાં શોભતે હતો, અને શત્રુના સમૂહમાં જે બાળક અને વૃદ્ધ જેવામાં આવતા હતા તેમને જતા મૂકીને જેઓ માત્ર તરૂણ દ્ધા હતા તેઓને જ હણતો હતો. અસ્ત્ર જેમાં લાદેલાં અને બળદ જોડેલા એવાં ગાડાં ચાલવાથી જે રજ ઉડતી હતી તેથી છવાયેલા ઘટાપથી મૃત્યુ જેમ ઘેરી બળદને ગળી જાય તેમ બધું સૈન્ય ગળાઈ ગયેલું હતું. શુદ્ધ ક્ષત્રિયથી ઉખન્ન થયેલા એવા સુભટોએ, જે માલો નાસેર્ડ લઈને ભાગી જતા હતા, કે જે વૃદ્ધ હતા કે જે બાળક હતા અથવા નપુંસક હતા તેઓની ઉપર પ્રહાર કર નહિ, કેટલાએકેએ જીવ સાચવવા, પોતે બ્રાહ્મણ નહિ છતાં પણ તેમની ગણના બ્રાહ્મણમાં થાય એટલા માટે, ફસામ કે ત્રગ્રસ્તુન્ ગાવા માંડ્યા; અને કેટલાક ગાય અને બળદની પેઠે દાંતે તરણું લીધાં. કેટલાક પાદ અને ઉરૂના અષ્ટીવ એટલે મર્મસ્થામાં ભેદાયેલા, આંખમાં અને ભ્રકુટીમાં ઘા થયેલા એવા, રાત્રિદિવસ ચાલતાં ઘાથી થતી પીડાએ પીડિત થતા, પોતાના વાહન તથા દારાદિ તજીને જેમ લાગ આવ્યો તેમ નાશી છુટયા.
દિવસે જેમ સૂર્ય શેભે છે, તથા અહર્નિશ સળગતા અગ્નિ શોભે છે, તેની પેઠે જાજ્વલ્યમાન થતા અને જેનું બળ અવામનરાવર છે એ અલાલ પછી ચડ્યો. આપણા સૈનિકોને અહર્નિશ ગોવાળિયા જેવા માનનારા બલાલે અસ્થિ, ત્વક, માંસ, રૂધિર આદિને સ્પર્શ કરનારાં તીર મારવા માંડયાં, અને બે દિવસમાં પણ ન ભેદી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com