________________
૧૫૦
રાસમાળા
શક્તિ નહિ હોય તેથી, યશોવર્માને પૈસાની રકમ આપીને પાછો હાથો. પણ તરૂણ રાજા પોતાની રાજધાનીમાં જ્યારે પાછો આવ્યો ત્યારે જે નીપજ્યું હતું તે સાંભળીને ઘણે ઠેધાયમાન થયો અને તે દિવસથી માળવાનો પરાભવ કરવાની મનમાં ગાંઠ વાળી.
સિદ્ધરાજ જેવામાં માળવા ઉપર ચડાઈ કરવાની તૈયારી કરતો હતો તેવામાં, અણહિલવાડમાં સહસ્ત્રલિંગ તલાવ બંધાવાનું કામ ચાલતું કરવું હતું. આ તલાવની દંતકથાઓ અને વાતે ચાલવા ઉપરથી તે ઘણું પ્રસિદ્ધ થયું છે એને માટે ખોદાણ કરેલું તે હજી સુધી પાટણ આગળ જોવામાં આવે છે, પણ બાંધણી માંહેલું કશું રહ્યું નથી. આ તલાવ ગોળાકાર અથવા બહુબાજુવાળું હતું, અને થોડી અથવા ઘણું મળતી આવે એવી બાંધણિયે ગુજરાતમાં ઘણું જોવામાં આવે છે. વિરમગામના મીનળસરની ગરદમ મહાદેવનાં દેરાં બાંધેલાં હજી સુધી છે, તે પ્રમાણે, આ તલાવની ચારેમેર કરતાં ઘણાં જ દેરાં હશે, તે ઉપરથી, તેનું નામ સહસ્ત્રલિંગ તળાવ ઘણું કરીને પાડવામાં આવ્યું હશે. આ તલાવને લગતી નીચે લખેલી વાત ગાવામાં અને કહેવામાં આજ સુધી પણ સાધારણ થઈ પડી છે –
જશમાં એડણની વાત. કોઈ એક સમયે માળવાના એક રહેવાશિયે આવીને સિદ્ધરાજના આગળ, જસમા ઓડણના રૂપનાં વખાણ કર્યાં, રાજાએ તેને મેળવવાને ઘણું પ્રયત્ન કશ્યા, પણ સર્વ નિષ્ફળ ગયા. છેવટે પાટણ આગળ તેણે સહ
૧ આ તલાવ અકબરના વારામાં હતું. મકે જવા સારૂ તેને વછર બેરામખાન ગુજરાત આવ્યો હતો અને પાટણ (અણહિલવાડ) આવી ઉતરાયો હતો. તે વેળાએ ત્યાં સીખાન લોદી રાજ્ય ચલાવતા હતા. આ વેળાએ બેરામખાન, એક જગ્યા નામે સહસનક, જે તેની પાસે એક હજાર દેરાં બંધાવ્યાં હતાં તેથી, ફહેવાતી હતી, તે જેવાને ગયો હતો. શિગની કેરિસ્તા ભાગ ૨. પૃ. ૨૦૩ પાટણ આગળ આ જ ઉમરાવે પાનસરોવર બંધાવ્યું હતું એવું કહેવાય છે.
૨ જસમા ઓડણને રાસડે. આજ મિતિથી પૂર્વે પચાસ વર્ષ પર દીકરિયના મુખથી પંડિત જેષ્ઠારામે ગવાતા સાંભળેલો હતો. અને તેમનાં બહેન સુમારે ૬૦ વર્ષનાં હતાં તેમને જેટલો સાંભારતો હતો તેટલો ઉતરાવી મંગાવતાં પંડિત ટારામ લખે છે કે મારી સમજણમાં એમ આવે છે કે નીચે લખી દર્શાવેલ રાસડામાં અર્થની આનુપૂર્વી ઉપર લક્ષ્ય રાખતાં કોઈ કોઈ ઠેકાણે આખી તુકાની ન્યૂનતા પડે છે. આ રાસડે બનાવનારને ઉદેશ, એતિહાસિક વૃત્તાન્ત જાણવા સાથે ગાનારિયોને સતીત્વનો બેધ દેવાને અને પતિવ્રત્ય પાસે રાજ્યવિભવ આદિ સઘળું તુચ્છ છે, એ સદુપદેશ આપવાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com