________________
ફાર્બસજીવનચરિત્ર. બધી ગવર્નર ઈન કૌન્સિલ ધારે છે કે, આ પરીક્ષાનું પરિણામ મે કબસ અને એલિસને બહુ કીર્તિકર છે. હિન્દુસ્થાનમાં આવ્યા પછી ફાર્બસ બે માસમાં અને એલિસ એક માસમાં પાસ થયા છે.”
પરીક્ષામાં ઉત્તર્યા પછી ત્રીજે જ દિવસે અહંમદનગરના ત્રીજા આસિસ્ટન્ટ કલેક્ટરની જગ્યા મિત્ર ફાર્બસને આપી. ત્યાર પછી તા. ૧૦ મી અકબર સ. ૧૮૪૪ને દિને તેણે મહારાષ્ટ્ર ભાષાની પરીક્ષા આપી. તા. ૮મી નવેમ્બર ૧૮૪૪માં ખાનદેશના બીજા આસિસ્ટન્ટ કલેકટર નિમાયા. પછી તા. ૬ ઠી એપ્રિલ સ. ૧૮૪૬માં સદર અદાલતના આફટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર, અને તેને ત્રીજે જ દિવસે એટલે તા. ૮ મીને દિને અમદાવાદના “આસિસ્ટન્ટ જજ (સહાયકારી ન્યાયાધીશ)નું પદ મળ્યું, પણ તે જ વર્ષના નવેમ્બર માસ સુધી “ડેપ્યુટી રજિસ્ટ્રારનું કામ ચલાવવા તેને મુંબઈમાં રાખ્યા હતા. આ પ્રથમ સન ૧૮૪૬ ના નવેમ્બર માસમાં અમદાવાદમાં ફાર્બસની શુભ ચરણ થયાં. ગુજરાતના ભાગ્યોદયને અવતાર થયો તે એ જ સમયમાં એમ કહિયે તે ચાલે.
ગૂર્જરત્રા અથવા ગૂર્જ રાષ્ટ્રભરતખંડની દુજણી ગાય; ગૂરાષ્ટ્ર-ઈશ્વલીલાની એક વાટિકા; ગૂર્જરાછ–જેનાં, ડાં જ વર્ષો ઉપર મહાપ્રતાપી વનરાજ, ક્ષત્રિયકુલદીપક ભીમદેવ, અને સિદ્ધરાજ જેવા મહાકીર્તિમન્ત રાજાધિરાજે સ્વામી હતા; ગૂરાષ્ટ્ર-જેમાં તેમનાથ જેવું જગવિખ્યાત દેવાલય એક સમયે અખિલ જગતનું ચિત્ત આકર્ષતું; ગૂર્જરાજેમાંના ક્ષત્રિય રાજપુત્ર, એક સમયે ક્ષત્રિય ધર્મ યથાર્થ સમજી, કીર્તિને દેહ પામવા જયના કુંડ આગળ સર્વસ્વ મહાપ્રેમપૂર્વક અર્પણ કરતા; આ ક્ષણિક સ્કૂલ દેહ કરતાં અમર થશેદેહને નિષ્કલંક રાખવાનું લક્ષ જેઓને સદાકાલ લાગી રહ્યું હતું, જે શરવીર રાજપુત્રના છત્રની છાયા નીચેનાં ધ્વજાપતાકાઓ અને વાદિત્રઘોષે-નિશાન ઠેકાએ-સુભટના કાનમાં કેટલાંક વર્ષ સુધી તે “જય જય જય”ના મંગલ સિંહનાદ વિના અન્ય શબ્દ જ પડવા દિધેલા નહિ, જેઓએ વિમુખ એ શબ્દ જાણેલે નહિ; કાલધર્મથી અસ્ત પામતાં પણ જે સુવંશના કરણ રાજાએ ક્ષત્રિય ધર્મના બહુ અંશ પોતામાં દર્શાવેલા, દુર્દેવ અંતે અજય અને વિનાશ થયો તથાપિ તેના અંત પટમાં જે ક્ષત્રિય વંશના શૌર્યાદિ પુરુષાર્થના,તેજ ક્ષીણ થઈ શાતિ પામતા, પણ લેહીવણું લાલ ઉષ્ણ-કિરણે, દેશાભિમાની મર્મજ્ઞ દેશી અને અનુકંપાવાન ઉદાર પરદેશીયેનાં મનને અદ્યાપિ ખેદાત્મક આનંદ આપે છે, તે ક્ષત્રિયોનાં જ્યાં ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com