________________
ફાર્બસનું શિક્ષણ—આ દેશમાં આવવું.
નૃઢ સંસ્કાર પામ્યું હતું કે, તે વિદ્યામૃતનું પાન કરતાં મરણ સુધી તૃપ્ત થયું ન હતું. એક સમયે એની વૃત્તિ શિલ્પશાસ્ત્રી (Architect) થવાની થઈ હતી; અને તેથી ઇંગ્લેન્ડના પ્રખ્યાત શિલ્પશાસ્ત્રી મિ. યાજે. ખાસ્સેવિતી પાસે એક શિષ્ય રૂપે અષ્ટ માસ સુધી તે રહ્યા હતા.
ર
પછી અત્ર રાજ્યકી મંડલી ધી આનરેબલ ઇસ્ટ ઇન્ડિયા કમ્ફની, તેની ‘સિવિલ સર્વિસ’માં એનું નામ નોંધાયું, તેથી હેલીબરી પાઠશાલામાં અભ્યાસ કરવા તે ગયા. ત્યાં તેણે સારી ખ્યાતિ મેળવી હતી. પારિતાષિક (ઈનામ) પણ ત્યાં તેણે બહુ મેળવ્યાં હતાં. ચુરેાપમાં સંસ્કૃત ભાષાના મધુર સ્વાદ ચખાડનાર પ્રખ્યાત ન્યાયાધીશ સર ઉલિયમ જોન્સના સર્વ ગ્રંથે, એના શાલાસ્નેહીઓથી કે પછી પાઠશાલામાંથી એને અર્પણ કરવામાં આવ્યા હતા. એ ગ્રંથા ફાર્બસને બહુ માનીતા હતા. એક પ્રસંગે પેાતાની પુસ્તકશાલા દેખાડતાં એ ગ્રંથે। આવ્યા ત્યારે સદભિમાનથી પ્રસન્ન મુખે ફાર્બસ સાહેબે કહ્યું કે મને એ પ્રીતિદાનમાં મળ્યા છે; અને એમાંના વિષયે ઉત્તમ છે.' ‘મિત્ર પ્રમાણે મતિ અને ગ્રંથ પ્રમાણે ગતિ,' એ સત્ય છે. સારા મિત્રા, અને ગ્રંથેા, સારા સંસ્કાર કરે છે અને તેથી અંત:કરણ, સારૂં થાય છે. અને તે સારા અંતઃકરણમાંથી બહુ કલ્યાણકારી પ્રવાહ નિઃસરી અનેકને સુખી કરે છે. ફાર્બસ સાહેબને મહાકવિ શેકસપીઅરના લેખ ઉપર બહુ પ્રીતિભાવ હતા. તેના દૃઢ અભ્યાસ ફાર્બસના લેખ ઉપરથી સ્પ પ્રતીત થાય છે. ફાર્બસના લેખામાં શેકસપીઅરની કવિતાનાં અવતરણા
વારંવાર આવે છે.
તા॰ ૩૦ મી ડિસેમ્બર સન ૧૮૪૨ ને દિને મુંબઈ પ્રાન્તની સિવિલ સર્વિસમાં ફાર્બસ સાહેબ નિમાયા, અને સન ૧૮૪૩ ના નવેમ્બરની ૧૫ મી તારીખે તેણે ભરતખંડમાં પ્રથમ પગ મૂક્યેા. તે જ માસની તા૦ ૨૦મીને દિને અહમદનગરના કલેકટરની નીચે, હિન્દુસ્થાની ભાષામાં પરીક્ષા આપી પ્રસાર થાય ત્યાં સુધી, ફાર્બસ સાહેબને રાખવામાં આવ્યા. ધારાશક્તિ તેનામાં અસાધારણ હતી, તેથી ઘેાડાક જ માસમાં હિન્દુસ્થાની ભાષા શીખી લીધી. તા॰ ૧૦ મી જાન્યુઆરી સન ૧૮૪૪ માં પરીક્ષા ઉત્તર્યાં. હાલમાં આપણી ધારા આંધનાર અને ચલાવનાર મંડલીના સભાસદ ધી આનરેખલ મી. એચ એલિસ, એ પરીક્ષામાં આપણા ફાર્બસની સાથે હતા. એ બન્ને ગૃહસ્થા એવી સારી રીતિએ પરીક્ષા ઉત્તર્યો કે તે વિષે તા૦ ૧૭ મી જાન્યુઆરી સન ૧૮૪૪ના આમ્બે ગવર્નમેન્ટ ગાઝેટમાં સરકાર · તરથી લખવામાં આવ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com