________________
फासजीवनचरित्र.
A MEMOIR OF THE LATE HON'BLE ALEXANDER KINLOCH FORBES.
શાર્દૂલવિક્રીડિત. જેવી રીતિથી પુષ્પવાસ તિલમાં સ્થાયી થઈ જાય છે; નિરાકાર સગુણ આવી ગુણમાં આકાર દેખાય છે; વિવેકી ગુણગ્રાહીં તે અતરની લે મસ્તકે વાસના;
સતપાત્રો ગુણનિર્મિ સવત્ બને, ધન્યાગી સવાસના. આપણું દેશનું કલ્યાણ ઈચ્છનાર અને કરનાર, સમભાવી, દેશીઓના પ્રતિપાલ, ઉદાર, ગુણ, સદયહૃદયવાન, પ્રેમી, કુલીન, અને સ્વધર્મશ, વિરલ પરદેશીય રાજપુરૂષોમાંના એક; ગૂજરાતની કીર્તિને જીર્ણોદ્ધારક, અને ગૂર્જરના અસ્ત પામતા સ્તુતિપાઠક-ભાટ ચારણદિ કવિઓની કૃતિને ખંભાવીને તે કવિઓના પણ કવિને અર્થ સારનાર અલેકફ્રાન્ડર કિન્લોક ફાર્બસ, મૂલ એક કુલીન વંશમાં તારીખ ૭ મી જુલાઈ સન ૧૮૨૧ માં લડન નગરમાં અવતયા હતા. પૂર્વજ પ્રમાણે પ્રજા, પવન પ્રમાણે ધ્વજા, એ યથાર્થ છે. ફારસીમાં પણ એવા જ અર્થની કહેવત છે કેઃ “તુમ્મ તાસીર સોબત અસર, એટલે જેવું બીજ તે ગુણ; જેવો સંગ તેવો રંગ.
ફાર્બસ વંશના આજથી સાતસે વર્ષ ઉપરના મૂલ પુરુષોમાંથી એક. જન નામને પુરુષ સ્કાટલાંડમાં આવી રહ્યો. તેના પરાક્રમથી તેને એક પ્રગણું ભેટ આપવામાં આવ્યું. તેને એક પ્રપૈત્ર સ્કોટલંડના રાજાની કન્યાને વયો હતે. તે બેના પુત્રનું નામ જેમ્સ ફાર્બસ હતું. તેના ઉત્તરાધિકારીઓએ કેટલાંક ઉચ્ચ પદ રાજદ્વારમાં મેળવ્યાં હતાં. તેમાંના કેટલાકે ધર્મોપદે
૧ આ જીવનચરિતની પ્રથમવૃત્તિ વિક્રમ સંવત ૧૯૨૫ માં પ્રસિદ્ધ થઈ હતી, તેની શુદ્ધિ વૃદ્ધિ થઈ દ્વિતીયાવૃત્તિ વિક્રમ સંવત ૧૯૫૩ માં મુદ્રાંતિ થઈ હતી, અને આ તૃતીયા આવૃત્તિ પુન: સંવત ૧૯૭૮ માં મુદ્રાંકિતા થાય છે.
૨ સવાસના અંગી ધન્ય છે, અર્થાત્ જે અંગમાં સારા ગુણના વાસ છે, એવા ધન્ય-સાબાશ-છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com