________________
૧૨૨
રાસમાળા પેશ જવા દીધો નહિ તે એવી રીતે કે તિલંગાના રાજા તૈલપની સાથેનો અસલી કજિયો પાછો ઉભો કરવાની યુક્તિ કરી. આ રાજા જ્યારે માળવા ઉપર ચડાઈ કરવાને તૈયાર થયો ત્યારે, ભીમદેવે જેવા કહ્યા તેવા કરાર કરી તેની સાથે રાજીથી સલાહ કરવાને ભેજ તૈયાર થયો. આ સર્વ વિષયની ચિંતાથી ભેજ જ્યારે છૂટો થયે ત્યારે, ધારા નગર છે ત્યારથી ધારને સાધારણ નામે ઓળખાય છે તે સ્થાપવાના અથવા તેની ફરી સ્થાપના કરવાના કામમાં તે રોકાયે.
પછી, જ્યારે ભીમદેવ સિબ્ધ ઉપર ચડાઈ કરવાના કામમાં મળ્યો (સે વિશા તે જેને વિષે આગળ સૂચના કરવામાં આવી છે તે જ હશે.) ત્યારે ભેજરાજાએ ગુજરાત ઉપર ચડાઈ કરવાને લાગ સાધો. કુળચંદ્ર કરીને એક સાહસિક પુરૂષ સેના લઈને ચાલ્યો અને રાજાના જન્માક્ષરમાં આવતું હતું કે તે દક્ષિણ અને ગડદેશને ધણું થશે તે ભવિષ્ય પૂર્ણ કરવાને તેણે કેલ આપ્યો. ભીમદેવ અણહિલપુરમાં હતો નહિ તેવામાં કુળચન્દ્ર નગરમાં પેઠે, અને તે લુંટીને મહેલના દરવાજા આગળ જ્યાં ઘડી ઠોકાતી હતી ત્યાં કેડિયે દાટીને જયપત્ર લખાવી લઈ માળવે પાછો ગયો. ત્યાં ભજે તેને આદરસત્કાર કર્યો, પણ નાશ થયેલી જગ્યામાં મીઠું ડાટવાને બદલે કોડિયે ડાટી તેથી તેને ઠપકે દીધો અને કહ્યું કે, એથી તો ઉલટા આપણને માનશુકન થયા, કેમકે, આગળ ઉપર માળવાનું ધન ગૂજરાતમાં જશે. આગળ આપણું જોવામાં આવશે કે, યશોવર્મા જે ભેજના વંશમાં થયે તેના વારામાં આ ભવિષ્યકથન પૂર્ણ થયું છે.
એમ કહે છે કે, ભીમદેવ છાને માને ભેજના દરબારમાં ગયો
૧ જુવે પાછળ પૃ. ૧૧૯ મુંજના સમયમાં કલ્યાણના સેલંકીને તૈલપ રાજા સન ૯૭૩ થી ૯૯૭ સુધી હ. તેથી આ તૈલપ રાજા ભોજના સમયમાં હતો નહિ, પરંતુ તૈલપથી બીજે રાજા સયાશ્રય સન ૧૦૦૯ સુધી હતા. ભોજરાજને સમય સન ૧૦૧૦ થી ૧૦૫૫ સુધીનો છે એટલે તે પણ નહિ તેમ જ ત્રીજા વિક્રમાદિત્ય પછી થયે તે પણ નહિ તથા પછી જયસિંહ અથવા જગદેકમાલ જે તૈલપને પત્ર તે સન ૧૯૧૯ થી ૧૦૪૩ સુધી હો, તથા તેને પુત્ર સામેશ્વર ૧૦૪૩ થી ૧૦૬૮ સુધી હતો. આ છેલ્લા બેમાંથી એકને સંભવ જણાય છે. ભેજચરિત્રમાં લખ્યું છે કે ભેજના દરબારમાં એક નાટક ભજવી બતાવવામાં આવ્યું તેમાં તૈલપ મુંજને મારી નાંખ્યાનો પ્રસંગ પ્રત્યક્ષ કરી બતાવ્યો તે જોઈને જે સેના સહિત તલ૫ ઉપર આક્રમણ કરી તૈલપને પકડી તેનો શિરચ્છેદ કરો. અહિ તૈલપ લખ્યો છે તે નહિ પણ તેને બદલે જયસિંહ સમજ. જયસિંહને કુમાર સેમેશ્વર થયો તેણે માળવા ઉપર આક્રમણ કર્યું છે એ પણ ચાલતા આવેલા વેરભાવને લીધે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com