SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા કર્ણ સોલંકી ૧૪૯ જેવામાં ગૂજરાતી બાળ રાજા આ પ્રમાણે રોકાયેલ હતો, તેવામાં માળવાના રાજા યશોવર્માએ તેના રાજ્યના ઉત્તર ભાગ ઉપર ચડાઈ કરી. તે વેળાએ અણહિલવાડમાં સિદ્ધરાજની ગેરહાજરીમાં તેને સાન્દ્ર પ્રધાન કામ ચલાવતો હતો, તેની પાસે ચડાઈ કરનારાઓને પાછા હઠાવાનાં પૂરાં સાધન નહિ હોય તેથી, કે પછી તે સાધનોનો ઉપયોગ કરવા જેટલી તેનામાં ભયભીત થઈને જયસિંહની સેના પાછી હઠી પણ પ્રતિહારે બહુ તિરસ્કાર કયાથી, તથા જયસિંહ પડે યુદ્ધ કરવાને નીકળ્યો તેથી પાછી ભેગી થઈ. બર્બર અને સિદ્ધરાજ જયસિંહ સામસામે થઈ ગયા, તેમાં જયસિંહે બબરને તરવારથી ઘા કરો, પણ તરવાર ભાંગી ગઈ, હાથે હાથ લંક યુદ્ધ થયું. તેમાં સિદ્ધરાજે બર્બરને બાંધીને કેદ કર. ખબરની સ્ત્રિયે પ્રાર્થના કરી કે હવેથી એ દુરાચાર તજી સાથે માર્ગે ચાલશે. અને નિરંતર તમારે દાસ થઈ રહેશે. પછી જયસિંહ દેવે તેને છોડી દઈ, તે સ્થાનને રક્ષક ઠરાવ્યું. | તેરમા સર્ગમાં કહ્યું છે કે “સિદ્ધરાજ જયસિંહ રાત્રિયે એક વખત નગરચર્ચા જેવા ફરતે ફરતે સરસ્વતી પર ગમે ત્યાં તે એણે કોઈને એમ બેલતાં સાંભળ્યું કે, હું તમને મૂકીને જીવનાર નથી, તમે કૂવામાં પડશો તે હું પણ તમારી પાછળ પડીશ. આ સાંભળી સિદ્ધરાજ ત્યાં ગયો, ને ત્યાં ઉભેલા નાગપુત્રને આશ્વાસન કરી, તેનું દુઃખ કાપવાની પ્રતિજ્ઞા કરી, હકીકત પૂછવા લાગ્યો. તેણે કહ્યું કે, મારું નામ કનકચૂડ છે તે વાસુકી નાગના ઈષ્ટ એવા રચૂડને હું પુત્ર છું. મારે મારા સહાધ્યાયી દમન જોડે વાદ થયે કે, જે એ હેમંતમાં લવલી દેખાડે તે મારે મારી ભાર્યા હારવી. એણે તે ગમે તે પ્રકારે તેમ કહ્યું, અને હું હાર. પણ એવામાં અમને બન્નેને બોલાવી નાગલકે કહ્યું કે તમારામાંથી દમનને વારે હુલડ પ્રતિ જવાને છે, માટે તેણે જવું. હુલ્લડ નામે એક વરૂણનું વરદાન પામેલ નાગ કાશ્મીરમાં રહે છે, તેણે એક વાર પાતાલને પાણીમાં ડૂબાવી નાંખવા માંડ્યું, ત્યારે નાગ લોકોએ તેની સાથે એવી શરત કરી કે, પ્રતિ વર્ષે તમારી પૂજા કરવા અત્રથી એક એક નાગ આવશે, ને જે તેમ ન થાય તે તમે ફાવે તે કરજે. હુલ્લડે આ વાત કબૂલ રાખી, પણ હવે તેના પ્રતિ જવું એ બહુ વિકટ છે, કેમકે કાશ્મીર હિમવાળો પ્રદેશ છે, તેથી ત્યાં જતાં મરી જવાય. આટલા માટે અત્ર આ કૂપ છે તેમાંથી ઉષ લઈ જઈ શરીરે લગાડવામાં આવે તે બચી જઈ સાજા સમાં પાછા અવાય. દમનને જવાનું કહ્યું તેથી તેણે મને કહ્યું કે, તું જે મને ઉષ લાવી આપે તે હું તને હેડમાંથી મુક્ત કરું. એ ઉષ લેવા હું અત્ર આવ્યો છું. પણ વજમુખી માથી ભરેલા આ અંધારા કૂવામાં પડ્યા પછી હું જીવું એવી મને આશા નથી. આ મારી પ્રાણપ્રિયા મને તેમ કરવામાં વિશ્ન કરે છે ને સાથે આવવા તૈયાર થઈ છે. આ કથા સાંભળી સિદ્ધરાજે તેને ધીરજ આપી ઉષ આણી આપે અને તે હાના કુમારને ખબર, જે એકનિષ્ઠાથી ભક્તિ કરતો હતો તેની સાથે પાતાળમાં પહોંચાડી દીધે.” ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy