________________
ફાર્બસજીવનચરિત્ર. રાજ્યસબંધનાં કામ પણ પ્રજાને સમજણ આપી પરસ્પર રાજા પ્રજાને પ્રીતિ વધે એમ કરતા.
શહેરસુધરાઈ વિષેને સન ૧૮૫૦ ને ૨૬ મો આ સુરતમાં ચલાવવા સારૂ સરકારે નિશ્ચય કર્યો. પૂર્વેનાં રાજ્યની જકાત લેવાની રીતિથી લોકે ત્રાસી, ઇંગ્લિશ રાજ્યમાં નિરાંતમાં બેઠા હતા, તેઓએ પાછું જકાતનું નામ સાંભળ્યું એટલે તેઓ બીની ઉડ્યા, અને કાલાહલ કરવા મંડ્યા. ફાર્બસ સાહેબના યોગ્ય મનહર સ્વભાવની વાર્તા સરકારના કાન સુધી જઈ પહોંચી હતી, તેથી કઈ નવું કાર્ય કરતાં પ્રજાને પ્રસન્ના રાખી તે કરવા ફાર્બસ જેવા બીજા યોગ્ય અધિકારી મળવા દુર્લભ છે, એવું સમજી, સન ૧૮૫૧ માં ફાર્બસ સાહેબને જ એ શહેરસુધરાઈને ધારો ચલાવનાર અધિકારી નિમ્યા. તેઓએ યથેષ્ટ કાર્ય કરવું. કવિ દલપતરામને તથા દુર્ગારામ મહેતાજીને એ ધારાને આશય સમજાવી, બીજા લેકેને સમજુત આપવાનું કામ તેઓએ સંપ્યું. પોતે પણ તેઓની સાથે જઈ શેરીએ શેરીએ ઉભા રહી, લોકેને સમજાવતા. સાહેબના સત્કારપૂર્વક મધુર વચનથી લેકેના મનમાં વિશ્વાસ વધી ભયને ભાર દૂર થતો, અને તેઓના મનનું સમાધાન થતું. કેટલાક અવિચારી અજ્ઞાની લેકે અસમજે તુમુલ કેલાહલ કરી મૂકતા, અને ગમે તે ગમે તે બકતા, પણ તેથી મહામનના ફાર્બસ કપ કરતા નહિ, એટલું જ નહિ પણ ઉલટા પોતે હસતા અને અજ્ઞાનીઓ ઉપર કૃપાદૃષ્ટિથી જોતા હતા. એક રાજ્યાધિકારીના આવા સારા સદ્વર્તનથી પ્રજાની રાજા ઉપર કેટલી ભક્તિ અને કેટલે વિશ્વાસ થાય છે, તે અનાયાસે સમજાશે. સુરતના લોકોએ રાજી થઈ અનુમત આપ્યું કે અમારા નગરમાં એ ધારે ચલાવો. વિરૂદ્ધ બેલી કોલાહલ કરી હાંસી કરવાને આવેલા અજ્ઞાની લોક પિતાને ધારેલે હેતુ ભૂલી જઈ પાછા વળતાં બોલતા કે- આ તે સાહેબ કંઈ અપર જ છે, એના જેવું તે અમે કઈ માણસ "દીઠું નથી. આ તો પ્રજાના માબાપ જેવા છે.” એ પ્રમાણે પ્રજા રાજી રહી; અને રાજ્યકર્તા પણ પ્રસન્ન થયા. તારીખ ૩ જી જુલાઈ સન ૧૮૫૧ અંક ૨૨૭૧નું એક પત્ર લખી સરકારે પણ ફાર્બસ સાહેબને, એ સૂક્ષ્મ કાર્ય ઉત્તમ પ્રકારે કરી, પશ્ચિમ પ્રાન્તમાં પ્રથમ જ સુરતમાં એ ધારો લાગુ કર્યો માટે, ભારી આભાર માન્યો. તેના બીજા ખ૭માં લખે છે કે – “I have been directed to convey to you the thanks of Government for the tact and judgment which you have displayed in conducting this deiicate commission.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com