________________
ફાર્બસનું સુરત જવું અને વર્તમાનપત્ર સ્થાપવું.
૧૧
અંકુર ઝુટેલાં જોયાં હતાં. ગુર્જરાતની પૃથિવી રસાલા દીઠી હતી. સુરતમાં આવ્યા ત્યાં પણ એ પરાપકારી ગૃહસ્થે પ્રજાને સુખદાતા પ્રયત્ન ચાલતા રાખ્યા. સુરતમાં એક સુરત અછાવિશી સેાસાઇટી” ઉભી કરી પોતે તેના મંત્રી (Secretary) થયા તે સભાને અંગે વિચારનું અને સ્વતંત્રતાનું વાહન જે વર્તમાનપત્ર તે કહાડવાના નિશ્ચય કડ્યો. રા. મુકુંદરાય મણિરાય હાલ વઢવાણમાં એકસ્ટ્રા આસિસ્ટન્ટ પેોલિટિકલ એજન્ટ* છે, તેને તન્ત્રી (Editor) ઠરાવી સુરત સમાચાર” નામે એક પત્ર પ્રકટ કરાવ્યું. હિતેષી માતપિતાદિ સંબધીએ પેાતાનાં ખાલકને ઢીંગલાં પુતળાં આપી રમત સાથે સંસારની રીતિભાતિમાં પલેટાવા શિખવે છે, તે જ રીતિએ ફાર્બસે અમદાવાદમાં અને સુરતમાં કર્યું. અનુભવ વિનાનાં શિખતાં બાલક બહુ ઠોકરા ખાય; કેટલાક વાંઝિયા અદેખા લેાકેાથી પેલા નિર્દોષ ખાલકાને અનાયાસે નિર્જીવ પદાર્થથી કલેાલ પામતાં જોઇને ખમાય નહિ, તેથી તેના ઉપર કમળાવાળી ક્રૂરષ્ટિથી જોયાં કરે, અને તેએની અપ ભૂલને પણ લાભ લઈ તેને સંતાપવા ધારે, એમાં કઇ આશ્ચર્ય નથી. તેએની આઁસુ પ્રકૃતિને એ સ્વાભાવિક પરિણામ છે. સુરતમાં એ સમયે એ જ પ્રકારે હતું. ફાર્બસ જેવા કુલીન હૃદયના ઉદાર ગૃહસ્થા કેટલાક હતા, તેએ દેશીયેાને ભવિષ્યત કાલમાં કર્તવ્ય કાર્ય ઢીંગલાં પુતળાંથી શીખવવા સારૂ નહાતી નહાની સભાઓ, વર્તમાનપત્રા, પુસ્તકશાલાએ, નિશાલા આદિ કઢાવતા. ક્ષુદ્ર મનના સગર્વ અધિકારીઓને તે ગમતું નહિ. તેથી સુરતમાં બે પક્ષ થયા. દ્વેષી પક્ષવાળા છિદ્રો શેાધ્યાં કરતા હતા. તેઓએ ‘સુરત સમાચાર’ના અધિપતિ અને તંત્રી રા. સુકુંદરાયજીના ઉપર એક તુચ્છ અપરાધ મૂકયા અને કામ ચલાવ્યું. ફાર્બસ સાહેબ કુલીન હતા. પેાતાના આશ્રિતા ઉપર મમતા રાખવી એ કુલીન પુરુષાને મૂળથી જ સ્વભાવ હૈાય છે; તેમાં આ વેલા તા ધર્મપક્ષ હતા. ફાર્બસ સાહેબે સર્વ પ્રકારને આશ્રય રા. સુકુંદરાયજીને આપ્યા. તેથી તે નિરપરાધી, શિક્ષામાંથી વંચી ગયા. રા॰ મુકુંદરાયજી પેાતાના ઉપકૃત હૃદયથી આજ લખે છે કે “ તે સમય પ્રમાણે મારા ઉપર કામ ચાલ્યું. તે “કામ પેાતાના ઉપર ચાલતું ાય એવી મિ. ફાર્બસને કાળજી હતી *** “એ રીતિની તેમની કાળજીથી આખર સત્ય હતું તે તરી આવ્યું, તે પ્રપંચી “અમલદારા વગર અપરાધે કુટી મારવાની પેરવી કરે છે તે ચાલી શકી નહિ.” સુરતમાં એન્ડ્રુસ પુસ્તકશાલા' સ્થપાઈ તે પણ ફાર્બસ સાહેબના જ પ્રતાપ. એ પ્રકારે સ્વસંબંધનાં કાર્યે ઉદારતાથી કરતા એટલું જ નહિ, કિંતુ
* એ લખ્યા પછી તેએ સુરતના પ્રિન્સીપલ સદર અમીન થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com