________________
ફાર્બસજીવનચરિત્ર. શકનું પવિત્ર કામ પણ કરેલું છે. ફાર્બસ વંશના મુખ્ય ક્રમાનુયાયી અજી ભારે ભૂમિસ્વામી-વતની-છે અને લાર્ડ ફાર્બસનું પદ ભોગવે છે.
આપણું ફાર્બસની પાસેની શાખા શોધતાં તે નીચે પ્રમાણે જાણ્યામાં આવે છે.
પૂર્વે સર. એન્ડ્ર મિચેલ નામે એક ગૃહસ્થ ગ્રેટ બ્રિટનને રાજપ્રતિનિધિ મંત્રી, (Envoy Extraordinary and Minister Plenapotentiary to the Court of Prussia ) 3224141 Plo7817Hi સન ૧૭પ૬ થી ૭૧ સુધી હતા. તેને અને સર. આર્થર ફાર્બસને દઢ મૈત્રી હતી. તેના સ્મરણમાં સર. એન્ડ્ર. મિચેલે પોતાનાં ભૂમિ, ધન આદિ સર્વસ્વ તે સર, ફાર્બસને અર્પણ કરવું. સર. આર્થર ફાર્બસે પિતાના બીજા પુત્રને અને તેના દાયાદોને વારસાને) તે વતન દયાદમાં (વારસામાં આપ્યું. તે એવા નિયમથી કે વારસા સાથે તેના મિત્રનું મૂલ મિચેલ નામ પણ તે દાયાદ ધારણ કરે. આપણું ફાર્બસને પિતા મિ. જાન ફાર્બસ મિચેલ તે એ સર આર્થર ફાર્બસને પાત્ર થાય. તેઓને સ્વદેશ સ્કાટલન્ડમાંને આબરડીન નામે પ્રાન્ત છે, તે પ્રાન્ત ભણુથી પ્રતિનિધિ થઈ સર આર્થર ફાર્બસ બહુ વર્ષ સુધી રાજ્યસભામાં વિરાજ્યા હતા. સર આર્થર ફાર્બસ, બીજા લાર્ડ ફાર્બસનો અને સ્કોટલેન્ડના પ્રથમ અર્લ મારશાલ ઉલિયમની પુત્રી લેડી કીથને પુત્ર, ધી. આનરેબલ સર પાટ્રિક ફાર્બસ, તેના વંશમાંને એક પુરુષ હતો. તે સર આર્થર ફાર્બસ, બુચાનના અર્લ અસ્કિન્સ અને લાર્ડ ક્રેઝરના વંશમાંની કન્યા સાથે પરણ્યા હતા.
ફાર્બસનાં માતાજી સર થોમસ બ્રાઉનના વંશનાં હતાં, જે ગૃહસ્થ Hydriotophia અને Religio Medici નામે સારા ગ્રંથ રચેલા છે, અને જે અજી પ્રશંસાપાત્ર ગણાય છે. એમ ઉભય પ્રકારથી-રાજમૂલક કુલીન પિતૃવંશથી અને વિદ્વાન માતૃવંશથી–ફાર્બસ ઉત્તમ કુલના હતા; અને પિતાની કુલદીપકતાથી પૂર્વજ પ્રમાણે પ્રજા એ વાક્ય સપ્રમાણ કર્યું હતું.
એ રીતિએ જે ઉત્તમ રાજમૂલક કુલ માં આપણું ફાર્બસ જન્મ્યા હતા, તે ઉત્તમ વંશના શુભ અંશ તેનામાં કેવા હતા, એ તેના સુચરિત્ર ઉપરથી આપણને સ્પષ્ટ જણાશે જ. બાલ્યાવસ્થાનું તેનું ભવિષ્યસૂચક ચરિત્ર જાણવાને આટલે દૂર દેશ આપણી પાસે કઈ સાધન નથી. તથાપિ વિદ્યાસંપાદન કરતાં, પિતાની વિદ્યા ઉપરની રુચિને લીધે, તે દીપતા હતા, એ આદિ કઈક જાણ્યામાં આવ્યું છે. ઉચ્ચા વિદ્યા અને ઉચ્ચ કલાઓ ઉપર તેને બહુ ભાવ હતો. એ વિદ્યાથી હતા ત્યાંથી જ એનું મન, સ્વાભાવિકી રીતિએ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com