________________
રાસમાળા
૧૬૦ અને તેણે જે ગ્રંથ રચ્યો હતો તે બ્રાહ્મણના-ગ્રંથેના આધાર ઉપરથી લખ્યો છે એવું સામાવાળા કહેતા હતા તેઓને બકવાદ બંધ કરવાને, એક સભા ભરી, તેમાં પ્રમુખ થઈ બિરાજવાની સિદ્ધરાજને વિનતિ કરવામાં આવી, તેને પરિણામ આચાર્યના લાભમાં ઉતર્યો. રાજાની આજ્ઞા થવા ઉપરથી હેમાચાર્યને ગ્રંથ એક રાજહસ્તી ઉપર અંબાડીમાં મૂકી તે ઉપર જેત છત્ર ધરાવી અને ચામર આદિ બીજાં રાજચિહ્ન સહિત રાજમહેલને ભંડાર લઈ ગયા. તથાપિ દુર્જને કહેવા લાગ્યા કે, એ પુસ્તકમાં કાંઈ રાજાના પૂર્વજોની કીર્તિનું વર્ણન નથી. આવી વાત થતી સાંભળીને રાજાને જરા ખેદ થયો, પણ બીજે દિવસે વ્યાકરણને જ્યારે ફરીને તપાસ્યું, ત્યારે હેમાચાર્ય ખાંપણ સુધારવાને બરાબર તૈયાર થઈ રહ્યો હતો; તેના મુખમાંથી સેલંકી રાજાએની કીર્તિની ચતુરાઈભરેલી કવિતા નીકળવા લાગી. પછી તરત જ તેણે દ્વયાશ્રય ગ્રંથ રચીને મૂકી દીધેલા વિષયની પૂરતી કરી.
ત્યારપછી, સિદ્ધરાજનું લક્ષ મૂળરાજને અગ્નિદાહ દીધેલી જગ્યા ઉપર બાંધેલા ત્રિપુરૂષપ્રાસાદ અને બીજાં દરબારનાં દેવાલય ઉપર ગયું. તેણે તેમને ખર્ચ ચલાવવામાં અને દેવની ઉપજમાં એટલું બધું ધન હદપાર વાપરવા માંડયું કે જિસસે જેમ સાયરસને ઉપદેશ કર્યો હતો તેમ નીચે પ્રમાણે સિદ્ધરાજને ભવિષ્યસૂચક ઉપદેશ કરવાની યશોવર્મા રાજાને અગત્ય પડી:
“માળવા દેશ લાખો રૂપિયાની ઉપજ છે, તો પણ, વાસણમાં જેમ સમુદ્ર “સમાઈ જાય તેમ ગૂજરાતમાં તે ખપી જાય છે. તેનું કારણ એ કે આ
૧ સાયરસ ઇરાનને પાદશાહ હતો, તેણે કિસસને જિતી લીધે અને ચિતા ખડકાવી બાળી નાંખવા હાજર કરો, એટલે ચિંતામાં પડતાં પહેલાં તેણે સેલન ! એમ ઉચ્ચાર કરી. ત્યારે તેને પૂછયું કે તે સોલનને શા માટે સંભારયે? જિસસે જણાવ્યું કે, હું જ્યારે મારી સંપૂર્ણ સમૃદ્ધિમાં હતા ત્યારે એ સેલનને પૂછયું કે સુખી કેણુ? ત્યારે તેણે અજાણ્યા કોઈ બે જણનાં નામ દીધાં. તેથી આશ્ચર્ય પામી મેં કહ્યું કે, તમે મને સુખી કેમ નથી કહેતા? તેણે કહ્યું કે મનુષ્ય જ્યાં સુધી જીવતે હેય ત્યાં સુધી તે સુખી છે કે દુઃખી તે કહી શકાય નહિ, કેમકે ભવિષ્યમાં શું નીપજશે ? તેની કોઈને ખબર પડતી નથી. આ ઉપરથી તમે જોશો કે હું પિતાને ખર સુખી સમજ હતો તેને જીવતાં ચિતામાં બળી મરવું પડે છે, એ સમય આવ્યો. તેથી સેલનના વાક્યની સત્યતા પ્રકટ થતાં મેં તેને સંભાર. સાયરસને પણ આ કથનથી બોધ મળે, અને કિસસને તેનું રાજ્ય પાછું આપી પિતાના મિત્ર તરીકે માનવા લાગ્યો. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com